મેષ રાશિફળ (Aries): આજે શિક્ષણ અને પ્રતિયોગિતાના ક્ષેત્રમાં મીન રાશિના જાતકો સારી સફળતા મેળવી શકશે. આવકના નવા સ્ત્રોત ઊભા થશે. તમારી વાતચીતની શૈલી તમને ખાસ સન્માન અપાવશે. આખો દિવસ દોડધામના કારણે વાતાવરણની અસર તમારા સ્વાસ્થ્ય પર પડી શકે છે. એટલે ખાસ કાળજી રાખજો. આજે આ રાશિના લોકોનું વૈવાહિક જીવન આનંદમય વિતશે. સંજોગોવસાત નાની-મોટી મુસાફરી કરવી પડી શકે છે.
વૃષભ રાશિફળ (Taurus): આ રાશિના જાતકોનો આર્થિક પક્ષ આજે મજબૂત બની શકે છે. વ્યવસાયમાં તમને સારો એવો ફાયદો થશે. સન્માન, યશ, કિર્તીમાં પણ વધારો થવાનો યોગ દેખાઈ રહ્યો છે. પ્રિયજનો સાથે મુલાકાત થઈ શકે છે. વાણી પર સંયમ રાખજો નહીં તો વિપરિત પરિસ્થિતિઓનો સામનો કરવો પડી શકે છે. આજે આ રાશિના જાતકોનો આજનો દિવસ પરોપકારમાં પસાર થશે. કાર્યક્ષેત્રમાં પણ તમારા પક્ષમાં કેટલાંક ફેરફાર થઈ શકે છે
મિથુન રાશિફળ (Gemini) : આજે આ રાશિના રાશિના જાતકોનો આજે ઘર ઉપયોગી ચીજવસ્તુઓ પર ધનનો ખર્ચ થવાનો યોગ છે. સાંસારિક સુખ ભોગના સાધનોમાં વધારો થશે. સહયોગી કર્મચારીઓ કે કોઈ સંબંધીના કારણે તણાવ અને માનસિક કષ્ટ થઈ શકે છે. રૂપિયા પૈસાની લેણ દેણમાં ખાસ ધ્યાન રાખજો. આજે આ રાશિના જાતકો આજનો સમય વેડફશો નહીં. મહેનત અને અથાગ પરિશ્રમથી આજે તમને તમારા નસીબનો સંપૂર્ણ સાથ મળશે. સ્વજનો પાસેથી સુખ મળશે, પરિવારમાં કોઈ શુભ કમ થવાથી મનમાં આનંદ અને ઉત્સાહ જોવા મળશે.
કર્ક રાશિફળ (Cancer) : રાજકીય ક્ષેત્રમાં આજે વૃશ્ચિક રાશિના જાતકોને આશા કરતા પણ વધારે સફળતા મળશે. સંતાનો પ્રત્યેની તમારી ફરજો નિભાવી શકશો. પ્રતિસ્પર્ધાના ક્ષેત્રમાં પણ તમે આગળ વધશો, અટવાયેલું કામ પૂરૂ થશે. કેટલાંક લોકોને આજે આંખોમાં તકલીફ ઊભી થઈ શકે છે. આજે આ રાશિના જાતકો માટે તેમના ગ્રહો આજનો દિવસ અનુકૂળ બનાવી રહ્યા છે. પરિવારના સભ્યો સાથે તમે સારો અને મનોરંજક સમય પસાર કરી શકશો.
સિંહ રાશિફળ (Leo) : વડીલો અને અધિકારીઓની કૃપાથી તમારી કોઈ ઈચ્છા આજે પૂરી થઈ શકે છે. ઓફિસની સાથે ઘરના કામકાજ પાછળ પણ ધ્યાન આપવું પડશે. ખોટા ખર્ચાથી બચજો. તમારું સમજી-વિચારીને નિર્ણય લેવું અને કોશિશ કરીને મોટાભાગના કામ જાતે જ પૂર્ણ કરવા તમને સફળતા આપશે. અટવાયેલાં રૂપિયા પાછા મળી શકે છે. મુશ્કેલી આવે તો કોઇ વડીલની સલાહ તમને મદદગાર સાબિત થશે. વેપાર ક્ષેત્રમાં ધાર્યો લાભ થવાથી આનંદિત રહેશો. આર્થિક સ્થિતિમાં સુધારો આવી શકે છે. વ્યવસાયમાં પરિવર્તનની યોજના બનાવી રહ્યા હોવ તો આ મામલે આજે આગળ વધવાનો દિવસ છે.
કન્યા રાશિફળ (Virgo) : પરીક્ષામાં સફળતા અને પારિવારિક ઉત્તરદાયિત્વ પૂર્ણ થશે. આજે આ રાશિના જાતકો માટે દિવસ શુભ અને ફળદાયી બનશે. માનસિક પરેશાનીઓથી આજે તમે થોડી રાહત અનુભવી શકશો. કામ પર વધારે ધ્યાન આપવાને લીધે પરિવારની તકલીફ વિશે ખબર નહીં રહે. પરિવાર સાથે સમય પસાર કરવા પ્રયત્નો કરો. વ્યક્તિગત જીવનમાં ચેન્જ લાવવા માટે વધારે મહેનત કરવી પડશે.ટૂંક સમયમાં કરિયરમાં કોઈ મોટી તક મળશે.
તુલા રાશિફળ (Libra) : આજે આ રાશિના જાતકોને આકસ્મિક રીતે મોટી સંખ્યામાં ધનની પ્રાપ્તિ થઈ શકે છે. મૂડી ભંડોળમાં વધારો થશે, સમજદારીથી સાથે કરવામાં આવેલું રોકાણ આજે સારો ફાયદો કરાવશે. ઉતાવળ અને ભાવુક થઈને લેવામાં આવેલો નિર્ણય આગળ જઈને તમને તકલીફ આપી શકે છે. એટલા માટે આવા નિર્ણયથી બચજો.
વૃશ્ચિક રાશિફળ (Scorpio): નસીબનો આજે સંપૂર્ણ સાથ મળશે અને બપોર સુધીમાં તમને કોઈ સારા સમાચાર મળી શકે છે. સાંજના સમયે કોઈ જૂના મિત્રોના પરિચિતનો સંપર્ક થશે. કોઇ નજીકના સંબંધીના સ્વાસ્થ્યના કારણે મન થોડું નિરાશ રહી શકે છે. કોઇ મિત્રને આર્થિક મદદ કરવી પડી શકે છે. ઘરમાં કોઇ નાની વાતને લઇને વિવાદ ઊભો થવા દેશો નહીં. બાળકોએ પણ તેમના કરિયરને લઇને થોડો તણાવ રહેશે.
ધન રાશિફળ (Sagittarius) : ઘર ગૃહસ્થીની મુશ્કેલીનું નિરાકરણ આવશે. આજે જીવનસાથીને આકસ્મિક શારીરિક પીડા થઈ શકે છે. જેના કારણે સ્વાસ્થ્ય સંબંધી તમારા ખર્ચામાં વધારો થઈ શકે છે. તમારા આત્મવિશ્વાસ તથા યોગ્યતાથી ઘરનું વાતાવરણ પોઝિટિવ જાળવી રાખો. તમે તમારા કર્મ પ્રત્યે વિશ્વાસ તમારા ભાગ્યને બળ આપશે. કોઇ મુશ્કેલી આવે તો કોઇ સરકારી વ્યક્તિ પાસેથી તમને યોગ્ય સહયોગ અને સલાહ મળી શકે છે.
મકર રાશિફળ (Capricorn) : કોઈ પણ પ્રોપર્ટીના ખરીદ વેચાણ પહેલાં તેના તમામ કાયદાકીય પાસાઓ પર ગંભીરતાથી વિચાર કરી લેજો. બપોર પછીનો સમય થોડો અનુકૂળ થતો દેખાશે. ઘરના ઝઘડાની અસર તમારા મન પર ના થવા દો. હાલ તમે ગમે તેટલા પ્રયત્નો કરશો તો પણ સોલ્યુશન નહીં મળે. સમયની સાથે તમારી તકલીફ ઓછી થતી જશે.કરિયરની સરખામણી કોઈ બીજા સાથે કરવાથી તમને નેગેટિવિટીનો અનુભવ થશે.
કુંભ રાશિફળ (Aquarius) :. તમે તમારા મિલનસાર વ્યવહારથી વાતાવરણને સામાન્ય બનાવવામાં સફળ રહેશો. માર્કેટિંગ અને સેલ્સ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને વધારે મહેનત કરવી પડશે. આ સમયે રોકાણને લગતું કોઇ પ્લાનિંગ ચાલી રહ્યું છે તો સમય અનુકૂળ નથી. નુકસાન પણ થઇ શકે છે. વિના કોઇ કારણ મનમાં થોડી નિરાશા જેવો ભાવ પણ રહેશે. પોઝિટિવ લોકોના સાનિધ્યમાં થોડો સમય પસાર કરો.
મીન રાશિફળ (Pisces) : બિઝનેસમાં પ્રગતિથી ખુશીઓ મળશે. વિદ્યાર્થીઓ માટે પણ આજનો દિવસ શુભ છે. સાંજના સમયે હરવા-ફરવા દરમિયાન મહત્વની માહિતી મળવાની સંભાવના છે. આ સમય શાંતિપૂર્ણ રીતે પસાર કરવાનો છે. તમે તમારી દિનચર્યાને લગતી જે પણ યોજના બનાવી છે તેના ઉપર ગંભીરતાથી અમલ કરો. પ્રોપર્ટીની ખરીદદારી કે વેચાણને લગતા કાર્યોને ભવિષ્ય માટે ટાળવા યોગ્ય રહેશે.