પ્રગતિશીલ પેનલના ૬ ઉમેદવારો બિનહરીફ
જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશનની વર્ષ ર૦ર૦-ર૦રર ની કારોબારી સમિતિની ચૂંટણી માટે વિભાગ નંબર એક બ્રાસપાર્ટ વિભાગની ચૂંટણીમાં પ્રગતિશીલ પેનલના કુલ ૧પ ઉમેદવારો મેદાનમાં છે.
ઉમેદારી ક્રમાંક ૧ ધરાવતા એટલાસ મેટલ ઈન્ડસ્ટ્રીઝના રાજેશભાઈ બી. ચાંગાણી, ઉમેદવારી ક્રમાંક ર ધરાવતા ભારતી ઓટો પ્રોડક્ટ્સના સુરેશભાઈ પી. હિરપરા, ઉમેદવારી ક્રમાંક ૩ ધરાવતા ડી.એમ. બ્રાસ એક્સ્ટ્રુઝનના વશરામભાઈ ડી. પટેલ, ઉમેદવારી ક્રમાંક ૪ ધરાવતા દિવ્યા ઈલેક્ટ્રીકલ્સના અમૃતલાલ વી. ચંદરિયા, ઉમેદવારી ક્રમાંક ૬ ધરાવતા હિન્દુસ્તાન મેટલ કોર્પોરેશનના મનસુખભાઈ વી. સાવલા, ઉમેદવારી ક્રમાંક ૭ ધરાવતા જીત એન્ટરપ્રાઈઝના બિપીનભાઈ કે. ચંદરિયા-ઈન્ડિયન, ઉમેદવારી ક્રમાંક ૮ ધરાવતા એમ.પી. સેલ્સ કોર્પોરેશનના પરેશભાઈ આર. માલાણી, ઉમેદવારી ક્રમાંક ૯ ધરાવતા મીરા એન્ટરપ્રાઈઝના ભાઈલાલભાઈ સી. ગોધાણી ચૂંટણી લડી રહ્યા છે.
આ ઉપરાંત ઉમેદવારી ક્રમાંક ૧૦ ધરાવતા માઈક્રોટેક મેટલ ઈન્ડસ્ટ્રીઝના અશોકભાઈ સી. દોમડિયા, ઉમેદવારી ક્રમાંક ૧૧ ધરાવતા ન્યાલ્સ બ્રાસ પ્રોડક્ટ્સના ભરતભાઈ એચ. દોઢિયા, ઉમેદવારી ક્રમાંક ૧ર ધરાવતા કવિક બ્રાસ પ્રોડક્ટ્સના પ્રજ્ઞેશભાઈ એન. ભાલોડિયા, ઉમેદવારી ક્રમાંક ૧૩ ધરાવતા રાજ ઈન્ડસ્ટ્રીઝના કૃણાલભાઈ વી. શેઠ, ઉમેદવારી ક્રમાંક ૧પ ધરાવતા સત્યનામ એન્જિનિયરીંગ ઈન્ડસ્ટ્રીઝના લાખાભાઈ એમ. કેશવાલા, ઉમેદવારી ક્રમાંક ૧૭ ધરાવતા સિદ્ધના બ્રાસ ઈન્ડસ્ટ્રીઝના નિલેશભાઈ એસ. આણદાણી તા ઉમેદવારી ક્રમાંક ૧૮ ધરાવતા સુજાતા બ્રાસ કોમ્પો. પ્રા. લિ.ના સુજીતભાઈ ડી. નકુમ પણ પ્રગતિશીલ પેનલ તરફી ચૂંટણી લડી રહ્યા છે.
વિભાગ નંબર ત્રણ નોન ફેરસ મેટલ ટ્રેડીંગ વિભાગની ચૂંટણી માટે ઉમેદવારી ક્રમાંક ર ધરાવતા મોનાર્ક મેટલ એજન્સીઝના ઓમપ્રકાશભાઈ એમ. મહેશ્વરી પણ ચૂંટણી લડી રહ્યા છે. ઉલ્લેખનિય છે કે, વિભાગ-ર ફાઉન્ડ્રી વિભાગ તા વિભાગ નં. ૪ જનરલ વિભાગમાંથી પ્રગતિશીલ પેનલના ૬ ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે. એસોસિએશનની ચૂંટણી રપ/૭ ને શનિવારે સવારે ૯ થી સાંજે ૪ દરમિયાન જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશન, શંકર ટેકરી, ઉદ્યોગનગર, જામનગરમાં યોજાવાની છે. પ્રગતિશીલ પેનલના કન્વિનર લાખાભાઈ એમ. કેશવાલાએ પેનલના તમામ ઉમેદવારોને વિજયી બનાવવા પંદર મત આપવા અનુરોધ કર્યો છે. પંદરી ઓછા કે વધારે મત આપવામાં આવશે તો મતપત્રક રદ ગણાશે તેનું ધ્યાન રાખવા તાકીદ કરવામાં આવી છે.