તા. ૫.૩.૨૦૨૩ રવિવાર,
સંવંત ૨૦૭૯ ફાગણ સુદ તેરસ,
નક્ષત્ર: આશ્લેષા
યોગ: અતિ.
કરણ: ગર
આજે રાત્રે ૯.૩૦ સુધી સુધી જન્મેલાંની ચંદ્રરાશિ કર્ક (ડ,હ) ત્યારબાદ સિંહ (મ,ટ) રહેશે
.
મેષ (અ,લ,ઈ) : આંતરિક સૂઝમાં વૃદ્ધિ થાય ,સંતાન અંગે સારું રહે,પરિવારમાં આનંદ રહે ,શુભ દિન.
વૃષભ (બ,વ,ઉ) : જમીન મકાન વાહન સુખ સારું રહે, તમામ સુખ સગવડ પ્રાપ્ત થાય ,દિવસ પ્રગતિકારક રહે.
મિથુન (ક,છ,ઘ) : તમારી પ્રતિભા દર્શાવી શકો, નવા કાર્યનું આયોજન કરી શકો,શુભ દિન,લાભ થાય.
કર્ક (ડ,હ) : બેન્કના કાર્ય નિપટાવી શકો, આર્થિક આયોજન કરી શકો,મનોમંથન કરી શકો.
સિંહ (મ,ટ) : તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, આંતરિક શક્તિ ખીલે,લોકો દ્વારા તમારી પ્રસંશા થાય.
કન્યા (પ ,ઠ ,ણ) : લોન વિગેરે બાબતમાં સાંભળવું , ખર્ચ પર અંકુશ રાખવો,બિનજરૂરી વ્યય નિવારવા સલાહ છે.
તુલા (ર,ત) : જીવનમાં નવા નિયમ લાવી શકો, તમારી દિનચર્યા સુધારી શકો, દિવસ દરમિયાન પ્રગતિ થાય.
વૃશ્ચિક (ન ,ય) : વ્યક્તિની પરખ કરી શકો, કામકાજ માટે નવા સંશાધનો કામે લગાવી શકો, શુભ દીવસ.
ધન (ધ,ભ,ફ,ઢ ): આધ્યાત્મિક ચિંતન થાય, ધ્યાન યોગ મૌનથી લાભ થાય, પરિવાર સાથે આનંદ માણી શકો
મકર (ખ,જ) : કોર્ટ કચેરી કે વીલ વરસના પ્રશ્નો ઉકેલી શકો,વિવાદ નિવારી શકો,મધ્યમ દિવસ રહે .
કુંભ (ગ ,સ,શ): આંતરિક જીવનમાં સારું રહે,સબંધો માં સુલેહથી ચાલી શકો. વધુ ઉગ્રતાથી કામ ના લેવા સલાહ છે.
મીન (દ,ચ,ઝ,થ): આપણા ગણીને ચાલતા હોઈએ તે બધા આપણા નથી હોતા !, હિત શત્રુથી કાળજી લેવી, વિશ્વાસે ના ચાલવું ,મધ્યમ દિવસ.
–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી