તા ૧૧.૭.૨૦૨૪ ગુરુવાર ,સંવંત ૨૦૮૦ અષાઢ સુદ પાંચમ , પૂર્વાફાલ્ગુની નક્ષત્ર , વરિયાન યોગ, કૌલવ કરણ આજે રાત્રે ૭.૪૮ સુધી જન્મેલાંની ચંદ્રરાશિ સિંહ (મ,ટ) ત્યારબાદ કન્યા (પ ,ઠ ,ણ ) રહેશે.
મેષ (અ,લ,ઈ) : પરિસ્થિતિ ધીમે ધીમે તરફેણમાં આવે, વિધાર્થીવર્ગ એકાગ્રતાથી આગળ વધી શકે,સફળતા મળે,શુભ દિન.
વૃષભ (બ,વ,ઉ) : નવી વસ્તુની ખરીદી કરી શકો, સુખ સગવડના સાધનો વસાવી શકો, દિવસ આનંદદાયક રહે.
મિથુન (ક,છ,ઘ) : કાર્યમાં સફળતા મળતી જણાય,ભાઈ ભાંડુ સુખ સારું રહે,સામાજિક કાર્ય કરી શકો,શુભ દિન.
કર્ક (ડ,હ): પોઝિટિવ વાણીનો મહિમા સમજી શકો, તમારા સૌમ્ય વાણી-વર્તન થી અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો.
સિંહ (મ,ટ) : આજના દિવસે કામકાજ માં સફળતા મળે,તમારા ક્ષેત્ર માં આગળ વધી શકો,પ્રગતિ થાય.
કન્યા (પ ,ઠ ,ણ) : કાર્યમાં થોડો વિલંબ થતો જોવા મળે, બિનજરૂરી વિવાદો ટાળવા,બોલવા માં કાળજી રાખવા સલાહ છે.
તુલા (ર,ત) : નવા સંબંધોમાં અને વર્તુળમાં સારું રહે, સગા સ્નેહી મિત્રો થી સારું રહે,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
વૃશ્ચિક (ન ,ય) : નોકરિયાતવર્ગે કાળજી રાખવી પડે, સ્ત્રી વર્ગ નેમધ્યમ રહે,ધીમી પ્રગતિ જોવા મળે,સુંદર દીવસ.
ધન (ધ,ભ,ફ,ઢ ): ઇષ્ટદેવના સ્મરણથી કાર્ય પાર પડે, નસીબ સાથ આપે,ધીમે-ધીમે પરિસ્થિતિ તરફેણ માં આવે.
મકર (ખ,જ) : કેટલીક બાબતો મનમાં ખુચ્યા કરે, માનસિક વ્યગ્રતા જણાય,મન નું ધાર્યું ના થાય,મધ્યમ દિવસ.
કુંભ (ગ ,સ,શ) :રાજનીતિમાં અને જાહેરજીવનમાં સારું રહે,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય,શુભ દિન.
મીન (દ,ચ,ઝ,થ): જીવન પદ્ધતિમાં ફેરફાર કરવાની જરૂરત જણાય, તબિયતની કાળજી લેવી,ખાવા પીવા માં કાળજી લેવી,મધ્યમ દિવસ.
—-જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી