સૌરાષ્ટ્રમાં ગામે ગામ પરંપરાગત રીતે હોળી પ્રગટાવી પુજા-અર્ચના કરાશે
એકબીજા પર અબીલ ગુલાલની છોળો ઉડાડીને ધુળેટીના પર્વની ઉજવણી કરાશે
આજરોજ હોલીકા દહન અને આવતીકાલે રંગોનો તહેવાર ધુળેટી છે. સૌરાષ્ટ્રભરમાં આ પર્વને લઈને અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. લોકો આજે પરંપરાગત રીતે હોલીકા દહન કરી પૂજા-અર્ચના કરશે. કાલે અબીલ ગુલાલની છોળો ઉડાડીને રંગોના પર્વ એવા ધુળેટીની ઉલ્લાસભેર ઉજવણી કરશે.
ગામે ગામ ચોકમાં આજે હોળી પ્રગટાવવામાં આવશે ત્યારબાદ તેની પ્રદક્ષિણા કરી પુજા-અર્ચના કરવામાં આવશે. ત્યારબાદ આવતીકાલનાં રોજ લોકો ધુળેટીની ધામધુમથી ઉજવણી કરશે. ભારતીય સંસ્કૃતિમાં હોળી પર્વનું અને‚ મહત્વ છે. હોળી અને ધુળેટીની સૌરાષ્ટ્રમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવશે. ગામે ગામ છેલ્લા બે-ત્રણ દિવસ પૂર્વે હોલીકા દહનની તૈયારીઓ શ‚ કરી દેવાઈ હતી. આજે સવારે હોળી ગોઠવી દેવામાં આવી હતી. સાંજે હોળી પ્રગટાવી પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવશે.
દિવ્ય ગુણોના રંગથી રંગવાનો અનેરો પર્વ એટલે ધુળેટી
હોળીના દિવસે સાંજે કે રાત્રે હોળી પ્રગટાવવામાં આવે છે. બીજા દિવસે રંગેથી એકબીજાને રંગવુ.. મિલન મનાવવું તેમજ મિઠાઈ ખવડાવવામાં આવે છે. તમે જાણો છો કે આ તહેવાર ભારતીય વર્ષના ફાગણ માસની અંતિમતિથિ પૂર્ણિમાના રોજ મનાવવામાં આવે છે. આ બધા પાછળ કયું રહસ્ય છે ? તેના પર અહીં સંક્ષિપ્તમાં પ્રકાશ પાડેલ છે.
પરમાત્મા શિવ આ ધરા પર કલ્પના અંતમાં એટલે કે કળિયુગના અંતે આવે છે, આ કલ્પ ચાર યુગોના ચક્રને કહેવામાં આવે છે. તેઓ આવીને મનુષ્યને રાજયોગ શીખવાડીને તેમના પાપોને યોગ અગ્નિમાં ભસ્મ કરાવે છે અને દિવ્યગુણોને ધારણ કરવા માટે જ્ઞાન આપે છે. તેની જ યાદમાં હોળી પ્રગટાવવામાં આવે છે. જે મનુષ્યાત્માઓ પરમાત્મ સંગમાં આવે છે તેના જીવનને તેઓ દિવ્યગુણોના રંગથી રંગે છે ત્યારપછી આવે છે-નવયુગ-સતયુગ અર્થાત નવુ વર્ષ. બસ આ ગુહ્ય રહસ્યની યાદમાં પ્રતિ વર્ષ આ તહેવારને મનાવવામાં આવે છે.
સત્ય તો એ છે કે કળિયુગના અંતિમ ચરણમાં દરેક મનુષ્ય આત્માની બેટરી લો થઈ જાય છે, ચારેય બાજુ દુ:ખ, અશાંતિ, પાપાચાર વધી જાય છે. યથાર્થ જ્ઞાનથી અંજાન જાણે-અજાણે આ પાપની દુનિયામાં બધા જ પાપ કર્મ કરે છે. કોઈ ઓછું તો કોઈ વધારે… ખોટુ બોલવું, પરચિંતન કરવું, કુદ્રષ્ટિ રાખવી, નકારાત્મક ભાવના રાખવી વગેરે તો આવો આ હોળી પર આવા પાપ કર્મની હોળી પ્રગટાવીએ અર્થાત પ્રતિજ્ઞા કરીએ કે આજથી હું કોઈ પાપ કર્મ નહી કરુ, પરંતુ પ્રતિદિન ઓછામાં ઓછા બે સત્તકર્મ કરીશ.
એક દિવસ ખુશી મનાવવાના બદલે સંકલ્પ કરીએ-પ્રતિદિન મારે ખુશ જ રહેવું છે. કોઈપણ વાત મારી ખુશીને નષ્ટ કરી શકે નહીં. ખુશી મારી પર્સનલ પ્રોપર્ટી છે. આ સંપતિ પર મારો અધિકાર છે. કંઈ પણ થાય તો પણ ખુશી ગુમ ન થાય. સમસ્યા તો આવશે અને જશે પરંતુ મારી ખુશી ન જાય. પરસ્પર પ્રેમ, સરળતા અને મધુરતા રૂપી દિવ્યગુણોની પીચકારી એકબીજા પર છાંટીને અર્થયુકત હોળી મનાવીએ.
પરંપરાગત પર્વ હોળીના અનેક ફાયદા
– વાયરસનો નાશ કરી વાતાવરણ રોગમુકત કરે છે
– હોળીના ધુમાડાથી વાતાવરણ શુઘ્ધ થાય છે.
– મહદઅંશે છાણા વપરાય છે જે ગાય અને અન્ય પશુ દ્વારા સહેલાયથી મળી જાય છે. ગરીબ લોકોને તેનાથી રોજી મળે છે.
– આ પર્વનું વાતાવરણ ખર્ચ વિનાનુ સરળ હોય છે અને ટેન્શનમાંથી મુકત કરે છે.
– શિયાળ પાક, અડદીયા ખાવાથી જે કફ થયો હોય છે તેમાં હોળીનો તાપ લાભદાઈ છે.
– તહેવાર દરમ્યાન ખવાતા ટોપરૂ, ખજુર વિ.આડ અસર વિના કફ દૂર કરવાની કુદરતી દવા છે સાથે સસ્તુ ટોનિક પણ છે.
– હુતાસણીની રાખ: ઉકાળેલ એક લિટર પાણીમાં ૪ ગ્રામ (નાની ચમચી) નાખી એક કલાક રહેવા દયો અને પછી ગાળી પીવો આ પાણી શુઘ્ધ અને ટોનિક છે.
– અઠવાડિયામાં ૨-૪ વાર સાવ નાની ચપટી ભરેલ રાખ ટોનિક પણ છે અને પેશાબમાં રહેલ એસીડીટી દુર કરી શરીરને તંદુરસ્ત રાખે છે.
– ધુળેટીના દિવસે આ રાખથી રમવાથી ચામડીના રોગો થવા દેશે નહીં તેમજ થયા હશે તો ફાયદો થશે.
– રાખ ખેતી અને કુંડા માટે બેસ્ટ ખાતર છે.
આપણે ત્યાં હોળી વચ્ચે ધજા રોપીને પવન જોવાનો અને એ મુજબ વર્ષ કેવુ જશે એનું અનુમાન કરવાનું પરાપૂર્વથી ચાલતું આવે છે. એ મુજબ હોળીની જવાળા પૂર્વ દિશા તરફ જાય તો ખંડ વૃષ્ટિ થાય યાને કે અમુક જગ્યાએ વરસાદ હોય તો અમુક જગ્યા ન હોય. ઈશાન ખુણામાં જવાળા જાય તો નબળુ વર્ષ કહેવાય ઉનાળો મોડો બેસે. ઉત્તર દિશા ધજા યા જવાળા જાય તો સારો વરસાદ, વાયવ્ય ખૂણો તોફાની વરસાદ થવાની નિશાની, પશ્ર્ચિમ દિશા-ઉતમ વરસાદ, નૈઋત્ય ખુણો-ઠંડી વધે મધ્યમ, દક્ષિણ દિક્ષા વરસાદ ઓછો થાય તીડનો ઉપદ્રવ થાય, અગ્નિ ખૂણો-ઓછો વરસાદ, દુષ્કાળની સંભાવના, આમ જવાળા અને ધ્વજા જે દિશામાં ફરકે તે પ્રમાણે ઉપર મુજબની પરિસ્થિતિ થવાની સંભાવના આપણા આર્ષ દ્રષ્ટાઓ દ્વારા પરાપૂર્વથી ચાલી આવે છે. આ સિવાય પણ પક્ષીઓની ચેષ્ટા, વનસ્પતિ દ્વારા સંકેતો વાદળ એનો કસ વિજળીના લીસોટા, ટિટોળીના ઈંડા મુકવા અખાત્રીજના પવનની દિશ, વિવિધ પઘ્ધતિઓ દ્વારા વર્ષનો વરતારો જોવાની પરંપરા છે.

૭:૩૮ થી ૮:૨૨ સુધી હોલીકાદહન કરવું હિતાવહ પુનમ શરૂ થતી હોય ઉદિત તિથિ ન હોતા પૂનમનો ક્ષય ગણાય છે. વધારામાં સવારના ૮:૫૮ થી સાંજના ૭:૩૮ સુધી વિષ્ટિ છે. જેથી હોળી પ્રાગટયનો સમય સાંજે ૭:૩૯ થી ૮:૨૨ સુધી શ્રેષ્ઠ છે. મતલબ આ સમય દરમિયાન હોળી પ્રાગટય કરવી હિતાવહ છે.