મેષ રાશિફળ (Aries):  કાર્યક્ષેત્રમાં પણ દિવસ પ્રસન્નતાનો રહેશે, ભૂતકાળમાં કરેલી મહેનતનું ફળ મળવાનું શરૂ થશે. આજે તમામ કાર્યોમાં તમારા માટે પ્રવેશ દ્વાર ખુલ્લા રહેશે. તમે સિનિયરથી તમારી વાત સરળતાથી મનાવી શકશો. આજે કોઈ ફોન કોલ દ્વારા મહત્ત્વપૂર્ણ સૂચના મળે તેવી શક્યતા છે. જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ વધારે લાભદાયી સાબિત થશે. કળાત્મક ક્રિયાઓમાં પણ તમારો રસ રહી શકે છે.

વૃષભ રાશિફળ (Taurus):  આજે દિવસભર નરમ સ્વાસ્થ્ય હોવાને કારણે શારીરિક ક્ષમતાઓ ઓછી રહેશે. કામના ભારણમાં વધારો થવાને કારણે તમને ઘણી મુશ્કેલીનો અનુભવ થશે. કાર્યસ્થળ પર આજની મહેનત રંગ લાવશે. સ્પર્ધકો આજે તમને લલચાવવાનો પ્રયત્ન કરશે, પરંતુ કોઈ નુકસાન ના થાય તેનું ખાસ ધ્યાન રાખશો. આજે તમારી ઈચ્છા પૂર્ણ થશે પરંતુ આ માટે વધુ સંકલ્પ શક્તિની જરૂર રહેશે.

મિથુન રાશિફળ (Gemini) : આજનો દિવસ તમને ખુશી અને શાંતિ આપશે. દિવસની શરૂઆતમાં તમે ખાલીપો અનુભવશો. સમય પસાર કરવા માટે તમને મનોરંજનના સાધન મળશે, તમને આમાં મિત્રોનો ટેકો મળશે. પરંતુ બપોરે કામમાં વ્યસ્ત હોવાને કારણે મનોરંજનના કાર્યક્રમો રદ કરવા પડશે. આજે પણ સંજોગો તમારી તરફેણમાં રહેવાથી લાભની ઘણી તકો મળશે. ધંધામાં વધારાને કારણે આવકમાં વધારો થશે અને નવા સ્રોતોથી પણ પૈસાનો લાભ મળશે. રોકાણ માટે દિવસ ખૂબ જ શુભ છે.

કર્ક રાશિફળ (Cancer) : આજે તમારો દિવસ ચપળતાથી ભરપૂર રહેશે. તમારા સાથીઓ હળવા મૂડમાં રહેશે અને પહેલા કરતાં વધુ કામ કરવાની તેમની ઇચ્છા વ્યક્ત કરશે. નાણાકીય સમસ્યાનું સમાધાન પણ બહાર આવશે. સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે, આ માટે કોઈપણ કાર્યક્રમનું આયોજન પણ થઈ શકે છે. આજે ચઢાવ-ઉતારનો દિવસ રહેશે. અસામાન્ય સ્વાસ્થ્યને કારણે શારીરિક નબળાઇનો અનુભવ થશે. આજે મન લગાવ્યા વિના કામ કરવું પડી શકે છે.

સિંહ રાશિફળ (Leo) :  છેલ્લા કેટલાક દિવસો કરતાં આજનો દિવસ સારો રહેશે. આજે કાર્યમાં ઉત્સાહ રહેશે. અટકેલા કામ ઓછા પ્રયત્નોથી પૂર્ણ થશે. આજે બનાવેલી નવી યોજનાઓ બપોરે વધુ ફળદાયી થશે. સામાજિક કારણો માટે સમય આપવો પડી શકે છે. આજે સરકારી કામ કરવું ઠીક રહેશે, તમને નિશ્ચિત સફળતા મળશે. આજે તમે સામાજિક કાર્ય દ્વારા કેટલાક ઉદ્દેશ પ્રાપ્ત કરશો. ઓફિસનું વાતાવરણ કાર્ય માટે યોગ્ય રહેશે. તમને તમારા જીવનસાથીનો સહયોગ મળતો રહેશે. ઘરે ધંધાની નારાજગીના કારણે કારણે મતભેદ વધી શકે છે.

કન્યા રાશિફળ (Virgo) : આજનો દિવસ તમારી પરીક્ષા જેવો છે. તમે સખત મહેનત સાથે જે પણ કરો છો તે ખૂબ સારા પરિણામ લાવશે. મિત્રોના સમર્થનથી તમે કોઈપણ મોટા પ્રોજેક્ટને અંતિમ રૂપ આપશો. તમને રોમેન્ટિક જીવનસાથી સાથે ફરવાની તક મળશે અને તેનાથી તમારી ખુશી બમણી થઈ જશે. આજે નવા કામ શરૂ કરવા અથવા રોકાણ કરવાથી દૂર રહો. તમારી કોઈપણ પરેશાનીમાં ભાઈ-બહેનનો યોગ્ય સહયોગ પ્રાપ્ત થશે. એટલે તેમની સાથે સંબંધ મધુર જાળવી રાખો.

તુલા રાશિફળ (Libra) : આજે તમારો દિવસ સામાન્ય કરતા સારો રહેશે. તમારી મહત્વાકાંક્ષાઓની પરિપૂર્ણતા તમને દિવસભર ખુશ રાખશે. આજે તમે સ્વાસ્થ્યને લઈને થોડા અસ્વસ્થ થશો, કેટલાક લોકો શરદીથી પરેશાન થઈ શકે છે. સામાજિક આદર વધશે. તમારી અંદર નકારાત્મક વિચારો આવવા તમારા માટે નુકસાનદાયી રહેશે. કામની ક્વોલિટી વધારવાથી આજે તમને ઘણો ફાયદો થશે. ઓછા સંયમને કારણે કાર્યક્ષમતા વારંવાર બદલાઈ જશે. યોગ્ય ઊર્જા ન રાખવાથી અવસરનો પૂરો લાભ નહીં ઉઠાવી શકો

વૃશ્ચિક રાશિફળ (Scorpio) :. આનંદ આવશે અને અચાનક પૈસા મળશે, તેમ છતાં જોખમી પ્રવૃત્તિઓમાં રોકાણ કરવાનું ટાળો. જો પ્રોપર્ટીને લગતો કોઈ નિર્યણ લેવાનું વિચારી રહ્યા છો તો તેને લગતો ગંભીર વિચાર કરો, સફળતા પ્રાપ્ત થશે. બાળકોની સમસ્યામાં તેમનો સહયોગ કરીને તેમના મનોબળ અને આત્મ વિશ્વાસને જાળવી રાખો. તમારી નબળાઈનો કોઈ ફાયદો ઉઠાવી શકે છે

ધન રાશિફળ (Sagittarius) : .  આજે તમારા પર્સનલ કાર્યો ઉપર વધારે ધ્યાન આપો. પોતાના અંગે જ વિચારો અને પોતાના માટે જ કામ કરો. કેમ કે તમારી પ્રતિભા અને યોગ્યતાઓને નિખારવા માટે આ સમય ખૂબ જ યોગ્ય છે. યુવા વર્ગ મોજ-મસ્તીમાં વધારે ધ્યાન આપશો નહીં. તેના કારણે તેમના કરિયરને લગતા કાર્યોમાં વિઘ્ન ઊભું થઈ શકે છે.

મકર રાશિફળ (Capricorn) :  નાણાકીય હેતુઓની પરિપૂર્ણતા સાથે, ખુશીના માધ્યમોમાં વધારો થશે, તેના પર ખર્ચ પણ વધુ થશે. માનસિક અપ ડાઉન્સ હોવાને કારણે નકારાત્મક વિચારો રહેશે. ભૂતકાળનું અવલોકન કરવાથી નેગેટિવિટી વધશે. પરિસ્થિતિ સ્વીકારી લેવાથી તમે આવતીકાલને વધારે સુંદર બનાવી શકો છો.વરિષ્ઠો નારાજ રહેવાથી મહત્ત્વપૂર્ણ જવાબદારી છીનવાઈ શકે છે.

કુંભ રાશિફળ (Aquarius) : કાલ્પનિક દુનિયા છોડવાના ફાયદા અને ગેરલાભ તમારી માનસિકતા પર આધારિત છે. જવાબદારી સાથે કાર્ય કરો, આર્થિક વ્યવહાર કરો તે ભવિષ્યમાં લાભકારી સાબિત થશે. અન્ય લોકો ઉપર વિશ્વાસ કરવાની જગ્યાએ પોતાની અંતરાત્માના નિર્ણયને પ્રાથમિકતા આપવી યોગ્ય રહેશે. સાથે જ કોઈ મિત્ર કે સંબંધી તમારી સાથે કોઈ વાતને ઇગ્નોર કરશે જેથી તણાવ રહી શકે છે.

મીન રાશિફળ (Pisces) :  શરૂઆતમાં તમે નવા કામમાં થોડી અડચણ અનુભવશો. મિત્રો અને સંબંધીઓ સાથે લાંબી મુસાફરીનું આયોજન કરવામાં આવશે, ઘરમાં કોઈના આગ્રહને પરિપૂર્ણ કરવાને કારણે નાના ખર્ચ પણ થશે. તમારી સંપત્તિના મામલા ઉકેલી શકાય છે. આજનો દિવસ તમારી તરફેણમાં રહેશે. સરળતાથી સ્પર્ધકો પર જીત મેળવશો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.