તા. ૧૧.૮.૨૦૨૩ શુક્રવાર , સંવંત ૨૦૭૯ અધિક શ્રાવણ વદ અગિયારસ, મૃગશીર્ષ નક્ષત્ર, વ્યાઘાત યોગ, બવ કરણ આજે સાંજે ૫.૦૦ સુધી જન્મેલાંની ચંદ્રરાશિ વૃષભ (બ,વ,ઉ) ત્યારબાદ મિથુન (ક,છ,ઘ) રહેશે.
મેષ (અ,લ,ઈ) : સાહસથી સિદ્ધિ પ્રાપ્ત થાય,આગળ વધવાની તક પ્રાપ્ત થાય. સંતુલિત મનથી તમે કરેલા પ્રયત્નોમાં સફળતા પ્રાપ્ત થાય.
વૃષભ (બ,વ,ઉ) : આર્થિક બાબતોમાં સારું રહે,અચાનક લાભ થવાના સંકેત છે. અગાઉ રોકેલા નાણાં કે ફસાયેલા નાણાં પરત આવવાના સંકેત આવી શકે.
મિથુન (ક,છ,ઘ) : કાર્યસિદ્ધિ આપતો દિવસ,યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય. સામાજિક રીતે તમારા અભિપ્રાય નું મૂલ્ય વધે.
કર્ક (ડ,હ) : આજના દિવસે વાદ વિવાદ થી દૂર રહેવું,તમારા કામમાં વિશેષ ધ્યાન દેવું. સ્વભાવ લાગણીશીલ રહે અને તેના કારણે દુઃખ થાય.
સિંહ (મ,ટ) : આજના દિવસે આકસ્મિત લાભ થાય,જુના મિત્રોને મળવાનું બને,મનની વાત વ્યક્ત કરી શકો, શુભ દિન.
કન્યા (પ ,ઠ ,ણ ) : વેપારીવર્ગને લાભદાયક દિવસ છે, સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક,નોકરિયાતવર્ગને સારું રહે,વિદ્યાર્થીવર્ગ માટે પણ સારું રહે.
તુલા (ર,ત) : આધ્યાત્મિક બાબતોમાં આગળ વધી શકો, ધ્યાન યોગ મૌનથી લાભ થાય,ભાગ્યબળ માં વૃદ્ધિ થાય.
વૃશ્ચિક (ન ,ય ) : અગાઉ ની સાપેક્ષમાં ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવતી જણાય,કાર્યને પૂર્ણ કરી શકો , પ્રગતિકારક દિવસ.
ધન (ધ ,ભ ,ફ ,ઢ ): સામાજિક ક્ષેત્ર અને જાહેરજીવનમાં સારું રહે,લોક્ચાહનામાં વૃદ્ધિ થાય , આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
મકર (ખ ,જ ) : આજના દિવસે તબિયતની કાળજી લેવી,બહારના ખાન-પાનમાં ધ્યાન રાખવું પડે, જીવનપદ્ધતિમાં હકારાત્મક ફેરફાર કરવા જરૂરી બને.
કુંભ (ગ ,સ,શ ) : પ્રણય માર્ગે આગળ વધી શકો, સંતાન અંગે સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો.
મીન (દ ,ચ ,ઝ ,થ): દિવસ આરામથી વિતાવી શકો અને નવી જગ્યાએ જઈ શકો, તમામ ભૌતિક સુખ સગવડ આપતો આનંદદાયક દિવસ.
–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
–કર્ક લગ્નવાળા મિત્રો વધુ લાગણીશીલ હોય છે
જન્મકુંડળી માં જન્મ સમયે પૂર્વ દિશામાં ઉદિત થતી રાશિને લગ્ન કહેવામાં આવે છે અને એ રાશિથી જન્મકુંડળી શરુ થાય છે જેમ કે એક નંબરથી શરુ થતી જન્મકુંડળી મેષ લગ્નની કહેવાય તો ૨ નંબરથી શરુ થતી જન્મકુંડળી વૃષભ લગ્ન કહેવાય અને આ લગ્ન મુજબ આપણે જાતકના જીવન વિષે પ્રકાશ પાડી શકીએ જેમ કે મેષ લગ્ન હોય તો શરીર પર ધ્યાન આપવા વાળો , થોડો આવેશવાળો વ્યક્તિ અને નવી શરૂઆત કરવા વાળો વ્યક્તિ હોય છે તો વૃષભ લગ્ન વાળા વ્યક્તિ થોડા આરામ પ્રિય હોય છે વળી તેઓ ઉપભોગની તમામ વસ્તુઓ વસાવવા અને તમામ સંશાધનો એકઠા કરવામાં માને છે તથા સારી વસ્તુઓના શોખીન હોય છે અને કામ કરવા માટે ટૂંકા રસ્તાઓ શોધી લેતા હોય છે તો મિથુન લગ્નના મિત્રો હળીમળીને રહેવામાં માને છે તથા જીવનમાં ગણતરી પૂર્વક ચાલતા હોય છે એ જ રીતે કર્ક લગ્નવાળા મિત્રો વધુ લાગણીશીલ હોય છે અને જીવનમાં સંબંધોને વધુ મહત્વ આપતા હોય છે તથા પોતાના ઘર માટે અને પરિવાર માટે વધુ ભાવુક હોય છે જયારે સિંહ લગ્ન વાળા મિત્રો પાવર ગેઇમમાં આગળ હોય છે અને સ્વમાનની વધુ રક્ષા કરતા હોય છે અને જ્યાં ત્યાં લીડરશીપ લેવા પ્રયત્ન કરતા હોય છે એ જ રીતે કન્યા લગ્નના મિત્રો ઋજુ સ્વભાવના હોય છે કોઈ ચોક્કસ નિર્ણય પર આવવામાં તેઓને વાર લગતી હોય છે વળી નાની નાની બાબતો તેમના જીવનમાં અવરોધ ઉભા કરતી જોવા મળે છે તુલા થી મીન લગ્ન વિષે આવતીકાલે લખીશ.
–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
૭૯૯૦૫૦૦૨૮૨
astro Astrologer astrology astrologyfacts astrotips dailyhoroscope DHARMIK Dharmik News aajkarashifal featured Horoscope indianastrologer indianastrology jyotish kark kundli mesh mithun Numerology panditji Prediction Rashi rashifal rohitjiwaniguru Spirituality vastu vastuexpert Vastushastra vastutips vedic vedicastrologer vedicastrology zodiac zodiacsigns