મેષ રાશિફળ (Aries): આર્થિક મામલામાં સ્પષ્ટતાના અભાવને કારણે કોઈ પ્રિયજન સાથે વિવાદ થઈ શકે છે. પરસ્પર વાટાઘાટો, વ્યવહારમાં સંયમ અને સાવચેતી રાખવી. બપોરે કામના ધસારાને લીધે તમે શારીરિક નબળાઇ અનુભવી શકો છો, જેનાથી હાથ અને પગ પર અસર થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં આજે તમારું ધ્યાન નવી યોજનાઓ પર કેન્દ્રિત રહેશે અને તમને અધિકારીઓનો પૂરો સહયોગ પણ મળશે.
વૃષભ રાશિફળ (Taurus) : દિવસભર વ્યસ્તતા રહેશે પરંતુ ધાર્મિક કાર્યો માટે સમય કાઢશો. જીવનસાથી તમને કાર્યક્ષેત્રમાં દગો આપી શકે છે, તેથી કાળજીપૂર્વક કામ કરો. જો વિદ્યાર્થીઓ અભ્યાસ માટે થોડો સમય કાઢશે તો તે વધુ સારું રહેશે. શુભ કાર્યોમાં સાંજનો સમય વિતાવશો. કૌટુંબિક ખર્ચામાં વધારો થવાને કારણે તમે દબાણનો અનુભવ કરી શકો છો. વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે કેટલીક અડચણોનો સામનો કરવો પડી શકે છે.
મિથુન રાશિફળ (Gemini) : આજનો દિવસ તમારા માટે ફાયદાકારક રહેશે, પરંતુ કોઈ નિર્ણય લેવામાં ભૂલ થઈ શકે છે. કોઈ મોટું કામ કરતા પહેલાં અનુભવી લોકો સાથે સલાહ લેવાનું નિશ્ચિત કરો. ધંધા સંબંધિત તમામ વિવાદો આજે સરકારી અધિકારીની મદદથી ઉકેલી શકાય છે. ધંધાના મામલામાં જો તમે થોડું જોખમ લેશો તો મોટો ફાયદો થવાની સંભાવના છે. રોજિંદા કાર્યોથી આગળ કંઈક નવું કરવાનો પ્રયાસ કરો. લવ મેરેજમાં રસ ધરાવતા લોકો માટે સમય અનુકૂળ છે.
કર્ક રાશિફળ (Cancer) : ધંધામાં ઝડપથી નિર્ણયો નહીં લેવાને કારણે કોઈ અવરોધ અથવા નુકસાન થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં મોટાભાગની યોજનાઓ સફળ થશે, જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે. આજે તમે સમર્પણ સાથે જે પણ કાર્ય કરો છો તેનું ફળ તે જ સમયે પ્રાપ્ત થશે. ઘર અને ઓફિસના અધૂરા કામોને પતાવવાની તક મળશે. આજે તમામ કામ પૂર્ણ મહેનતથી કરશો, જેના કારણે દિવસભર લાભની તકો મળશે. તમે પરિવારમાં શાંતિ અને સ્થિરતાનો આનંદ મેળવશો.
સિંહ રાશિફળ (Leo) : આજે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે ખાસ ધ્યાન રાખશો. તમારા આહારમાં બેદરકાર ના બનો. બિઝનેસમાં જોખમ લેવાનું પરિણામ આજે ફાયદાકારક રહેશે. ધૈર્ય અને તમારા નરમ વર્તનથી ઘરની સમસ્યાઓ સુધારી શકાય છે. પ્રેમજીવનમાં મધુરતા રહેશે. ઉતાવળમાં કોઈ કાર્ય કરવાનું ટાળો, નહીં તો મુશ્કેલી વધી શકે છે, તેથી બધું કાળજીપૂર્વક કરો. અધિકારીઓ સાથેના સંબંધો સુધરશે અને રોજગારની સ્થિતિમાં સુધાર થશે. તમારા દ્વારા લીધેલા નિર્ણયોના કારણે પરિવારમાં સુખ અને શાંતિ રહેશે.
કન્યા રાશિફળ (Virgo) : ધંધાની દ્રષ્ટિએ દિવસ સુખદ રહેશે. માનસિક રીતે તમે પોતાને મજબૂત અનુભવ કરી શકો છો. તમારું પોતાના વ્યક્તિત્વને નિખારવામાં અંગે ખાસ ધ્યાન રહેશે. કોઈ મહત્ત્વપૂર્ણ વ્યક્તિ સાથે મળીને લાભદાયક યોજનાઓ પણ બનશે. સાસરિયા પક્ષ સાથે સંબંધ વધારે મજબૂત થઈ શકે છે. આજનો દિવસ સામાન્ય રહેશે. ભાગીદારીમાં કરવામાં આવતા ધંધામાં ઘણો ફાયદો થશે. રોજિંદા ઘરના કામકાજ પતાવવાની આજે સુવર્ણ તક છે.
તુલા રાશિફળ (Libra) : જો તમે નોકરી અને ધંધામાં કેટલાક સકારાત્મક પગલા ભરો છો તો પછીથી માત્ર લાભ થશે, પરંતુ કામમાં નવી તાજગી પણ આવશે. તમને કોઇ વાતમાં મળેલી સફળતા પૂર્ણત્વનો અહેસાસ આપશે. તમારી મહેનત અને લગનનું ફળ તમને મળવા જઇ રહ્યું છે. પરિસ્થિતિમાં ફેરફાર ધીમી ગતિથી આવશે. આજે આર્થિકમાં ફેરફાર આવી શકે છે. આજે તમને રચનાત્મક કાર્ય કરવાનું મન થશે.
વૃશ્ચિક રાશિફળ (Scorpio) : કાર્યક્ષેત્રમાં કાર્ય સમયે મન બીજે ક્યાંક ભટકવાનું શરૂ કરશે, જેના કારણે થોડી ખોટ રહેશે. પરંતુ સ્વાર્થને લીધે લોકો તમારી ભૂલને અવગણી શકે છે. ધનને લગતા મામલે કોઈ પ્રકારનો સમજોતો ન કરો. વાહન કે ઘરના સમારકામને લગતા કાર્યોમાં વધારે ખર્ચ થવાના કારણે બજેટ ખરાબ થઈ શકે છે. તમારા સંબંધીઓ સાથે સંબંધ સારા જાળવી રાખવામાં તમારે મહેનત કરવાની જરૂરિયાત છે.
ધન રાશિફળ (Sagittarius) : આજે તમારી આસપાસનું વાતાવરણ હળવું બનશે. દિવસના પહેલા ભાગમાં થોડી મૂંઝવણ રહેશે, જેના કારણે મન પરેશાન થઈ શકે છે. પરંતુ આત્મવિશ્વાસ વધ્યા પછી શક્તિમાં વધારો થશે. તમે મિત્રો સાથે ફરવા નીકળી શકો છો. આજનો તમારો અનુભવ સૌથી મોટું શિક્ષણ હશે. તમારી ભૂલોને તમારી નબળાઇ સમજશો નહીં. ભૂતકાળમાં ઘટેલી ઘટનાઓને યાદ કરીને તમારી અંદર જે ફેરફાર આવ્યો છે, તેને જાણવાની કોશિશ કરો.
મકર રાશિફળ (Capricorn) : રોજગારી ક્ષેત્રે તમને તમારી લાયકાત વધારવાની તક મળશે. જમીન જાયદાદ અને રોકાણ જેવી ગતિવિધિઓમાં વ્યસ્ત રહી શકો છો. ઉત્તમ સમાચાર પણ મળી શકે છે. તમે દરેક કાર્યોમાં રસ લઈને તમારી ક્ષમતાઓ પ્રમાણે કામને અંજામ આપી શકો છો. બધું જ ઠીક હોવા છતાંય મનમાં થોડા નકારાત્મક વિચારો આવી શકે છે. થોડો સમય પ્રકૃતિ સાથે અને મેડિટેશનમાં પસાર કરવો તમને સુકૂન આપી શકે છે. યુવાઓ પોતાના કરિયરને લગતા કાર્યોમાં વધારે ધ્યાન આપી શકે છે.
કુંભ રાશિફળ (Aquarius) : સમાજમાં શુભ ખર્ચાને કારણે તમારી ખ્યાતિ વધશે અને સામાજિક વર્તુળમાં પણ વધારો થશે. અચાનક કોઈ મુશ્કેલી અને સમસ્યા ઊભી થઈ શકે છે. સમજણ અને સાવધાની સાથે તમે તેમાંથી બહાર પણ આવી જશો. નકારાત્મક પ્રવૃત્તિના લોકો સાથે સંપર્કમાં રહેવું તમારા માટે માનહાનિનું કારણ બની શકે છે. આજનો દિવસ તમને સમસ્યાઓનો સામનો કરવાની શક્તિ આપશે. તમે બહારથી થોડાં કઠોર છો પરંતુ અંદરથી કોમળ પણ છો. આજે આ જ કોમળતાનો અનુભવ તમારા પરીચિત લોકોને થશે.
મીન રાશિફળ (Pisces) : ધાર્મિક યાત્રા પર જવા માટે અચાનક યોજના બનશે, જેનાથી મનને શાંતિ પણ મળશે. જો કોઈ કાયદાકીય મામલો બાકી છે તો તમને આજે તેમાં સફળતા મળશે. તમે ભાવનાત્મક રીતે સશક્ત રહેશો. જ્ઞાનવર્ધક તથા રોચક કાર્યોમાં સમય પસાર થઈ શકે છે. પરિવાર સાથે ધાર્મિક સ્થળે જવાનો પણ પ્રોગ્રામ બનશે. તમે તમારા વ્યક્તિત્વમાં પોઝિટિવ રીતે પરિવર્તન પણ અનુભવ કરશો.