મેષ રાશિફળ (Aries):
જો તમે ભૂતકાળની કોઇ મુશ્કેલીઓના કારણે દુ:ખી છો તો હવે તમને થોડી શાંતિ મળી શકે છે. ભૂતકાળની અમુક પરંપરાઓ તમને વધુ સશક્તિકરણ કરતા વધારે પ્રતિબંધિત લાગી શકે છે. કોઈ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાથી રાહતની સ્થિતિ રહેશે. લોકોની ચિંતા ન કરીને પોતાના કાર્યો ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું નવી સફળતા પ્રાપ્ત કરાવશે. લોકો તમારી યોગ્યતાથી આકર્ષિત થશે.
વૃષભ રાશિફળ (Taurus):
તમારી શરતોને આધિન રહી અમુક વસ્તુઓ કરવા માટે પ્રયાસો કરો. તમે તમારી જાતને અમુક લોકોને અચંબિત કરતી જોશો અને તમે વધુ આત્મવિશ્વાસ અનુભવી શકશો. તમે આજે જે પણ પૂર્ણ કર્યુ છે તેના માટે તમને આગામી સમયમાં સારો રીવોર્ડ મળશે. યુવાઓની કોઈ દુવિધા દૂર થવાથી તેઓ રાહતનો શ્વાસ લેશે. કોઈ મોટો નિર્ણય લેવાની પણ હિંમત આવશે. કોઈ અજાણ વ્યક્તિ સાથે મુલાકાત તમારા માટે ભાગ્યોદયને લગતા કોઈ દ્વાર ખોલી શકે છે.
મિથુન રાશિફળ (Gemini):
તમે જેની સાથે કમિટેડ છો તેની સાથે રહેવા માટે તમને સતત વિચાર આવી શકે છે, પરંતુ સમયના અભાવે તમારા બંને વચ્ચે થોડો તણાવ આવી શકે છે. જો તમે જાહેર વ્યવહારમાં છો, તો તમે વધુ સારી તક શોધી શકો છો. કોઈ ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિઓ સાથે મુલાકાતના દૃષ્ટિકોણમાં આશ્ચર્યજનક પરિવર્તન આવશે. સાથે જ ધાર્મિક અને અધ્યાત્મિક કાર્યો પ્રત્યે તમારો રસ વધશે. આજે તમારો સંપૂર્ણ સમય કોઈ કાર્ય પ્રત્યે યોજના બનાવવામાં પસાર થશે.
કર્ક રાશિફળ (Cancer):
તમે ઘણા વર્ષોમાં સમજું બની ગયા છો અને હવે સ્થિતિઓને સમજવા અને સંભાળવા માટે તૈયાર છો. કંઇક સારું તમારી રાહ જોઇ રહ્યું છે અને તમે તમારી અંદર તેને અનુભવી શકશો. તમારી કોઇ નજીકનું વ્યક્તિ તણાવમાં હોઇ શકે છે. ઘણાં દિવસોથી ચાલી રહેલી વ્યસ્તતાના કારણે તમે થાક અનુભવ કરી રહ્યા હતાં. એટલે આજનો દિવસ તમે શાંતિ અને સુકૂનમાં પસાર કરો. કોઈપણ નિર્ણય લેતા પહેલાં તેના અંગે પહેલાં વિચાર કરવો જરૂરી છે. આર્થિક સ્થિતિ તમારા પક્ષમાં રહેશે.
સિંહ રાશિફળ (Leo):
આજે નાનું સેલિબ્રેશન થઇ શકે છે. સિતારાઓ નવા સંબંધને સહમતિ આપી રહ્યા છે અને જે હવે જરૂરી નથી તેને દૂર કરી રહ્યા છે. ફોન પર વાતચીત કરતી વખતે કોઈપણ ટ્રિગર દરમિયાન શાંત રહો. આજે તમે અનેક પ્રકારની ગતિવિધિઓમાં વ્યસ્ત રહેશો. સાથે જ સામાજિક સીમા પણ વધશે. કોઈ જગ્યાએથી મન પ્રમાણે પેમેન્ટ આવી જવાથી મનમાં રાહત મળી શકે છે. ધાર્મિક સંસ્થાઓમાં સેવાને લગતાં કાર્યોમાં મહત્ત્વપૂર્ણ યોગદાન રહેશે.
કન્યા રાશિફળ (Virgo):
તમે કોઇને ખૂબ જ યાદ કરી રહ્યા છો અને તેથી તમારું મન ક્યાંય પણ લાગશે નહીં. તમારે તે વ્યક્તિ સાથે કનેક્શન માટે પ્રયાસ કરવો જોઇએ. ખૂબ જ સારી તક આવી રહી છે જે તમારા જીવનમાં વળાંક સમાન બની રહેશે. જીવન પ્રત્યે પોઝિટિવ દૃષ્ટિકોણ અને સંતુલિત વિચાર તમારા અનેક કાર્યોને યોગ્ય રીતે શરૂ કરશે. અનેક નકારાત્મક પરિસ્થિતિઓ પણ ઉકેલાઈ શકે છે. ઘર-પરિવારની જરૂરિયાતોનું પણ તમે ધ્યાન રાખશો.
તુલા રાશિફળ (Libra):
દિવસ મિશ્રિત તકોથી ભરેલો રહેશે. અત્યારે તમે જોઇ શકશો નહીં પરંતુ તે ઘણું રસપ્રદ રહેશે. અમુક પેન્ડિંગ નિર્ણયો અંગે તમે વિચારી શકો છો. મેસેજ અને કોલ્સ દ્વારા સંપર્કમાં રહેવું ફાયદાકારક સાબિત થઇ શકે છે. આ સમયનું ગ્રહ ગોચર તમારી કાર્યક્ષમતા અને યોગ્યતામાં વધારો કરી રહ્યું છે. સાથે જ ભાગ્ય વૃદ્ધિદાયક દ્વાર પણ ખોલી રહ્યું છે. થોડા નજીકના લોકોને મળવાથી મનમાં પ્રસન્નતા રહેશે. કોઈ યાત્રાનો પણ પ્રોગ્રામ બનશે જે પોઝિટિવ રહેશે
વૃશ્ચિક રાશિફળ (Scorpio):
અચાનક કોઇ એવા સમાચાર મળી શકે છે જે તમારા આખા સપ્તાહનું પ્લાનિંગ બદલી શકે છે. તમને કોઇ કલ્ચરલ ઇવેન્ટમાં ભાગ લેવાનો અને ત્યાં કોઇ પ્રતિભાશાળી વ્યક્તિને મળવાનો અવસર મળી શકે છે. આ અવસર તમારા માટે સારો સાબિત થઇ શકે છે. અન્ય લોકોના દુઃખ દર્દ અને તકલીફમાં તેમની મદદ કરવી તમારા સ્વભાવમાં સામેલ થઈ રહ્યું છે. જેથી સમાજમાં માન-સન્માનની પ્રાપ્તિ થઈ રહી છે અને સંપર્કોની સીમા પણ વધશે જે ભવિષ્યમાં તમને આર્થિક રૂપથી સક્ષમ બનાવશે.
ધન રાશિફળ (Sagittarius):
જો તમે તમારી લાગણીઓ વ્યક્ત કરશો તો તમને દુઃખ થવાનો ભય રહેશે, પરંતુ જો નહીં કરો તો તેનાથી તમને એન્ઝાયટી થશે. તમારે તેને તમારા સારા માટે જર્નલમાં લખી લેવું જોઇએ. એક ખૂબ જ નજીકનો મિત્ર જે તમારા સિક્રેટ જાણે છે, તે ભરોસો કરવા માટે યોગ્ય વ્યક્તિ છે. યુવા વર્ગને પોતાના કામમાં સફળતા મળવાથી રાહત મળશે. સાથે જ રચનાત્મક કાર્યોમાં રસ વધશે. માનસિક સુખની પ્રાપ્તિ માટે કોઈ નજીકના એકાંત સ્થાન કે ધાર્મિક સ્થાને જવાનો વિચાર કરો. જેથી ફરીથી પોતાને તમે ઊર્જાવાન અનુભવ કરો.
મકર રાશિફળ (Capricorn):
તમારા દિવસની શરૂઆત થોડી ધીમી રહેશે પરંતુ સમય પસાર થતા થોડો સારો જશે. કામ અંગે તમે થોડું પ્રેશર અનુભવશો. તમારી જાતને થોડી માનસિક શાંતિ આપો અને વસ્તુઓને ઠીક કરવા સમય આપો. તમારો મિત્ર તમારી સાંજને રમૂજ અને ઉત્સાહિત બનાવી દેશે. વિદ્યાર્થીઓને શિક્ષાને લગતા કોઈ વિઘ્ન દૂર થવાથી તેઓ ફરી પોતાના અભ્યાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી શકશે. સાથે જ પ્રભાવશાળી વ્યક્તિઓનો સહયોગ તમારી ઉન્નતિમાં સહાયક સિદ્ધ થશે. પરિશ્રમ પ્રમાણે તમને યોગ્ય ફળ પણ પ્રાપ્ત થશે.
કુંભ રાશિફળ (Aquarius):
કોઈ ખાસ ધ્યાન કેન્દ્રિત ન કરીને નિયમિત દિવસ પસાર કરવા માટે એનર્જી અનુકૂળ લાગે છે. તમે ખરીદી કરવા જઈને દિવસનો ઉપયોગ કરી શકો છો. કોઈ મિત્ર અચાનક આવી શકે છે અને તમને ઉત્સાહિત કરી શકે છે. તમારા સ્વાસ્થ્ય અંગે ચિંતિત રહી શકો છો.
આજે માનસિક રૂપથી ઘણો સંતોષ આપનાર સમય છે. ભાગદોડની જગ્યાએ શાંતિથી કામ કરવાની કોશિશ કરો. જેથી પરિસ્થિતિઓ તમારા પક્ષમાં યોગ્ય રીતે સંપન્ન થઈ જશે.
મીન રાશિફળ (Pisces):
કંઇક નવું શરૂ કરતા પહેલા તમે થોડું નર્વસ અનુભવી શકો છો, પરંતુ ભાગ્ય તમારી સાથે છે. તમારા મગજમાં અમુક નિર્ણયો લેવા અંગે મૂંઝવણ હોઇ શકે છે. પરંતુ કોઇ પણ તક હાથમાંથી જાય તે પહેલા તમારે તમારું મન બનાવવું પડશે. આજે તમે થોડા ખાસ કાર્યો પૂર્ણ કરવાની યોજના બનાવી રહ્યા છો તો તેના ઉપર અમલ કરો. ગ્રહ સ્થિતિઓ તમારા પક્ષમાં છે. ઘરમાં કોઈ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. સંતાનની સફળતાઓથી મનમાં સુકૂન અને સુખ રહેશે.