કેન્દ્રના ડેપ્યુટેશન પર રહેલા અને એક સમયના સીબીઆઈના જોઈન્ટ ડાયરેકટર પદે ફરજ બજાવી ચૂકેલા આઈપીએસ અધિકારી અરૂણકુમાર શર્માનો આજે જન્મદિવસ છે ૫-૧-૧૯૬૧ના રોજ જન્મેલા અરૂણકુમાર શર્મા આજે ઝળહળતી કારકીર્દી સાથે પોતાના જીવનના ૫૮ વર્ષ પૂર્ણ કરી ૫૯માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે.
મૂળ બિહારના વતની જાબાઝ આઈપીએસ અધિકારી અરૂણકુમાર શર્મા અગાઉ ગોંડલમાં એ.એસ.પી. તરીકે, રાજકોટમાં ત્રણ વખત ડી.સી.પી. જામનગરમાં ડી.એસ.પી. અને વલસાડમાં ડી.એસ.પી. તરીકે તેમજ સી.આઈ.ડી. આઈ.બી.નાં આઈ.જી. તરીકે અને ગાંધીનગર રેન્જ આઈ.જી. તરીકે તેઓ ફરજ બજાવી ચૂકયા છે.તેમણે અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચના જોઈન્ટ પોલીસ કમિશ્નર તરીકે પણ ફરજ બજાવી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ગુડ બુકમાં સ્થાન મેળવનાર આઇપીએસ અરૂણકુમાર શર્મા રાજકોટમાં નાયબ પોલીસ કમિશનર તરીકે પસંશનીય ફરજ બજાવી લોકપ્રિય બન્યા હતા. ચકચારી ભાસ્કર અપહરણ કેસમાં પણ ભરૂચ નજીક વાલીયા ખાતે ઓપરેશન કરી એક અપહરણકારને એન્કાઉન્ટરમાં ઠાર કરી ભાસ્કર પારેખની સાથે રહેલા અપહૃત પરેશ શાહને મુકત કરાવ્યો હતો. રાજકોટમાં ફરજ દરમિયાન ખુખાર અપરાધિઓ એ.કે.શર્માના નામથી થરથર કાંપતા હતા. રાજકોટ ઉપરાંત મહેસાણા અને જામનગર ખાતે પણ એસપી તરીકે પસંશનીય કામગીરી કરી લોકપ્રિય અધિકારી બન્યા હતા.
ગાંધીનગર રેન્જ આઇજી અને સીઆઈડી, આઈ.બી.માં અને ત્યાર બાદ અમદાવાદ શહેરમાં જોઇન્ટ પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવનાર અરૂણકુમાર શર્માએ ચકચારી સોરાબુદીન કેસની પણ આગવી કુન્હેથી તપાસ કરી હતી. સમગ્ર પોલીસ ડીપાર્ટમેન્ટનું નામ રોશન કરનાર અરૂણકુમાર શર્માની કામગીરીની કદર કરી તેમને રાષ્ટ્રપતિ ચંદ્રક પણ આપવામાં આવ્યો હતો. ‘અબતક’ દૈનિક પરિવાર દ્વારા આજના તેમના જન્મ દિવસે તેમને લાખ લાખ શુભેચ્છાઓ પાઠવે છે.