તા. ૧૨.૩.૨૦૨૪ મંગળવાર, સંવંત ૨૦૮૦ ફાગણ સુદ સુદ બીજ, રેવતી નક્ષત્ર, શુક્લ યોગ, તૈતિલ કરણ
આજે રાત્રે ૮.૩૦ સુધી જન્મેલાંની ચંદ્રરાશિ મીન (દ, ચ, ઝ, થ) ત્યારબાદ મેષ (અ, લ, ઈ) રહેશે
મેષ (અ,લ,ઈ) : અંગત સંબંધોમાં સારું રહે,મનની વાત સારી રીતે વ્યક્ત કરી શકો,દિવસ લાગણી સભર રહે .
વૃષભ (બ,વ,ઉ) : તમારી જાત સાથે સંવાદ કરી શકો, મનોમંથન કરી શકો,મુશ્કેલીમાં થી માર્ગ મળે,મધ્યમ દિવસ.
મિથુન (ક,છ,ઘ) : કોઈ કોઈ કાર્યમાં રુકાવટ આવતી જણાય, અટકેલા કાર્ય માટે બુદ્ધિપૂર્વક કુનેહ થી રસ્તા કાઢવા પડે.
કર્ક (ડ,હ) : નોકરિયાતવર્ગને સ્થિરતા પ્રાપ્ત થાય, ધંધો રોજગાર શોધતા મિત્રો માટે સારો દિવસ,પ્રગતિ થાય.
સિંહ (મ,ટ) : તમારા કાર્યમાં અંતરાયો દૂર કરી આગળ વધી શકો,મિત્રોની મદદ મળી રહે, લોકોની પ્રશંશા મળે, શુભ દિન.
કન્યા (પ,ઠ,ણ) : અગાઉ કરતા માહોલ જુદો લાગે, ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે,દિવસ એકંદરે સારો રહે.
તુલા (ર,ત) : દામ્પત્યજીવનમાં સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો,ભાગીદારીમાં કામ હોય તો સફળતા મળે.
વૃશ્ચિક (ન,ય) : કેટલીક બાબતોમાં મનમાં દ્વિધા રહ્યા કરે,ચોક્કસ નિર્ણય પર ના આવી શકો, કેટલીક બાબત છોડી ના શકો.
ધન (ધ,ભ,ફ,ઢ): વિવાlહયોગ્ય મિત્રો માટે શુભ સમય,સારી વાત આવી શકે છે, શુભ કાર્ય માટે સમય સાથ આપતો જણાય.
મકર (ખ,જ) : નવી વસ્તુની ખરીદી થાય,દિવસ આનંદ પ્રમોદ માં વીતે, જરૂરી ગેઝેટ્સ વસાવી શકો કે વ્યવસ્થા કરી શકો.
કુંભ (ગ,સ,શ ) : સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક, વેપારીવર્ગને સારું રહે,નોકરિયાતને મડયં રહે, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.
મીન (દ,ચ,ઝ,થ): સામાજિક કૌટુંબિક કાર્ય થાય,પરિવાર સાથે આનંદ માણી શકો, વાણી વિચારથી લોકો ને પ્રભાવિત કરી શકો.
માતા તારા વાક્શક્તિ આપનારી અને શત્રુનાશ કરનારી છે
ગ્રહોના રાજા સૂર્ય મહારાજ મીન રાશિમાં પ્રવેશવા જઈ રહ્યા છે વળી ત્યાં રાહુ સાથે ગ્રહણ યોગની રચના કરશે જે ઘણા દિગ્ગજ લોકો માટે તકલીફ ઉભી કરનાર બનશે અને ઘણા ઉંચા ગજાના લોકો આઇસોલેટ થતા જોવા મળશે બીમારીના લીધે કે કેઇસના લીધે કારાવાસ યોગની શક્યતા વધશે અને ઘણા હાઈ પ્રોફાઈલ લોકો માટે મુશ્કેલી ઉભી થતી જોવા મળશે તો અસ્તના શનિ મહારાજ રાજનીતિમાં મોટા ઉલટફેર લાવી રહ્યા છે .દશ મહાવિદ્યા વિષે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે સૌ પ્રથમ આપણે માં કાલી વિષે વાત કરી હતી જે કાળ દર્શાવે છે અને સમય પૂર્ણ થયે સૌએ કાળના ખપ્પરમાં હોમાવાનું નક્કી છે એ સૂચવે છે તો બીજી મહાવિદ્યા તારા, માતા કાલી જેવા જ લક્ષણો ધરાવે છે જાણે કે એની મિરર ઇમેજ હોય!! માં તારા આપણને સંસારમાં થી તારી શકે છે! શ્રી વશિષ્ઠ ઋષિએ એમની સાધના કરેલી અને તંત્રના રસ્તે માતાની પ્રાપ્તિ કરેલી બ્રહ્માંડની સમગ્ર ભૂમિકા સમજવા યુનિવર્સને સમજવા માટે કાલી અને તારા વચ્ચેના સામ્યને વિચારવું પડે!! માં તારાના હાથમાં સૂચક રીતે કાતર જોવા મળે છે જે પરિસ્થિતિને ચીરીને પણ સાધકને બહાર લાવી શકે છે!! માતા વાક્શક્તિ આપનારી અને શત્રુનાશ કરનારી છે તેનું એકનામ એકજટા પણ છે જે ઉગ્ર સાધનાનું સૂચન કરે છે!! કાલી અને તારા એ રાત્રી સાધના સૂચિત કરે છે અને તેના પરિણામોની સચોટતા વર્ણવે છે!!
-જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
૭૯૯૦૫૦૦૨૮૨