મેષ રાશિફળ (Aries):  તમારી ઈચ્છા આજે પૂરી થઈ શકે છે. સંતાનો તરફથી પણ જે ચિંતાઓ રહી હતી તે આજે ઉકેલાશે તેવી અપેક્ષા છે. આજે તમને તમારા પ્રિયજનો અને પરિવારના સભ્યોનો સંપૂર્ણ સહયોગ મળશે. જમીન-જાયદાદને લગતું કોઈપણ કામ અટવાયેલું હોય તો આજે તેને પૂર્ણ થવાની શક્યતા છે. ભવિષ્યને લગતી થોડી યોજનાઓ ઉપર કામ શરૂ થઈ શકે છે. કોઈ અટવાયેલાં રૂપિયા આવી જવાથી ચિંતા દૂર થશે.

વૃષભ રાશિફળ (Taurus) :  આજે શુભ ખર્ચ અને ખ્યાતિમાં વધારો થશે. આજે તમને દરેક જગ્યાએ અને ચારેય બાજુ વિજય પ્રાપ્ત થશે. કોઈ જૂના મિત્ર સાથેની મુલાકાત આજે તમારા ચહેરા પર સ્મિત લાવશે. સંબંધીઓ તરફથી પણ તમને સારા સમાચાર મળી શકે છે. આજે તમને નાણાકીય લાભ થવાની સંભાવના છે. માનસિક તણાવથી બચવા માટે ધૈર્ય અને નમ્રતાથી કાર્ય કરો.

મિથુન રાશિફળ (Gemini) :  આજે કોઈ બાબતે વધારે માનસિક તણાવ રહેશે. તમને બાળક તરફથી ચિંતા થઈ શકે છે. આ સિવાય કફના લીધે શારીરિક પીડા થવાની સંભાવના રહેશે. તેમ છતાં વ્યવસાયમાં નફો મળશે અને તમારી પત્નીના સંપૂર્ણ સહકારથી તમારું મનોબળ વધશે. આજે શારીરિક અને આર્થિક શક્તિ પ્રાપ્ત થશે. સારી ગુણવત્તાવાળા લોકો સાથે વધતા જોડાણને લીધે અધિકારીઓ તમારી તરફેણમાં રહેશે.

કર્ક રાશિફળ (Cancer) :  આજે તમારી પ્રતિષ્ઠામાં વધારો થશે. દુશ્મનોનું મનોબળ ઘટશે. સારી લોકો સાથે મિલાપ વધશે. વેપારીઓ અને ભાગીદારો તરફથી પણ વ્યવસાયમાં સારું વાતાવરણ રહેશે. સાંજથી મોડી રાત સુધી અચાનક મહેમાનોના આગમનને કારણે ખર્ચ વધુ થઈ શકે છે. આજે તમે સંતાન પક્ષને લઈને ચિંતિત રહેશો. બાળકની શારીરિક પીડાને કારણે તમે પરેશાન થશો. સ્થળ પરિવર્તનનો સંદર્ભ મજબૂત અને સ્થાપિત થશે.

સિંહ રાશિફળ (Leo) :  આજે તમારે સંયમનું પાલન કરવું જોઈએ. કોઈ બાબતે ભાઈ-બહેનો સાથે તણાવ થઈ શકે છે. વ્યવસાયમાં સાથીઓ સાથે સંકલનના અભાવે તમે અસ્વસ્થતા અનુભવો છો. વિરોધીઓ પણ આજે સક્રિય રહેશે, તેથી સાવધાન રહેવું. બીજા પર વધારે પડતો ભરોસો કરવાનું ટાળો. આર્થિક વ્યવહારમાં સાવચેત રહેવું. આજે તમને ધંધામાં સતત લાભ થવાની સંભાવના રહેશે. તે જ સમયે વ્યાવસાયિક ભાગીદારો સાથે મુશ્કેલી થવાની સંભાવના પણ રહેશે.

કન્યા રાશિફળ (Virgo) : આજે તમારા પ્રિયજનો અને સંબંધીઓને શારીરિક પીડા થઈ શકે છે. બિનજરૂરી વિવાદોથી આજે દૂર રહો. સાંજથી મોડી રાત સુધી તમને પરિવારના સભ્યો સાથે મુસાફરીનો આનંદ મળશે. શુભ ખર્ચ સાથે તમારી ખ્યાતિ વધશે. કોઈપણ અધૂરા કામ પણ આજે પૂરા થઈ શકે છે. આજે અચાનક મોટી માત્રામાં આર્થિક લાભ થવાની સંભાવના રહેશે. તમને પ્રિયજનોનું ઇચ્છિત સુખ અને ટેકો મળશે. સાંજથી રાત સુધી શુભ કાર્યોમાં ભાગ લેવાનું સૌભાગ્ય મળશે.

તુલા રાશિફળ (Libra) :  ખાવા-પીવામાં ખાસ ધ્યાન રાખવું, નહીં તો સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ વધી શકે છે. રૂપિયાની આવક દિવસની શરૂઆતમાં વધતી જોવા મળી શકે છે. મહત્ત્વપૂર્ણ નિર્ણય તમારા દ્વારા યોગ્ય રીતે લેવાના કારણે આર્થિક લાભ પણ તમને પ્રાપ્ત થઈ શકે છે.નોકરી અને વેપાર બંનેમાં રૂપિયાની આવક વધતી જોવા મળી શકે છે.

વૃશ્ચિક રાશિફળ (Scorpio) : સાંજથી રાત સુધી નજીકમાં મુસાફરી થવાની સંભાવના છે. કાર્યરત લોકો માટે અચાનક મોટી ખુશીની સંભાવના છે. સંતાનને લઈને કોઈ પ્રકારની ચિંતા રહી શકે છે. ઘરના વડીલ વ્યક્તિઓની સલાહથી સમસ્યાનું સમાધાન મળી શકે છે. ખર્ચ કરતી સમયે બજેટને ઇગ્નોર ન કરો, નહીંતર પછી પછતાવું પડી શકે છે.

ધન રાશિફળ (Sagittarius) : નાણાકીય લાભ થશે, પરંતુ લાભ કરતાં વધારે ખર્ચને કારણે ઉદાસ રહેશો. દુશ્મન તમારા પર પ્રભુત્વ મેળવવાનો પ્રયત્ન કરશે, સાવચેત રહો.ઘરમાં મહેમાનો આવવાથી ચહેલપહેલ રહેશે. પરિવારમાં થોડા સમયથી ચાલી રહેલી અવ્યવસ્થાને દૂર કરવા માટે તમે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ પણ બનાવશો અને તેમાં સફળ પણ રહેશો.

મકર રાશિફળ (Capricorn): શ્રેષ્ઠ માર્ગોથી પર્યાપ્ત આવક થશે. પરંતુ ખર્ચ આવકના પ્રમાણમાં વધુ રહેશે. રાત્રે કોઈ આધ્યાત્મિક સભામાં જવાની તક મળશે. તમારી ભાવનાઓને કાબૂમાં રાખીને વિચાર કરવાની જરૂરિયાત રહેશે. માત્ર તમારી અંદર આત્મવિશ્વાસ ઘટવાના કારણે અનેક લોકો પ્રત્યે શંકાની ભાવના અનુભવ થઈ શકે છે.કામના લોકો સાથે થયેલી ગેરસમજ ઘટવા લાગશે

કુંભ રાશિફળ (Aquarius) : જો તમે નોકરી કરો છો તો આજે તમારા કામ અને અધિકારોમાં વધારો થશે. જેને કારણે આસપાસના અન્ય સાથીદારોમાં વધતી કડવાશને કારણે મુશ્કેલી આવી શકે છે. તમારા મહત્ત્વપૂર્ણ કામ દિવસના પહેલાં ભાગમાં પૂર્ણ કરવાની કોશિશ કરો. બપોર પછી પરિસ્થિતિઓ પ્રતિકૂળ રહેશે. બનતા કાર્યોમાં થોડા વિઘ્ન આવી શકે છે. પાડોસીઓ સાથે કોઈ પ્રકારનો વિવાદ થઈ શકે છે.

મીન રાશિફળ (Pisces) : આર્થિક મામલામાં તમારા માટે આજનો દિવસ ઉત્સાહજનક રહેશે. તમે ઇચ્છો તો પણ રોકાણ કરી શકો છો. દિવસ થોડો વ્યસ્ત રહેશે, તેમ છતાં તમે કાર્યથી સંતુષ્ટ થશો. ધંધામાં લાભની સ્થિતિ સારી રહેશે. જો તમારા પૈસા ક્યાંક અટક્યા છે તો તે મળવાની સંભાવના રહેશે આજે તમને શુભ પરિણામ મળી શકે છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.