મેષ રાશિફળ (Aries): આજે તમારો દિવસ કોઈ ખાસ યોજનાનું પ્લાનિંગ કરવામાં પસાર થશે. એ વાત ઘર પરિવાર કે પછી ઓફિસ સાથે જોડાયેલી હોઈ શકે છે. અધિકારીવર્ગ સાથે સારું ટ્યૂનિંગ રહેશે. લોકો તમારી વાતને મહત્વ આપશે અને તમારી કાર્યયોજનાની પ્રશંસા કરશે. આજે ગ્રહોના શુભ પ્રભાવથી સફળતા મળશે. દિવસના ઉત્તરાર્ધમાં ધન વૃદ્ધિ થવાથી મનમાં આનંદ રહેશે.
વૃષભ રાશિફળ (Taurus): આજે ગ્રહો તમારી સાથે છે અને કોઈ ખાસ ઘટનાક્રમ અંતર્ગત રોકાયેલું ધન અચાનક પ્રાપ્ત થવાથી સમગ્ર પરિવારમાં આનંદ રહેશે. આજે બધાની મહેનત સફળ થશે. આજે તમારો વિશ્વાસ ધર્મ તેમજ આધ્યાત્મમાં વધશે. રોજબરોજના કામમાં બેદરકારી ન રાખતા. વિદ્યાર્થીઓ માટે પણ દિવસ શુભ છે. વિરોધી પક્ષ તમારા માટે કોઇ પરેશાની ઊભી કરી શકે છે. પરંતુ તમારું કઇં જ ખરાબ થઇ કરી શકશે નહીં.
મિથુન રાશિફળ (Gemini) : આજે ગ્રહોની દશા તમારા માટે અનુકૂળ જણાઈ રહી છે. કર્મ કરનારા લોકોને તત્પરતાથી લાભ થશે. સ્વજનો તરફથી સુખ પ્રાપ્ત થશે અને પરિવારમાં મંગળ કાર્યોનું આયોજન થઈ શકે છે. પરંતુ, સૌથી જરૂરી છે એ વાતનું ધ્યાન રાખવું કે લોકોમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે. આજનો દિવસ તમને વિશેષ લાભ આપનારો દેખાઈ રહ્યો છે. દિવસના પૂર્વાર્ધમાં છૂટક લાભ થઈ શકે છે.
કર્ક રાશિફળ (Cancer) : આજનો દિવસ મિશ્રિત ફળકારક છે. મોટા અધિકારીઓ સાથે કોઈ વાતને લઈને અણબનાવ થઈ શકે છે અને તેનાથી તમને નુકસાન થઈ શકે છે. ક્રોધ પર નિયંત્રણ જાળવી રાખજો. પ્રભાવશાળી લોકોની સાથે નવા સંબંધ બનાવવાથી ભાગ્ય ચમકશે. સામજિક રીતે સન્માન મળશે. આજનો દિવસ શુભ છે અને તમે તમારામાં જ ઘણા વ્યસ્ત રહેવાના છો. આજે કેટલાક રોકાયેલા કામો થઈ જવાથી મનમાં આનંદ રહેશે અને તણાવ તમારાથી ઘણો દૂર રહેશે.
સિંહ રાશિફળ (Leo) : આજે તમારે સંતાનના મામલે પણ કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવો પડી શકે છે. ઘરમાં લગ્નની વાત ચાલી શકે છે. નવી યોજનાઓ તરફ ધ્યાન આપજો. અચાનક લાભ થઈ શકે છે. આજે કોઇ નવી જાણકારી કે સમાચાર મળી શકે છે. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ કઢાવી શકો છો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમતને વધારી શકે છે.
કન્યા રાશિફળ (Virgo) : આજનો દિવસ મિશ્ર રહેશે. આજે કાર્યક્ષેત્રમાં સીનિયર અધિકારીઓ સાથે અણબનાવ થઈ શકે છે. તો લગ્નજીવનમાં સરળતા જળવાઈ રહેશે. પરાક્રમમાં વધારાથી શત્રુઓનું મનોબળ તૂટશે. દિવસના ઉત્તરાર્ધમાં અચાનક અતિથીઓના આગમનથી વ્યય વધી શકે છે. આજે દિવસ થોડો મુશ્કેલીભર્યો પસાર થશે. જો તમે વેપારી છો, તો આજે બિનજરૂરી વધુ પરિશ્રમ કરવો પડી શકે છે.
તુલા રાશિફળ (Libra) : આજે શત્રુઓથી બચવાનો પ્રયાસ કરજો. ઓફિસમાં કોઈ બોસ સમક્ષ તમારી ફરિયાદ કરી શકે છે. સમસ્યાઓનું સમાધાન ન મળાથી માનસિક અશાંતિ રહેશે. તમારે દરેક મામલામાં સાવચેત રહેવાની જરૂર છે. કોઈ અજાણી વ્યક્તિ સાથે આજે લેવડ-દેવડ ન કરતા. આવકના સાધન વધવાની સાથે-સાથે ખર્ચ પણ વધશે. એટલે અત્યારથી તમારું બજેટ જાળવીને ચાલશો તો યોગ્ય રહેશે. ધ્યાન રાખો કે કોઇ કાયદાકીય વિવાદમાં પણ તમે ફસાઇ શકો છો.
વૃશ્ચિક રાશિફળ (Scorpio): જો કોઈ તમારી ટીકા કરી રહ્યું છે તો તેના તરફ ધ્યાન ન આપીને તમારું કામ કરતા રહો. આગળ જતા સફળતા મળશે. રૂપિયાને લગતી યોજનાઓ સફળતા તરફ આગળ વધતી જોવા મળશે. આજે, જે બાબતો વિશે ચિંતા અનુભવાતી હતી તેના વિશે વિચાર્યા પછી, તેનો ઉકેલ શોધવાની કોશિશ કરવી. કરિયર સાથે જોડાયેલી તક નવી વસ્તુઓ શીખવાની તક આપશે, અત્યારે આ તકથી આર્થિક લાભની આશા ન રાખો.
ધન રાશિફળ (Sagittarius) : આજે તમારા મનમાં કોઈ વાતને લઈને પહેલેથી ચાલી રહેલી મૂઝવણમાં વધારો થઈ શકે છે. આખો દિવસ કોઈ પ્રકારની મૂઝવણમાં રહેશો. સમસ્યાઓનું સમાધાન ન મળાથી માનસિક અશાંતિ રહેશે. ક્યાંક મુસાફરીનો પ્લાન બનાવીને કેન્સલ થઈ શકે છે. ઈશ્વર બધું સારા માટે જ કરે છે. મુશ્કેલ પરિસ્થિતિમાં મિત્રોનો સહયોગ તમને તમારી પરિસ્થિતિ સામે લડવાની હિંમત આપશે. ભલે કોઈ તમને પૈસાથી મદદ ન કરી શકે, પરંતુ કોઈ અન્ય આ રીતે તેમને જે મદદ મળી રહી છે તે તમારી સમસ્યાનું સમાધાન કરી શકે છે.
મકર રાશિફળ (Capricorn) : નોકરી-વ્યવસાય સાથે જોડાયેલા કેટલાક મુદ્દા હલ થઈ જશે અને પરિવારમાં પણ સુખ સમૃદ્ધિ જળવાઈ રહેશે. એ વાતનું ધ્યાન રાખજો કે કોઈ પણ વ્યવસાય નાનો કે મોટો નથી હતો. કારોબારમાં લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે હાલ વધારે મહેનત કરવાની જરૂરિયાત રહેશે. તમને આ મહેનતનું સારું પરિણામ પણ પ્રાપ્ત થશે. મશીન, સ્ટાફ વગેરે સાથે જોડાયેલી નાની-મોટી સમસ્યાઓ ઊભી થઇ શકે છે.
કુંભ રાશિફળ (Aquarius) : આજે ગ્રહોની દશા જણાવી રહી છે કે આજે સમગ્ર દિવસ બીજાના કામ માટે દોડાદોડ રહેશે. તો, સંતાન સાથે જોડાયેલી સમસ્યાઓને હલ કરવામાં તમને આજે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. કોઈ સ્પર્ધામાં તમારી જીત થઈ શકે છે. કોઈ ખાસ ઉપલબ્ધિથી પણ તમારું મન પ્રસન્ન રહેશે. આળસ અને મોજ-મસ્તીમાં વધારે સમય ખરાબ ન કરો. કોઇ મનગમતું કામ પૂર્ણ થવાથી મનમાં સુકૂન અને સુખ રહેશે.
મીન રાશિફળ (Pisces) : વાહન, જમીન ખરીદી અને સ્થાન પરિવર્તનના સુખદ સંયોગ પણ બની રહ્યા છે. સાંસારિક સુખ ભોગ તેમજ ઘર પરિવારના ઉપયોગની પ્રિય વસ્તુની ખરીદી થઈ શકે છે. આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો.