મહાશિવરાત્રીનાં મેળામાં બીજા દિવસે ભાવિકોની સંખ્યા એક લાખને આંબી, ડમરૂયાત્રામાં સંતોમહંતો સાથે મોટી સંખ્યામાં શિવભકતો જોડાયા

જુનાગઢમાં ચાલી રહેલા મહાશિવરાત્રીના મેળામાં આજે ત્રીજા દિવસે હિન્દુ ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને ઉતરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી વિશેષ હાજરી આપવાના છે. મેળામાં ગઈકાલે બીજા દિવસે ભાવિકોની સંખ્યા ૧ લાખને આંબી ગઈ હતી. ગઈકાલની ડમરૂયાત્રામાં સંતો-મહંતો સાથે મોટી સંખ્યામાં શિવભકતો પણ જોડાયા હતા.

જુનાગઢ ખાતે મહાશિવરાત્રી કુંભ મેળામાં ગઈકાલે બીજા દિવસે રોપ-વેના સાધનોનું પ્રદર્શન મંત્રી વાસણભાઈ આહિરના હસ્તે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. આ સાથે વિશાળ ડમરૂયાત્રા પણ યોજવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં સંતો-મહંતો સાથે શિવભકતો ઉમટી પડયા હતા.

ગઈકાલના દિવસે આ મેળામાં ભાવિકોની સંખ્યા ૧ લાખને આંબી ગઈ હતી. મહાશિવરાત્રીના આ મેળામાં આજરોજ વિરાટ હિન્દુ ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ ઉતરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી વિશેષ હાજરી આપવાના છે. આ ધર્મસભામાં સંતો-મહંતો તેમજ ભાવિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવાના છે.

આજે બપોરે ૧૨:૨૫ કલાકે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી હવાઈ માર્ગેથી જુનાગઢ પહોંચશે. બાદમાં તેઓ ૧:૦૦ કલાકે ભવનાથ મંદિરે દર્શન કરીને શ્રીપંચ અગ્નિ અખાડાની મુલાકાત લેશે ત્યારબાદ ૧:૧૫ કલાકે ભારતી આશ્રમની મુલાકાત લીધા બાદ ૧:૩૦ કલાકે નાકોડા ભૈરવ ચિકિત્સાલયનું ઉદઘાટન કરશે. ૧:૪૦ કલાકે નરેન્દ્રબાપુના ઉતારા સ્થળે તેઓ હાજરી આપશે. ૨:૧૦ કલાકે ઉતરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજીનું હવાઈમાર્ગેથી જુનાગઢમાં આગમન થશે.

બાદમાં બંનેમુખ્યમંત્રીઓ ૨:૨૫ કલાકે શેરનાથબાપુના આશ્રમમાં પહોંચશે. ૨:૪૦ કલાકે ખોડિયાર રાસ મંડળ ઉતારાની મુલાકાત લેશે. ૨:૫૦ કલાકે તળપદા કોળી સમાજના ઉતારાની મુલાકાત રહેશે. ૩:૧૦ કલાકે ઈન્દ્રભારતીબાપુના આશ્રમની મુલાકાત બાદ ૩:૩૦ કલાકે પ્રકૃતિધામ ખાતે યોજાનાર સામાજીક સમરસતા સંમેલનમાં બંને મુખ્યમંત્રીઓ હાજરી આપશે. ત્યારબાદ ૫:૪૦ કલાકે બંને મુખ્યમંત્રી હેલીકોપ્ટર મારફત રાજકોટ પહોંચશે અને ત્યાંથી ફરી હવાઈ માર્ગે રવાના થશે.

રૂદ્રાક્ષના શિવલીંગમાં મોટાપાયે ભ્રષ્ટાચારની ચર્ચા: વીવીઆઈપી કલ્ચરે નખ્ખોદ કાઢયુંIMG 20190228 140529

જૂનાગઢ મહાશીવરાત્રી લઘુ કુંભ મેળાને સરકારે જાહેરાત અને બાદ બજેટની ફાળવણી કરી ત્યારે સ્થાનિક તેમજ દેશભરનો ભાવિક ગણ આ જાહેરાતથી ખુશ થયો હતો. પરંતુ મેળાની શરૂઆતના તબકકામાં જ પ્રજાના પરસેવાની કમાણી આડેધડ વપરાતી હોય તેવું સંતો તેમજ સ્થાનિકોને લાગ્યું હતું.

બુધવારની રાત્રીએ થયેલ થ્રીડી લેસર સોનું કવરેજ કરતા પત્રકારો માટે બેઠકની સામાન્ય વ્યવસ્થા કરવામાં પણ તંત્ર નિષ્ફળ નિવડયું હતું. ઉપરાંત આ અંગે ચર્ચા કરવા માટે જતા પત્રકારોને પણ અપમાનીત કરાયા હતા. સમગ્ર મામલો અને હકીકત સાત અખાડીના સંરક્ષણ મંત્રી હરીગીરી મહારાજ સુધી પહોંચતા તેમણે મ.ન.પા.ના અધિકારીઓ તેમજ યાત્રાધામ વિકાસ બોર્ડના અધિકારીઓના ઉધડા લીધા હતા.

આ અંગે વિસ્તૃત અહેવાલ અનુસાર બુધવારની રાત્રીના ભવનાથ મહાશિવરાત્રી લઘુકુંભ મેળામાં આકર્ષણ જગાવવા માટે આયોજીત કરેલ લેસર સોના આયોજનને અને બેઠક વ્યવસ્થાને લઈને પત્રકારોએ જવાબદારોને અમુક સુચનો કર્યા હતા. આ સુચનો માટે જવાબદારીની ફેંકાફેંકી કરી જવાબદારો રીતસર ઉદ્ધતાઈ પર ઉતરી આવ્યા હતા. આખોય મામલો અખાડા પરિષદના હરીગીરી મહારાજ સામે આવતા તંત્ર અને પત્રકારો વચ્ચે તેમણે મધ્યસ્થિ કરી યાત્રાધામ વિકાસ બોર્ડના અધિકારીઓ અને જવાબદારોને રીતસર તતડાવ્યા હતા. યાત્રાધામ વિકાસ બોર્ડના અદ્યવર્યુએ બાબતે જાહેરમાં માફી પણ માંગી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.