તા. ૧૯.૧૧.૨૦૨૩ રવિવાર, સંવંત ૨૦૮૦, કારતક સુદ છઠ, નક્ષત્ર: શ્રવણ, યોગ: વૃદ્ધિ, કરણ: ગર

આજે સવારે જન્મેલાંની ચંદ્રરાશિ મકર (ખ,જ) રહેશે

મેષ (અ,લ,ઈ): વિચારોનું આદાન પ્રદાન કરી શકો, મનોમંથન કરી શકો, કાર્ય માટે નવી યોજના બનાવી શકો.

વૃષભ (બ,વ,ઉ): તમારા કાર્યમાં ઈશ્વરી સહાય મળે, ધાર્યા કામ પર પડી શકો, નાના યાત્રા પ્રવાસ કરી શકો.

મિથુન (ક,છ,ઘ): ધીમે ધીમે પરિસ્થતિ તરફેણમાં આવે, મિત્રોની મદદ મળી રહે, વિચારોમાં પરિવર્તન જોવા મળે.

કર્ક (ડ,હ): સંયુક્ત સાહસોમાં સારું રહે, વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે, શુભ દિન.

સિંહ (મ,ટ): તમને વારંવાર દુઃખ હશે, અમુક સંબંધોમાં યોગ્ય પ્રતિભાવ ન મળે, નકારાત્મક વિચારો દૂર કરી આગળ વધશો તો લાભ થશે.

કન્યા (પ ,ઠ ,ણ ): ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રો ને આગળ સારું રહે, વિદેશ બાબત વિચારી શકો, મધ્યમ દિવસ.

તુલા (ર,ત): તમામ ભૌતિક સુખ સગવડ આપતો દિવસ, પ્રગતિ થાય, નવી વસ્તુ વસાવી શકો, લાભ દાયક દિવસ.

વૃશ્ચિક (ન, ય ): ભાઈ ભાંડુ સુખ સારું રહે, મિત્રોની મદદથી કાર્ય સિદ્ધ થાય, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

ધન (ધ, ભ, ફ, ઢ ): સામાજિક કૌટુંબિક કાર્ય કરી શકો, તમારા વિચારોની સરાહના થાય, દિવસ શુભ રહે.

મકર (ખ, જ ): તમારી જાતને સમજવાની તક મળે, એકાંત થી લાભ થાય, મનોમંથન કરવું જરૂરી બને.

કુંભ (ગ, સ, શ ): વાણી વર્તનમાં વિશેષ કાળજી રાખવી પડે, કોઈને તમારાથી દુઃખના થાય તે કાળજી રાખજો, દિવસ મધ્યમ રહે.

મીન (દ, ચ, ઝ, થ): મિત્રો સાથે હળવાશની પળો વિતાવી શકો, અણધાર્યા લાભ થઇ શકે, ખુશીનો માહોલ રહે, આનંદદાયક દિવસ.

– જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
૭૯૯૦૫૦૦૨૮૨

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.