તારા ડુંગરેથી ઉતર્યો વાઘ રે…
સૂર્યમંડળના અધિષ્ઠાથી સ્કંદ માતાની ઉપાસના કરવાથી શરીરમાં તેજનો સંચાર થાય: મા ને કેળાનો પ્રસાદ ધરવો
આજે નવરાત્રીનો પાંચમો દિવસ છે. આજે સ્કંદમાતાની પૂજા કરાય છે. સ્કંદમાતાને વાત્સલ્યની મૂર્તિ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે સ્કંદ માતાની પૂજા કરવાથી સંતાન યોગની પ્રાપ્તી થાય છે. હિન્દુ માન્યતાઓમાં સ્કંદમાતા સૂર્ય મંડળની અધિષ્ઠાત્રી દેવી છે. એવું કહેવાય છે કે જે ભકત સાચા મન અને પૂરા વિધિવિધાનથી સ્કંદમાતાની પૂજા કરે છે. તેને જ્ઞાન અને મોક્ષની પ્રાપ્તી થાય છે.
મા દુર્ગાનું પાચમુ સ્વરૂપ સ્કંદમાતા છે. જેની ઉપાસના નોરતાના પાચમા નોરતે એટલે કે દિવસે કરવામાં આવે છે.
સ્ક્ધદ એટલે કાર્તિકેય નામથી ઓળખાય છે. જેમના માતા એટલે સ્ક્ધદમાતા જેના મોળામાં કુમારકાર્તિકેય બાળરૂપમા બેઠા છે. જે દેવતાઓનાં સેનાપતી છે.
માતાજીને ચાર હાથ છે. હાથમાં કમળ વરમુદ્રા છે અને કમળના આસનમાં સુશોભિત છે. માતાજીને પદમાસના દેવી પણ કહેવામાં આવે છે. માતાજીનું વાહનસિંહ છે.
માતાજીની ઉપાસના સાવધાની પૂર્વક કરવી એક ચિંતે ધ્યાન પૂર્વક કરવી જોઈએ માતાજીની ઉપાસનાથી મનની મનોકામના પૂર્ણ થાય છે. અને મોક્ષ મળે છે. માતાજી સૂર્ય મંડળના અધિષ્ઠાત્રી છે. તેના કારણે સ્ક્ધદમાતાની ઉપાસના કરવાથી શરીરમાં તેજ આવે છે.
ખાસ કરીને માતાજીની ઉપાસના એકાગ્રતાથી કરવી જોઈએ આથી ભવસાગરના દુ:ખોમાંથી મૂકિત મળે છે.
માતાજીનો મંત્ર:
ૐ હ્રીં ક્રિં સ્વામિન્યે નમ:
નૈવેધ:
માતાજીને કેળાનો પ્રસાદ ધરાવો તથા બ્રાહ્મણ ભોજન કરાવું