મેષ રાશિફળ (Aries):
પૈસાની વધતી જતી બાબતો પર ધ્યાન આપવાનો દિવસ છે. તમે કદાચ વસ્તુઓ મુલતવી રાખી રહ્યા છો, પરંતુ તેઓ ટૂંક સમયમાં મર્યાદામાંથી બહાર નીકળી શકે તેવી સંભાવના છે. આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન્ન થશે.
વૃષભ રાશિફળ (Taurus):
આજનો દિવસ આશ્ચર્યથી ભરપૂર રહી શકે છે. તમારા વરિષ્ઠોની સલાહને અવગણવાનો પ્રયાસ ન કરો. થોડો સમય તમારા માટે પણ કાઢો. આ સમયે આર્થિક પરેશાની રહેશે. કોઇ બહારના વ્યક્તિના કારણે તમને ધનને લગતું નુકસાન થઇ શકે છે. કોઇ નજીકના સંબંધી સાથે ચાલી રહેલાં કોઇ વાદ-વિવાદને વધારે ખેંચશો નહીં.
મિથુન રાશિફળ (Gemini):
તમારી ધીરજના ફળ તમને ટૂંક સમયમાં જ મળી શકે છે. જો તમે ભૂતકાળમાં કોઇ સમસ્યાઓ થઇ છે તો તમે ટૂંક સમયમાં જ કોઇ સારા કાઉન્સિલરને મળી શકશો. વિદ્યાર્થીઓને સારું પરીણામ મળશે. જે વાતની તમે રાહ જોઈ રહ્યા છો તેને લગતા નકારાત્મક વિચાર મનમાં વધવાની શક્યતા છે. વધતા નકારાત્મક વિચારોની અસર તમારા કામ ઉપર જોવા મળી શકે છે. છતાંય કોઈપણ એક પોઝિટિવ વાત ઉપર ધ્યાન રાખીને તમે તમારા લક્ષ્યને યાદ રાખવાની કોશિશ કરશો.
કર્ક રાશિફળ (Cancer):
અમુક વિશ્વાસુ લોકો તમારી મદદ માટે આવી શકે છે. કેશ ફ્લો સારો રહેશે. જો તમે પ્રોજેક્ટનું રીનોવેશન કરાવવાનું વિચારી રહ્યા છો તો તેને હાલ બંધ રાખો. આજે કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું કોઇ અટવાયેલું કામ બની શકે છે. ધાર્મિક તથા અધ્યાત્મિક કાર્યો પ્રત્યે પણ તમારો રસ વધશે. ઘરમાં મહેમાનોની અવર-જવર રહેશે તથા સંબંધો વધારે ગાઢ બનશે.
સિંહ રાશિફળ (Leo):
આજે તમને હસવા માટે અમુક કારણો મળશે. તમારા માતાપિતા તમારી પાસેથી કંઇક એવું ઇચ્છી રહ્યા છે જે તમારા માટે ફળદાયી નિર્ણય સાબિત થશે. કંઇક ખોવાયેલું મળી જશે. દિવસ થોડો હેક્ટિક રહેશે. કોઇ બહારના વ્યક્તિ સાથે ઝઘડો કે મનમુટાવ જેવી સ્થિતિ બની રહી છે. વધારે હળવા-મળવાનું છોડીને તમારા કાર્યો ઉપર ધ્યાન આપો. તમારી કોઇપણ યોજના કોઇ સામે જાહેર ન કરો.
કન્યા રાશિફળ (Virgo):
છેલ્લા કેટલાક દિવસોથી તમે જેની રાહ જોઈ રહ્યા છો તે હવે થઈ શકે છે. તમારા જીવનસાથી તરફથી કોઈ સારા સમાચારનો તમને ઉત્સાહિત કરે તેવી સંભાવના છે. પ્રાઇવસી ઇશ્યૂના કારણે તમારી દિનચર્યા થોડી વિક્ષેપિત થઇ શકે છે. જો આપણે કેટલીક બાબતોને નિયંત્રિત કરવા માંગતા હોઈએ તો પણ આપણે સંપૂર્ણ નિયંત્રણ મેળવી શકતા નથી. આજે મનમાં ઉદ્ભવતી દ્વિધાને કારણે બેચેની વધશે, જેના કારણે માનસિક પરેશાની થઈ શકે છે. પરંતુ આ મુસીબતમાંથી પસાર થયા પછી વિચારો પણ દેખાશે અને તમે પૂરા દૃઢ નિશ્ચય સાથે મોટા ધ્યેયને પ્રાપ્ત કરવા માટે સખત મહેનત કરતા રહેશો.
તુલા રાશિફળ (Libra):
ટૂંક સમયમાં જ સેલિબ્રેશનનો અવસર આવી શકે છે. જો કંઇક એવું થઇ રહ્યું છે જેનું તમે પ્લાનિંગ નથી કર્યું, તો તમને સિલ્વર લાઇનિંગ મળી શકે છે. મહત્વના નિર્ણયો લેવામાં ઉતાવળ ન કરશો. સમય સાથે કરેલાં કાર્યોના પરિણામ પણ યોગ્ય હોય છે, એટલે તમારા હાથમાં આવેલી કોઇપણ સફળતાને પ્રાપ્ત કરવામાં મોડું ન કરો. તમારું વ્યક્તિત્વ અને પ્રભાવશાળી વાણી અન્ય ઉપર ઉત્તમ છાપ છોડશે.
વૃશ્ચિક રાશિફળ (Scorpio):
વધારે પડતા પ્રેક્ટિકલ બનવાથી તમે કોઇને દુખી કરી શકો છો. તમારા હાવભાવ પર ધ્યાન આપો. તમે તમારી ઉત્તેજનાને છુપાવી શકો છો. તમારા પર વધી રહેલા દબાણને કારણે તમે નકારાત્મક અનુભવી શકો છો. ભૂતકાળમાં કંઈક ઠીક કરવાનો પ્રયાસ કરવાથી પરિસ્થિતિ વધુ ખરાબ થઈ રહી હોય તેવું લાગે છે. હૃદય કરતાં મનમાં ઉદ્ભવતા વિચારોને વધુ પ્રાધાન્ય આપવાને કારણે ફરજો યોગ્ય રીતે નિભાવવામાં આવશે, પરંતુ તમે માનસિક સ્વભાવથી ઉદાસીનતા અનુભવતા રહેશો.
ધન રાશિફળ (Sagittarius):
આજનો દિવસ સારામાં સારો રહેશે. તમારા મગજમાં ચાલતી દરેક વસ્તુના કારણે વધુ પ્રેશર ન મુકશો. તમે કાં તો બેસી રહેવાનું પસંદ કરશો અથવા તો તમારું કામ પૂર્ણ કરવાનું. તમારી એનર્જીને રીન્યૂ અને રીફ્રેશ કરવા માટે ઉત્તમ દિવસ. જો કોઇ જગ્યાએ રોકાણ કરવાની યોજના બનાવી રહ્યા છો, તો તમારા માટે તે શુભ રહેશે. તમે તમારા આત્મવિશ્વાસ અને મનોબળની મદદથી કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવામાં પણ સક્ષમ રહેશો. ઘરના વડીલોનો સ્નેહ અને આશીર્વાદ જીવનની પૂંજી રહેશે.
મકર રાશિફળ (Capricorn):
જો તમે કોઇ અજાણી જગ્યા માટે મુસાફરીનું પ્લાનિંગ કરી રહ્યા છોતો તે ઉપયોગી સાબિત થશે. કોઇ મોટો પિતરાઇ કે સંબંધી તમને પ્રેમથી યાદ કરશે. જો તમે ટ્રેડિંગ કરો છો તો ખરીદી અને વેચાણ માટે ઉત્તમ દિવસ. ફક્ત તે વસ્તુઓને ધ્યાનમાં રાખવી જોઈએ જેને નિયંત્રિત કરી શકાય છે. તમે હાલમાં જે પ્રશ્નનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરી રહ્યાં છો તેના વિશે તમારા વિચારો છોડી દો. જવાબ આપોઆપ દેખાવા લાગશે. મનમાં ઉદ્ભવતી ચિંતાને કારણે તમે કોઈ ભૂલ ન કરો તેનું ધ્યાન રાખવું જરૂરી રહેશે.
કુંભ રાશિફળ (Aquarius):
કાર્યસ્થળ પર સિનિયર પાસેથી તમને કામમાં સરાહના મળશે. તમને કોઇ નવી જવાબદારી મળી શકે છે. તમારી જાતને સ્પષ્ટ રીતે રજૂ કરો. જો કોઇ જગ્યાએ રોકાણ કરવાની યોજના બનાવી રહ્યા છો, તો તમારા માટે તે શુભ રહેશે. તમે તમારા આત્મવિશ્વાસ અને મનોબળની મદદથી કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવામાં પણ સક્ષમ રહેશો. ઘરના વડીલોનો સ્નેહ અને આશીર્વાદ જીવનની પૂંજી રહેશે.
મીન રાશિફળ (Pisces):
આગળનું આયોજન કરવા માટે ઉત્તમ દિવસ. વિસ્તૃત યોજનાઓ માટે નવી સ્કિલ્સ શીખો. તમે તમારી જાતને તમારા ઉદ્દેશોની નજીક પામશો. વિશ્વાસુ મિત્રની સલાહ લેવી. માત્ર યોજનાઓ બનાવવામાં જ સમય નષ્ટ ન કરીને તેને શરૂ કરવાની પણ કોશિશ કરો. ભાવના પ્રધાન થવાના કારણે કોઇ નાની નકારાત્મક વાત પણ તમને નિરાશ કરી શકે છે. થોડો સમય બાળકો સાથે પણ પસાર કરવો જરૂરી છે.