તા. ૩.૨.૨૦૨૩ શુક્રવાર
સંવંત ૨૦૭૯ મહા સુદ તેરસ
નક્ષત્ર : પુનર્વસુ
યોગ : વિસકુમ્ભ
કરણ : ગર
આજે બપોરે ૨.૦૧ સુધી જન્મેલાંની ચંદ્રરાશિ મિથુન (ક,છ,ઘ) રહેશે.
મેષ(અ,લ,ઈ): પ્રોપર્ટી અંગે યોગ્ય નિર્ણય લઇ શકો, જમીન મકાન વાહન સુખ સારું રહે,દિવસ પ્રગતિકારક રહે.
વૃષભ(બ,વ,ઉ): નવા કાર્યમાં આગળ વધી શકો, સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય,આગળ વધવાની તક મળે.
મિથુન(ક,છ,ઘ): ભાગીદારી માં કાળજી રાખવી પડે , આર્થિક બાબતોમાં મધ્યમ રહે,અન્ય બાબતો માં સારું રહે.
કર્ક(ડ,હ): તમારા ખુદ માટે સમય કાઢી શકો, તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.
સિંહ(મ,ટ): કેટલાક એવા બનાવ બને કે દિવસ દરમિયાન માનસિક વ્યગ્રતા અને ઉશ્કેરાટ રહે,સાંજ ખુશનુમા વીતે.
કન્યા(પ,ઠ,ણ): ગણતરી વિનાના સાહસ ના કરવા સલાહ છે આવક કરતા જાવક વધી ના જાય તે જોવું,હિસાબ રાખવો.
તુલા(ર,ત): અગાઉ ના સમયમાં તમે કરેલા કાર્યના સારા પરિણામ આજે મેળવી શકો, કર્મના સિદ્ધાંતને સમજી શકો , શુભ દિન.
વૃશ્ચિક(ન,ય): ઇષ્ટદેવની આરાધનાથી લાભ થાય, ધ્યાન યોગ મૌન થી લાભ થાય,આધ્યાત્મિક ચિંતન થાય.
ધન(ધ,ભ,ફ,ઢ ): દિવસ દરમિયાન દોડધામ રહે, સાંજ પછી નસીબ સાથ આપતું જણાય,અંગત મિત્રો સાથે મતભેદ દૂર કરી શકો.
મકર(ખ,જ): જાહેરજીવનમાં ધ્યાન આપી શકો, આંતરિક સંબંધોમાં સારું રહે,મનની વાત વ્યક્ત કરી શકો.
કુંભ(ગ,સ,શ):હિત શત્રુઓ થી સાવધ રહેવું,વધુ પડતા વિશ્વાસે ના ચાલવું, વ્યક્તિગત દેખરેખથી કામ કરવું.
મીન(દ,ચ,ઝ,થ): પ્રણય માર્ગે આગળ વધી શકો,ગમતી વ્યક્તિથી વાતચીત થાય, મનની વાત વ્યક્ત કરી શકો.
–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી