આજે પાંચમું નોરતું સ્કંદમાતાની સ્તુતિ નો પર્વ છે જગદંબાના આ અવતારને સૃષ્ટિ અને ખાસ કરીને સામાજિક જીવનને આગળ વધારવા માટેના અનુષ્ઠાનનું ધોતક ગણવામાં આવે છે નવરાત્રીના નવ સ્વરૂપો પ્રસ્તુતિ અલગ અલગ મહિમા ધરાવે છે આજે પાંચમાં નોરતે જે માતાજીની આરાધના કરવામાં આવે છે
જય માતાજી સ્કંદમાતા ને પ્રસન્ન કરવાથી ભાવિકને પુત્ર પ્રાપ્તિ થાય છે સમાજજીવન અને સમગ્ર સૃષ્ટિના સંચાલન અને આ સામાજિક જ્ઞાન અને આગળ વધારવા માટે ભાવિ પેઢીનું નિર્માણ જરૂરી છે દરેક જીવ માટે તેના વારસદાર ની આવશ્યકતા છે પુત્રપ્રાપ્તિની આ એસણા સ્કંદ માતા ની સ્તુતિ પૂરી કરે છે જીવનમાં દરેક પરિવાર વ્યક્તિ મહિલા પુરુષ માટે તેના જીવન અને ધર્મભક્તિ ને નિરંતર આગળ વધારવા માટે પુત્ર આવશ્યક હોય છે.
શાસ્ત્ર અને પુરાણ વેદ માં પણ દરેક દેવ દેવત્વ અને ઘરમ અધિકારીને પોતાનો ધર્મ યજ્ઞ અવિરત ચાલુ રાખવા માટે ઉત્તરાધિકારી ની આવશ્યકતા હોય છે ત્યારે વિશ્વ ભલે મેડિકલ અને વિજ્ઞાન ક્ષેત્રે ખૂબ જ આગળ વધી ગયું હોય કાળા માથાનો માનવી કુદરતની ઘણી બાબતો પોતાના હાથમાં લેવા હોવાત્યાંમારે છે ઘણા પ્રયત્નો થાય છે પરંતુ ઈશ્વરે આજે પણ જીવન અને મૃત્યુની દોરી પોતાના હાથમાં રાખી છે ત્યારે જીવન અને મૃત્યુ સંપૂર્ણપણે ઈશ્વરના આધીન છે તેના માટે દેવત્વ ના આશીર્વાદ અનિવાર્ય છે આજે પાંચમાં નોરતે માં સ્કંદ ની સ્તુતિ પુત્ર પ્રાપ્તિ નું વરદાન આપનારી છે.
માતાજીનો મંત્ર:
ૐ હ્રીં ક્રિં સ્વામિન્યે નમ:
નૈવેધ:
માતાજીને કેળાનો પ્રસાદ ધરાવો તથા બ્રાહ્મણ ભોજન કરાવું