તા. ૧૯.૧૦.૨૦૨૩ ગુરુવાર, સંવંત ૨૦૭૯ આસો સુદ પાંચમ, જ્યેષ્ઠા નક્ષત્ર, સૌભાગ્ય યોગ, બવ કરણ. આજે રાત્રે ૯.૦૪ સુધી જન્મેલાંની ચંદ્રરાશિ વૃશ્ચિક (ન,ય) ત્યારબાદ ધન (ધ,ભ,ફ,ઢ) રહેશે.
મેષ (અ,લ,ઈ) : અંગત જીવનમાં સારું રહે,મનોમંથન કરી શકો.વિચારોમાં પરિવર્તન જણાય ,શુભ દિન.
વૃષભ (બ,વ,ઉ) : વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે, વિવાહિતને દામ્પત્યજીવનમાં સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો.
મિથુન (ક,છ,ઘ) : ભાગીદારીમાં સારું રહે, જાહેરજીવનમાં આગળ વધી શકો અને તમારું પ્રભુત્વ દર્શાવી શકો ,દિવસ શુભ રહે.
કર્ક (ડ,હ) : વિદ્યાર્થીવર્ગને અભ્યાસમાં સારું રહે, વિદેશ જવા ઇચ્છતા મિત્રો માટે સારું, સંતાન અંગે સારું રહે,યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લઇ શકો.
સિંહ (મ,ટ) : નવી વસ્તુની ખરીદી થાય,સુખ સગવડ પ્રાપ્ત થાય, અન્ય મિત્રોને મદદરૂપ બની શકો , દિવસ સંતોષજનક રહે.
કન્યા (પ ,ઠ,ણ) : ગણતરી પૂર્વક આગળ વધશો તો લાભ થશે, સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય,રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.
તુલા (ર,ત) : આર્થિક બાબતોમાં મધ્યમ રહે,આવક જાવક સમજીને કરવા, મનમાં સંતોષ અને રાજીપો રહે, શુભ દિન.
વૃશ્ચિક (ન,ય) : તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય,નવી પ્રતિભા કેળવી શકો, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો.
ધન (ધ,ભ,ફ,ઢ) : કોઈ બાબતમાં વધુ દલીલથી દૂર રહેવું, વાદ-વિવાદથી દૂર રહેવું,અંગત મિત્રો સાથે મતભેદ નિવારવા પડે.
મકર (ખ,જ) : આકસ્મિત લાભ થાય, મુશ્કેલીમાં આશાનું કિરણ દેખાય, મુસાફરીના યોગ બની રહ્યા છે, દોડધામ રહે.
કુંભ (ગ ,સ,શ): વેપારીવર્ગને લાભ થાય, સ્ત્રીવર્ગને મધ્યમ રહે, નોકરિયાતવર્ગને સારું રહે,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
મીન (દ,ચ,ઝ,થ): નસીબ સાથ આપતું જણાય,નવીન તક હાથ માં આવે પરંતુ તેને કાર્યમાં રૂપાંતરિત કરવા મહેનત કરવી જરૂરી બને છે.
તુલા રાશિમાં સૂર્ય મંગળ બુધ અને કેતુ એમ ચાર ગ્રહોની યુતિ થઇ રહી છે
ગ્રહોના રાજા સૂર્ય મહારાજ તુલામાં પ્રવેશ ચુક્યા છે અને આજરોજ વેપાર વાણિજ્ય અને વાણીના ગ્રહ બુધ મહારાજ પણ તુલા રાશિમાં પહોંચી રહ્યા છે જેથી તુલા રાશિમાં સૂર્ય મંગળ બુધ અને કેતુ એમ ચાર ગ્રહોની યુતિ થઇ રહી છે જે ગુરુ અને રાહુ સાથે પ્રીતિયુતિમાં છે આમ છ ગ્રહો મેષ અને તુલા ધરીમાં ચાલી રહ્યા છે, જેથી ચાર ગ્રહો રાહુ કેતુની સીધી અસરમાં આવી રહ્યા છે જેમાં સરકાર અને સત્તાના સ્વામી સૂર્ય, સેનાપતિ અને યુદ્ધના કારક મંગળ અને વ્યાપાર,વાણિજ્ય શેરબજાર,બેન્કિંગના કારક બુધ મહારાજ સામેલ છે જેના કારણે હમણાં જ કેટલીક મોટી બેન્કોને રિઝર્વ બેન્ક દ્વારા મોટા દંડ પણ કરવામાં આવ્યા અને મંગળ કેતુ યુતિના કારણે યુદ્ધની સ્થિતિ વણસી રહી છે તે આપણે જોઈ રહ્યા છીએ. આજરોજ ગુરુવાર ને પાંચમું નોરતું છે. પાંચમા નોરતે માતા સ્કંદમાતાની આરાધના થાય છે, દેવી તેમના પુત્ર કાર્તિકેયની સાથે છે. એટલે કે આ રૂપમાં દેવી સંપૂર્ણપણે મમતા વરસાવતા જોવા મળે છે, દેવી અહીં વાત્સલ્ય મૂર્તિ બને છે. કાર્તિક સ્વામી એ મહાદેવ અને પાર્વતીના પુત્ર છે. જેમનું એક નામ છે સ્કંદ. અને આ સ્કંદ નામ પરથી જ દેવી સ્કંદમાતાના નામે પૂજાય છે. દેવીને ચાર ભુજાઓ છે. તેમણે ઉપલા બે હાથમાં કમળ ધારણ કરેલાં છે. ત્રીજા હાથે તેમણે ખોળામાં બેઠેલ બાળ કાર્તિકેયને પકડેલા છે. તથા તેમનો ચોથો હાથ વરદમુદ્રામાં છે. દેવીનું વાહન સિંહ છે. નવરાત્રીના પાંચમા દિવસે નવદુર્ગાનાં આ સ્વરૂપનું પૂજન અર્ચન કરાય છે.
-જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
૭૯૯૦૫૦૦૨૮૨