તા.૨૯.૧૨.૨૦૨૩ શુક્રવાર  ,સંવંત ૨૦૮૦, માગશર વદ બીજ, પુષ્ય   નક્ષત્ર, વૈદ્યુતિ   યોગ,વણિજ  કરણ આજે   જન્મેલાંની ચંદ્રરાશિ  કર્ક (ડ,હ) રહેશે.

મેષ (અ,લ,ઈ) : નાની નાની ખુશી પ્રાપ્ત કરી શકો, પરિવાર સાથે આનંદ માણી શકો,મુસાફરી થાય,શુભ દિન.

વૃષભ (બ,વ,ઉ) : તમારા વિચારોને અમલમાં મૂકી શકો .ભાઈ ભાંડુ સુખ સારું રહે,રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

મિથુન (ક,છ,ઘ) :  કાર્યમાં એક નવી શરૂઆત થતી લાગે, તમારા સૌમ્ય વાણી વર્તનથી અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો,શુભ દિન.

કર્ક (ડ,હ)   : ઘણા વણઉકેલ પ્રશ્નોના જવાબ આજે મેળવી શકશો, આજના દિવસે તમામ મોરચે તમે સારી રીતે આગળ વધી શકો.

સિંહ (મ,ટ) :  કોઈ બાબતને અહમનો  પ્રશ્ન  ના બનાવવો, વાદ વિવાદ થી દૂર રહેવું,મતભેદ નિવારવા સલાહ છે,મધ્યમ દિવસ.

કન્યા (પ ,ઠ ,ણ) : અંગત લોકો અને સગા સ્નેહી મિત્રોથી સારું રહે,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.દિવસ સારો રહે.

તુલા (ર,ત)  સ્ત્રીવર્ગ પોતાની પતિભા બતાવી શકે, વેપારીવર્ગ ને મધ્યમ રહે ,નોકરિયાત વર્ગની પ્રગતિ થાય.

વૃશ્ચિક (ન ,ય) : યોગ્ય સમય પર યોગ્ય નિર્ણય કરી શકો, ભાગ્યની દેવી રીઝતી જણાય,નવીન તક હાથમાં આવે.

ધન (ધ,ભ,ફ,ઢ ): જે બાબત વિચારી હોય તે બનતી જોવા મળે, દૂર દેશ થી સારા સમાચાર મળે,જુના મિત્રોને મળવાનું થાય.

મકર (ખ,જ) : સામાજિક રીતે આગળ વધી શકો, જાહેરજીવનમાં સારું રહે,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય,શુભ દિન.

કુંભ (ગ ,સ,શ) :ખાવા પીવામાં પરેજી રાખવી જરૂરી બને છે , તબિયતની કાળજી લેવી,વધુ પડતી દોડધામ નિવારવા સલાહ છે.

મીન (દ,ચ,ઝ,થ): વિદ્યાર્થીવર્ગને એકાગ્રતા રહે, સંતાન અંગે સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો,શુભ દિન.

–કર્ક રાશિના મિત્રો પોતાની પ્રતિભા બતાવી શકશે

આજરોજ બીજ વૃદ્ધિતિથિ છે અને સૂર્ય મહારાજ  પૂર્વાષાઢા નક્ષત્રમાં પ્રવેશ કરી રહ્યા છે જેથી વાતાવરણમાં ફેરફાર જોવા મળશે. તિથિ બીજ નવા કાર્ય શરુ કરવા માટે શુભ છે વળી શુભ વિચાર ને અમલમાં મુકવા કોઈ બાધા  કે પ્રતિજ્ઞા કે સંકલ્પ કરવા આજનો દિવસ શુભ છે બીજ ત્તિથી પર ચંદ્ર નો પ્રભાવ છે તેની વૃદ્ધિથી કર્ક રાશિના મિત્રો પોતાની પ્રતિભા બતાવી શકશે. સુર્ય, મંગળ અને ગુરુ  ધર્મ ત્રિકોણમાં બિરાજે છે! આ એક અત્યંત શુભ સંકેત છે કે સત્ય અને ધર્મની જીત થશે, અને પાખંડીઓની પોલ ખુલ્લી પડતી જોવા મળશે. સૂર્ય મંગળ અને ગુરુ ધર્મ ત્રિકોણમાં ભગવો રંગ બનાવે છે અને પ્રભુ શ્રી રામ માટે સમગ્ર દેશ ભાવવિભોર બન્યો છે! ધર્મ, જ્ઞાન અને કર્મના ત્રિકોણમાં આ મહત્વપૂર્ણ ગ્રહોની હાજરીથી ન્યાય, ઈમાનદારી અને સારા કર્મોને બળ અપાવે છે. જે સત્ય બોલશે અને સાચા રસ્તે ચાલશે, તેમને સહાય અને સફળતા પ્રાપ્ત થશે. જ્યારે ખોટા લોકો ખુલ્લા પડતા જોવા મળશે અદાલતો પણ ખુબ ન્યાયોચિત ચુકાદાઓ આપતી જોવા મળે. જો કે અંગારક યોગના કારણે ભૂકંપ જેવી કુદરતી આપદાઓ વત્તાઓછા અંશે જોવા મળે વળી અગ્નિ તત્વની રાશિ ધનમાં અંગારક યોગ જંગલમાં આગજની કે મોટી ઇમારતોમાં આગજની કે દુર્ઘટના દર્શાવે છે જયારે આ સમયમાં હથિયારોનો ઉપયોગ વિશેષ જોવા મળે. અંગારક યોગ અગ્નિતત્વમાં જ્વાળામુખીને સક્રિય કરનાર પણ છે માટે આ સમયમાં ઘણા જ્વાળામુખી સક્રિય થતા પણ જોવા મળે

—જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી– ૭૯૯૦૫૦૦૨૮૨

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.