એચ.એન. શુકલ કોલેજ દ્વારા વિદ્યાર્થીઓમાં વ્યાપારની આવડત ડેવલોપ કરવા ટોક વીથ ટાઇકુન કાર્યક્રમ યોજાયો
સમગ્ર શિક્ષણ જગતમાં આગવી છાપ ઉભી કરનાર એચ.એન. શુકલ ગ્રુપ ઓફ કોલેજીસ દ્વારા વિઘાર્થીઓ માટે ખાસ ટોક વીજ ટાઇકુન નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ટોક વીથ ટાઇકુન માં બાનલેબના મેનેજીંગ ડીરેકટર મૌલેશભાઇ ઉકાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમની શરુઆતમાં એચ.એન. શુકલ ગ્રુપ ઓફ કોલેજીસ ના મેનેજીંગ ટ્રસ્ટી ડો. મેહુલ રૂપાણી દ્વારા આ ટોક વીથ ટાઇકુન શું છે તેના વિષે ઊંડાણ પૂર્વક માહીતી આપવામાં આવી હતી. મૌલેશભાઇ ઉકાણી બાન લેબ એમડી છે.
તેમજ બાન લેબ નું શુન્યમાંથી સર્જન કરવામાં તેઓનું મોટું યોગદાન છે.આ ટોક વીથ કાઇકુન ની શરુઆતમાં મૌલેશભાઇ ઉકાણી દ્વારા બાન લેબ ની સફળ વિષે વિઘાર્થીઓને રસપ્રદ માહીતી ખુબખ ઊંડાણ પૂર્વક આપી હતી.
વિદ્યાર્થીઓ સાથે પ્રશ્નોતરી અને બીઝનેસ વિકસાવવા માર્ગદર્શન આપતા મૌલેશભાઇ ઉકાણી
રાજકોટમાં આવેલી સૌરાષ્ટ્ર યુનિ. ખાતે એચ.એન. શુકલ દ્વારા ટોક વીથ ટાઇકુન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિઘાર્થીઓ બીઝનેસ ડેવલોપકઇ રીતે કરવો તે બાબતે બાન લેબના મૌલેશભાઇ ઉકાણીને પ્રશ્ર્નોતરી કરી હતી. જેમાં મૌલેશભાઇએ ધંધા અંગેનું અને તેને કેવી રીતે વિકસાવવો અને બીઝનેસ કઇ રીતે કરવો તેનું માર્ગદર્શન આપ્યું હતું. અને આ કાર્યક્રમ અને વિઘાર્થીઓ સાથે મૌલેશભાઇએ વાર્તાલાપ કર્યો હતો. વધુમાં મૌલેશભાઇએ જણાવ્યું કે આજનું જનરેશન એ ખુબ જ હોશીયાર છે. માત્ર તેઓને સાચા રસ્તાનીઅને માર્ગદર્શનની આવશ્યકતા છે જેથી વિઘાર્થીઓ વ્યાપાર સંબંધી આવડત વિકસાવી શકે.
ટીક વીથ ટાઇકુન કાર્યક્રમમાં વિઘાર્થીઓએ વ્યાપાર સંબંધી માર્ગદર્શન મેળવ્યું: મેહુલભાઇ રૂપાણી
મેહુલભાઇ રૂપાણી (મેનેજીંગ ટ્રસ્ટી) એ જણાવ્યું હતું કે આજની યુવા પેઢી એ ખુબ જ વ્યાપાર ફિલ્મમાં હોશીયાર છે. જે અંતર્ગત આજરોજ એચ.એન.એન. કોલેજ દ્વારા ટોક વીથ ટાઇકુન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બાન લેબ્સ પ્રાઇવેટ લી.ના મૌલેશભાઇ દ્વારા કઇ રીતે વિઘાર્થીઓમાં વ્યાપારની આવડત વિકસે તે સંબંધીત માર્ગદર્શન આપ્યું હતું ઉપરાંત વિઘાર્થીઓમાં રહેલા પ્રશ્ર્નો અંગે પણ માર્ગદર્શન આપ્યું હતું.