તા.૨૨.૩.૨૦૨૪ શુક્રવાર, સંવંત ૨૦૮૦ ફાગણ સુદ તેરસ, મઘા નક્ષત્ર, દ્યુતિ યોગ, કૌલવ કરણ
આજે જન્મેલાંની ચંદ્રરાશિ સિંહ (મ,ટ) રહેશે.
મેષ (અ,લ,ઈ) : આંતરિક સૂઝમાં વૃદ્ધિ થાય, સંતાન અંગે સારું રહે, પરિવાર માં આનંદ રહે, શુભ દિન.
વૃષભ (બ,વ,ઉ) : જમીન મકાન વાહન સુખ સારું રહે, તમામ સુખ સગવડ પ્રાપ્ત થાય, દિવસ પ્રગતિકારક રહે.
મિથુન (ક,છ,ઘ) : તમારી પ્રતિભા દર્શાવી શકો, નવા કાર્યનું આયોજન કરી શકો, શુભ દિન, લાભ થાય.
કર્ક (ડ,હ) : બેન્કના કાર્ય નિપટાવી શકો, આર્થિક આયોજન કરી શકો, મનોમંથન કરી શકો.
સિંહ (મ,ટ) : તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, આંતરિક શક્તિ ખીલે, લોકો દ્વારા તમારી પ્રસંશા થાય.
કન્યા (પ,ઠ,ણ) : લોન વિગેરે બાબતમાં સાંભળવું , ખર્ચ પર અંકુશ રાખવો, બિનજરૂરી વ્યય નિવારવા સલાહ છે.
તુલા (ર,ત) : જીવનમાં નવા નિયમ લાવી શકો, તમારી દિનચર્યા સુધારી શકો, દિવસ દરમિયાન પ્રગતિ થાય.
વૃશ્ચિક (ન,ય) : વ્યક્તિની પરખ કરી શકો, કામકાજ માટે નવા સંશાધનો કામે લગાવી શકો, શુભ દીવસ.
ધન (ધ,ભ,ફ,ઢ ): આધ્યાત્મિક ચિંતન થાય, ધ્યાન યોગ મૌનથી લાભ થાય, પરિવાર સાથે આનંદ માણી શકો.
મકર (ખ,જ) : કોર્ટ કચેરી કે વીલ વરસના પ્રશ્નો ઉકેલી શકો, વિવાદ નિવારી શકો, મધ્યમ દિવસ રહે .
કુંભ (ગ ,સ,શ) : આંતરિક જીવનમાં સારું રહે, સબંધોમાં સુલેહથી ચાલી શકો. વધુ ઉગ્રતાથી કામ ના લેવા સલાહ છે.
મીન (દ,ચ,ઝ,થ): આપણા ગણીને ચાલતા હોઈએ તે બધા આપણા નથી હોતા! , હિત શત્રુથી કાળજી લેવી, વિશ્વાસે ના ચાલવું, મધ્યમ દિવસ.
કાળની ગર્તામાં જાણે વસંત ઋતુ ખોવાઈ ચુકી છે!
૨૪ માર્ચ રવિવારે હોલિકા દહન અને ૨૫ માર્ચ સોમવારે રંગોત્સવ ધુળેટી સાથે છાયા ચંદ્ર ગ્રહણ આવી રહ્યું છે જે ભારતમાં દેખાવાનું નથી તેથી પાળવાનું રહેશે નહિ પરંતુ તેની દૂરગામી અસર વૈશ્વિક રીતે જોવા મળશે અને અગાઉ લખ્યા મુજબ રાજનીતિથી લઈને અનેક ક્ષેત્રમાં મોટા ઉલટફેર જોવા મળી રહ્યા છે! હાલ વસંત ઋતુ ચાલી રહી છે પરંતુ ગોચર ગ્રહો અને કાળચક્રની દશામાં જાણે વસંત ઋતુ ખોવાઈ ગઈ છે તો બીજી તરફ ગોચરમાં વસંતના કારક શુક્ર સાથે શનિ મંગળ વિરાજમાન છે જે શુક્રના પ્રણયને શુક્રની લાગણીને આહત કરી રહ્યા છે અને માનો કે વસંત ઋતુ જાણે ખોવાઈ ગઈ છે!! આ સમયમાં ટોચના કલાકારોને ક્ષતિ ભોગવવાની આવે કે તેમને ગુમાવવાનો સમય આવે.શનિ મંગળ યુતિ લૂ અને ગરમીમાં વૃદ્ધિ કરી રહ્યા છે. લગભગ સમાન દિવસ રાતની વ્યાખ્યા વચ્ચે માણસ બે છેડા ભેગા કરવામાં મશગુલ છે અને અંતઃકરણનો અવાજ સાંભળવો મુશ્કેલ બની રહ્યો છે, બ્રહ્માંડનો કોઈ અનાહત નાદ ઉપર ઉપર થી વહી રહ્યો છે અને એક લાગણીમય સ્પર્શ લુપ્ત થઇ ચુક્યો છે તો યંત્રવત જીવન બધું સ્વીકારી આ દોડમાં ક્વચિત જોડાઈ રહ્યો છે એક રહસ્યમય સ્પર્ધામાં જોડાઈ ચુકેલી માનવજાત ક્યાંય પોરો ખાઈ પોતાના વિષે વિચારી શકે એ સમય ખોવાઈ ચુક્યો છે!! લાગણીના સબંધો જાણે કોઈ મૂર્ખતા હોય એવા ભાસે છે! કાળની જનની માં કાલી અલગ અલગ સ્વરૂપે અલગ અલગ સમય ખંડ પર આધિપત્ય ધરાવે છે આ સમયમાં પણ ધીમે ધીમે પસાર થશે પરંતુ મંગળ શનિ યુતિ કેટલીક કસોટી અવશ્ય કરશે જેના આપણે સૌ સાક્ષી બની રહ્યા છીએ!
૭૯૯૦૫૦૦૨૮૨