તા. ૬.૮.૨૦૨૩ રવિવાર , સંવંત ૨૦૭૯ અધિક શ્રાવણ વદ પાંચમ, રેવતી  નક્ષત્ર, દ્યુતિ  યોગ, ગર  કરણ આજે   જન્મેલાંની ચંદ્રરાશિ  મીન (દ,ચ,ઝ,થ) રહેશે.

મેષ (અ,લ,ઈ) : વિદ્યાર્થી વર્ગે વધુ મહેનત કરવી પડે, સ્ત્રીવર્ગએ સમજીને ચાલવું પડે,નિર્ણયમાં ઉતાવળ ના કરવી.

વૃષભ (બ,વ,ઉ) : આકસ્મિત લાભ થાય,જુના મિત્રોને મળવાનું બને,મનની વાત વ્યક્ત કરી શકો, શુભ દિન.

મિથુન (ક,છ,ઘ) : વેપારીવર્ગને ખરીદ વેચાણમાં લાભ આપતો દિવસ,નોકરિયાતવર્ગને પણ સારું રહે, આગળ વધી શકો.

કર્ક (ડ,હ) : આધ્યત્મિક ચિંતન થાય,મનોમંથન કરી શકો,ઘણા રહસ્યો પ્રાપ્ત કરી શકો, શુભ દિન.

સિંહ (મ,ટ) : માનસિક વ્યગ્રતા જણાય,મનનું ધાર્યું ના થાય,મૂડ વારંવાર બદલાતો જોવા મળે,  મધ્યમ દિવસ.

કન્યા (પ,ઠ,ણ) : મિત્રો સાથે બગડેલા સંબંધ સુધારી શકો, યાત્રા પ્રવાસનું આયોજન કરી શકો, દિવસ આનંદદાયક રહે.

તુલા (ર,ત) : ઘણી નવી પરિસ્થિતિમાં થી પસાર થવાનું આવશે, નવા વાતાવરણને સમજી એ મુજબ ચાલી શકો,દિવસ એકંદરે સારો.

વૃશ્ચિક (ન,ય) : વિદેશ જવા ઇચ્છતા મિત્રો માટે સમય સારો રહે,કામગીરી આગળ વધે, પેપરવર્ક કરી શકો .

ધન (ધ,ભ,ફ,ઢ): પ્રોપર્ટી અંગે યોગ્ય નિર્ણય લઇ શકો,કામકાજ માં પ્રગતિ થાય, આપેલ વાયદા પુરા કરી શકો .

મકર (ખ,જ) : તમારી અંદરની પ્રતિભા બહાર લાવી શકો,ખુદ માટે સમય પણ ફાળવી શકો,કાર્યમાં સફળતા મળે.

કુંભ (ગ,સ,શ ) : પરિવાર માં સુખ શાંતિ રહે,વ્યક્તિગત રીતે કેટલાક પ્રશ્નો મુન્જાવતા જણાય ,ઊંઘ આવવામાં પ્રશ્નો થતા લાગે.

મીન (દ,ચ,ઝ,થ): ઘણા લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હો તેવી ઘટના બને,સામાજિક રીતે તમારી સ્વીકૃતિ વધે, શુભ દિન .

–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી

–વિદેશનીતિમાં ઘણો બદલાવ આવતો જોવા મળશે

ગ્રહોના રાજા સૂર્ય મહારાજ આશ્લેષા નક્ષત્રમાં પ્રવેશ ચુક્યા છે જે વાતાવરણમાં ફેરફાર આપનાર બને છે તો બીજી તરફ શુક્ર વક્ર ગતિએ કર્ક રાશિમાં પ્રવેશવા જઈ રહ્યા છે જ્યાં સૂર્ય સાથે યુતિ માં આવશે જેથી બે મહિલાઓ વચ્ચે પાવર માટે કે કોઈ વ્યક્તિ માટે લડાઈ થતી જોવા મળે વળી શુક્રના ક્ષેત્રના લોકો એટલે કે કલાના ક્ષેત્રના લોકો પોતાના ક્ષેત્રની બહારના વિધાનો કરતા જોવા મળે વળી અગાઉ અત્રે લખ્યા મુજબ સરકાર ધીમે ધીમે હરકતમાં આવે અને મહત્વના નિર્ણય લેતી જોવા મળે જેમના ઘણા નિર્ણયો લેવાય પણ રહ્યા છે અને મંગળ શનિ પ્રતિયુતિમાં આતંકી ગતિવિધિ પણ તેજ થઇ છે જે વિષે પણ અત્રે લખી ચુક્યો છું વળી હાલમાં શનિ મંગળ પ્રતિયુતિ હરિયાણા થી લઇ ને મણિપુર સુધી આંતરવિગ્રહ જેવી સ્થિતિનું નિર્માણ કરે છે અને અન્ય દેશોમાં પણ આ પ્રકારની ઘટના જોવા મળે છે જો કે મંગળ કન્યામાં આવતા સાથે પાક અને અન્ય દેશ સાથે મંત્રણા માટે ના માર્ગ ખુલતા જણાશે આ સમયમાં વિદેશનીતિમાં ઘણો બદલાવ આવતો પણ જોવા મળશે અને અનેક દેશો મંગળના કન્યામાં હશે ત્યારે મંત્રણા માટે ટેબલ પર મળશે.

–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
૭૯૯૦૫૦૦૨૮૨

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.