મેષ રાશિફળ (Aries): આજનો દિવસ તમારા કાર્યક્ષેત્રમાં મુશ્કેલી ભરેલો હોઈ શકે છે. કોઈ ગેરસમજના કારણે ઓફિસમાં સહયોગીઓ સાથે વિવાદ થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં મુશ્કેલી અને મહેનત વધારે રહેશે. વાતચીતમાં સંયમ રહે અને સમજીને વાતો કરો. કોઈ સંપત્તિને લઈને પરિવારમાં વિવાદની સ્થિતિ ઊભી થઈ શકે છે. આજ કાર્યક્ષેત્રમાં વધારાની જવાબદારી અને ધાર્મિક કાર્યોમાં વ્યસ્તતા વધશે. સંપત્તિનો વિસ્તાર થશે અને આવકમાં વૃદ્ધિ થશે.
વૃષભ રાશિફળ (Taurus): આજનો દિવસ તમારા માટે દૈવી કૃપાવાળો બની શકે છે. માતાનું સાનિધ્ય અને આશિર્વાદ ખાસ રીતે ફળદાયી રહેશે. ઘણા સમયથી રોકાયેલું ધન કોઈ મહાપુરૂષના સહયોગથી પ્રાપ્ત થઈ જશે. આવું થવાના કારણે તમને આનંદની સાથે ઉત્સાહની પ્રાપ્તિ થશે. આજનો દિવસ તમારા માટે સુખદ રહેશે કેમ કે આજે તમે વિચારેલા કાર્ય પૂર્ણ થઈ શકે છે.
મિથુન રાશિફળ (Gemini): આજે તમારા ભાગ્યનો ઉદય, ધન, ક્રમ, કીર્તિની વૃદ્ધિ, શત્રુ ચિંતાઓનું દમન થશે. સર્વત્ર વિજય, સફળતાની પ્રાપ્તિ, હર્ષ મંગળમય પરિવર્તન અને મનોરથ સિદ્ધ થવાથી પ્રસન્નતા રહેશે. આજનો તમારો દિવસ મિશ્ર ફળદાયક છે. પ્રત્યેક મામલામાં મિશ્ર પરિણામો મળશે. ધર્મ-કર્મ પ્રત્યે આસ્થા વધશે. સંપત્તિના સુધાર તથા સારસંભાળમાં ખર્ચ વધશે. આજના દિવસમાં કેટલાક નજીકના મિત્રો તથા સંબંધીઓનું આગમન થઈ શકે છે.
કર્ક રાશિફળ (Cancer): આવક માટે નવા સ્ત્રોત વિકસીત થશે. તમને મળી રહેલાં રૂપિયાનો યોગ્ય રીતે ઉપયોગ કરવાના માર્ગો આજે તમને મળી શકે છે. જેના દ્વારા જીવનમાં સુખ-શાંતિ રહેશે. સાથે જ રૂપિયા સાથે જોડાયેલ તણાવ પણ ઘટવા લાગશે.
કામને યોગ્ય સમયે પૂર્ણ કરવું મુશ્કેલ લાગી શકે છે. આજે ગ્રહોની દશા તમારા દિવસને અનુકૂળ બનાવી રહી છે. સુખ-સંપત્તિમાં વિસ્તાર થશે
સિંહ રાશિફળ (Leo): પરિવારમાં સુખ-શાંતિનું વાતાવરણ રહેશે. કોઈ વડીલ તરફથી આશિર્વાદમાં ધનની પ્રાપ્તિ થઈ શકે છે. નોકરીમાં સ્થાન પરિવર્તન સાથે ઉન્નતીનો યોગ છે. પારિવારિક જીવનમાં સમરસતા બની રહેશે. આજની સ્થિતિ તમારા ભાગ્યને બળવાન કરી રહી છે. વિરોધી તત્વ નુકસાન પહોંચાડવાની કોશિશ કરશે પરંતુ સફળ થઈ શકશે નહીં એટલે નિશ્ચિંત રહો. અટવાયેલાં કાર્યો પૂર્ણ કરતા માટે ધ્યાન કેન્દ્રિત કરો. આજનો દિવસ તમારા માટે થોડો વ્યસ્ત રહેશે. પરંતુ સારા પરિણામ મળવાથી થાકનો અનુભવ નહીં થાય. સંતાન સુખમાં વૃદ્ધિ થશે અને ક્યાંકથી વસ્ત્રાદીની ભેટ મળશે.
કન્યા રાશિફળ (Virgo): આજે ગ્રહો જણાવી રહ્યા છે કે આજે તમારા ઘરમાં કોઈ શુભ કાર્યના આયોજનથી મનમાં પ્રસન્નતા અને વ્યસ્તતા રહેશે. ખાસ મિત્રોના સહયોગથી વ્યવસાયના નવા સ્ત્રોત બનશે. આવક વધશ, અચાનક મોટા પ્રમાણમાં રૂપિયા હાથમાં આવવાથી મનોબળ વધશે. આજનો દિવસ શુભ રહેશે. નોકરીમાં ઉચ્ચ પદની પ્રાપ્તિનો યોગ બની શકે છે. સંતાન તરફથી સુખદ સમાચાર મળશે. રહેણી-કરણી અને ખાન-પાનનું સ્તર વધશે.
તુલા રાશિફળ (Libra): ગ્રહોની સ્થિતિથી ખ્યાલ આવી રહ્યો છે કે આજનો દિવસ કાર્યક્ષેત્રમાં ઘણો વ્યસ્તતા ભરેલો રહેશે. આવકમાં વૃદ્ધી થશે. બૌદ્ધિક કાર્યો તથા લેખન વગેરેથી પણ આવક થશે. ક્રોધથી બચો. સંતાન પક્ષને પણ ઉચ્ચ શિક્ષા અને શોધ વગેરેમાં સાર્થક પરિણામ મળશે. આજે કોઈપણ કામમાં વધારે મહેનતની જરૂરિયાત છે. આ મહેનત સુખદ પરિણામ આપી શકે છે. એટલે તમે તમારા કાર્યો પ્રત્યે સમર્પિત રહેશો. વિદ્યાર્થીઓને પણ અભ્યાસ અને કરિયરને લગતી કોઈ સમસ્યાનું સમાધાન મળી શકે છે.
વૃશ્ચિક રાશિફળ (Scorpio): આજનો દિવસ તમારા માટે ઘણો કઠીન રહેશે. પ્રત્યેક કામમાં પડકારો અને અડચણો આવી શકે છે. અકસ્માતે બિનજરૂરી ખર્ચ વધી શકે છે. જો તમે નોકરીમાં છો તો અધિકારીઓનો સહયોગ મળશે. સંધ્યાકાળના સમયે ધાર્મિક સાહિત્ય વાંચવામાં રસ વધશે. બાળકોની કોઈ જિદ્દ કે અડિયલ સ્વભાવ પરેશાનીનું કારણ બની શકે છે. એટલે પરિવારમાં અનુશાસન જાળવી રાખવું જરૂરી છે. અજાણ્યા લોકો ઉપર વિશ્વાસ ન કરો.
વ્યવસાયઃ- આજે વેપાર અંગે કોઈ પ્રકારની બેદરકારી ન કરો
ધન રાશિફળ (Sagittarius): , નવા સુંદર વસ્ત્રો પ્રત્યેત તમારું ખેંચાણ વધશે. શક્ય છે કે શોપિંગ માટે પણ જઈ શકો છો. તમારા ભયનો સામનો કરવાની શક્તિ તમને પ્રાપ્ત થવાના કારણે થોડી વાતોમાં રિસ્ક લઈને તમે આગળ વધવાની કોશિશ કરશો. કામને લગતા તણાવ માત્ર તમારા વિચારોને કારણે રહી શકે છે.
કરિયરઃ- કામને લગતો ઉત્સાહ ઓછો અનુભવ થશે.
મકર રાશિફળ (Capricorn):
. ઉત્તમ મિત્રોના સહયોગથી મનમાં નિરાશાનો ભાવ સમાપ્ત થશે. સાંજથી રાત સુધી અધ્યયન, પઠનમાં મન લાગશે. ઉતાવળ અને વધારે ઉત્સાહિત થવાથી તમારા બનતા કાર્યો ખરાબ થઈ શકે છે. એટલે તમારા સ્વભાવમાં ધૈર્ય અને સંયમ જાળવી રાખો. સાથે જ ગુસ્સા અને આવેશ ઉપર કાબૂ રાખો.
વેપારના વિસ્તારને લગતી યોજનાઓ ઉપર ગંભીરતાથી વિચાર કરો
કુંભ રાશિફળ (Aquarius): નોકરીમાં ઉચ્ચ પદની પ્રાપ્તિની સંભાવના રહેલી છે. ગ્રહોમાં ફેરફારના કારણે સ્વભાવમાં થોડું ચિડિયાપણું આવી શકે છે. આવક સંતોષજનક રહેશે. મોસાળ પક્ષથી ધનની પ્રાપ્તિનો યોગ છે. પ્રોપર્ટી અને વાહનને લગતી ખરીદદારીને લઇને ઉધાર લેવું પડી શકે છે. તમારી સંપત્તિ અને સમૃદ્ધિમાં વધારો થઈ શકે છે. ચિંતા ન કરશો. તમારા ખોટા ખર્ચ ઉપર નિયંત્રણ રાખો.
મીન રાશિફળ (Pisces): ક્રોધથી બચો, ક્યાંક જીવનસાથી સાથે વૈચારિક મતભેદો ઊભા ન થાય. સંધ્યાકાળના સમયે ધાર્મિક આયોજનમાં ભાગીદારી કે ધાર્મિક યાત્રા થઈ શકે છે. આજે અન્ય લોકોની સમસ્યા અને કાર્યોને ઉકેલવામાં તમે મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવશો. તમારા કાર્યોની અપેક્ષા અન્ય લોકોની મદદમાં વધારે સમય પસાર થશે. જેથી તમારા માટે સારી સન્માનનીય સ્થિતિઓ બની શકે છે.