કિશોરદાના સદાબહાર ટોન-૧૦ ગીતો
૧) તુમ સાથ હો જબ અપને- કાલિયા ૨) જીંદગી કા સફર -સફર ૩) મેરે સપનો કી રાની-આરાધના ૪) પગ ઘૂંઘ‚ બાઠધ નમક હલાલ ૫) ચિંગારી કોઈ ભડકે – અમરપ્રેમ ૬) ઈક ચતુર નાર – પડોશન ૭) આને વાલા પલ-ગોલમાલ ૮) મ તિ ઓમ-કર્ઝ ૯) અપની તો જૈસે તૈસે- લાવારિસ ૧૦) પલ પલ દિલ કે પાસ-પ્રોફેસર
કિશોરીલાલ ગાંગુલીનો જન્મ ૪ ઓગસ્ટ ૧૯૨૯ના રોજ મધ્યપ્રદેશનાં ખંડવામાં થયો હતો૪ ઓગસ્ટ ૧૯૨૯ના દિવસે કિશોર કુમારનો જન્મ મધ્ય પ્રદેશના ખંડવા શહેરમાં એક બંગાળી પરિવાર (ગાંગુલી)માં થયો હતો. પરંતુ ફિલ્મી દુનિયામાં પગ રાખતા સમયે તેમણે પોતાનું નામ કિશોર કુમાર રાખી દીધું અસલ નામ કિશોરીલાલ ગાંગુલી છે.મોટાભાઈ અશોકકુમાર અને અનુપકુમારની સાથે તે પણ ફિલ્મી દુનિયામાં આવ્યા. તેમને ગાયક જ બનવું હતુ પરંતુ કેટલીયે ફિલ્મોમાં પણ કામ કર્યું તે તાલીમ પામેલા ગાયક ન હતા. પરંતુ પોતાના હુન્નરથી તેમણે લોકોના દિલ જીતી લીધા હતા.પોતાની ગુડવિલથી લોકોના દિલમાં વસી ગયા. ૧૯૫૮માં બનેલી ચલતી કા નામ ગાડી ફિલ્મ તેમના હોમ પ્રોડકશનની હતી. તેમાં ત્રણે ગાંગુલી ભાઈઓ અને મધુબાલાએ કામ કર્યું હતુ.૧૯૪૬થી ૧૯૮૭ સુધી કિશોરકુમારે લગભગ ૧૫૦૦ હિન્દી ફિલ્મોમાં ગીત ગાયા હતા તેમણે બંગાળી હિન્દી મરાઠી આસામી ગુજરાતી કન્નડ ભોજપુરી મલયાલમ ઉડીયા અને ઉર્દુ સહિત અનેક ભારતીય ભાષાઓમાં ગીત ગાયા.તેમને મેલ પ્લેબેક સિંગીંગ માટે ૮ વખત ફિલ્મ ફેર એવોર્ડ મળ્યા અને તે અત્યાર સુધીમાં સૌથી વધુ છે. તેમને સૌથી વધુ વખત આ કેટેગરીમાં નામાંકિત કરાયા હતા.તેઓ ૨૭ વખત નામાંકિત થયા હતા ૧૩ ઓકટોબર ૧૯૮૭ના દિવસે મુંબઈમાં તેમનું નિધન થયું હતુ ત્યારે તેઓ સંગીતકાર બખત લહિરી સાથે રેકોર્ડિંગ કરી રહ્યા હતા તેઓના અંતિમ શબ્દો હતા કે જલદી કરો, મારે મોડુ થાય છે.