બોળચોથની સાથે આજે સાતમ આંમના તહેવારોનો આરંભ થઈ ગયો છે. બોળચોથના દિવસે ગાયમાતા અને વાછરડાનું પૂજન કરવાનું મહત્વ હોય છે. આજે પરિણીત મહિલાઓએ ભાવભેર ગૌ માતાનું પૂજન કર્યું હતુ બોળચોથના દિવસે મહિલાઓ એકટાણુ કરે છે અને ઘઉંની વસ્તુ છે.
ગાયના દુધનો ઉપયોગ કરવામાં આવતો નથી કે કોઈ ચીજ વસ્તુ ખાંડીનેકે વઘારીને પણ રાંધવામાં આવતુ નથી બાજરાનો રોટલો અને મગનું શાક ખાસવાનું મહત્વ હોય છે. આજથી સાતમ આઠમના તહેવારોનો મંગલ આરંભ થઈ ગયો છે. આવતીકાલે નાગપાંચમ, શનિવારે રાંધણ છઠ્ઠ, રવિવારે શિતળા સાતમ અને સોમવારે જન્માષ્ટમીની ઉજવણી કરાશે.