• રિલાયન્સ જિયો, ભારતી એરટેલ અને વોડાફોન આઇડિયા 5ૠ મોબાઇલ સેવાઓ માટે મહત્વપૂર્ણ રેડિયો ફ્રીક્વન્સીઝ મેળવવા સજ્જ

અબતક, નવી દિલ્હી : ટેલિકોમ વિભાગ આજથી આઠ બેન્ડમાં રૂ. 96,000 કરોડથી વધુના સ્પેક્ટ્રમની હરાજી શરૂ કરશે.  ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર્સ અને ઓપરેટર્સ રિલાયન્સ જિયો, ભારતી એરટેલ અને વોડાફોન આઇડિયા 5જી મોબાઇલ સેવાઓ માટે આ મહત્વપૂર્ણ રેડિયો ફ્રીક્વન્સીઝ મેળવવાની રાહ જોઈ રહ્યા છે.  છેલ્લી સ્પેક્ટ્રમની હરાજી ઓગસ્ટ 2022માં યોજાઈ હતી, જેમાં 5જી સેવાઓ માટેની રેડિયો ફ્રીક્વન્સીનો પ્રથમ વખત સમાવેશ કરવામાં આવ્યો હતો.

ટેલિકોમ વિભાગે સ્પેક્ટ્રમની હરાજીની સમયમર્યાદા 19 દિવસ લંબાવી હતી.  પહેલા આ સ્પેક્ટ્રમની હરાજી 6 જૂને થવાની હતી, પરંતુ 5 જૂને આ લાઈવ ઓક્શનની શરૂઆતની તારીખ 6 જૂનથી બદલીને 25 જૂન કરવામાં આવી હતી.

સરકાર લગભગ રૂ. 96,317 કરોડની મૂળ કિંમતે મોબાઇલ ફોન સેવાઓ માટે આઠ સ્પેક્ટ્રમ બેન્ડની હરાજી કરશે.  નોંધનીય છે કે 800 એમએચઝેડ, 900 એમએચઝેડ, 1800 એમએચઝેડ, 2100 એમએચઝેડ, 2300 એમએચઝેડ, 2500 એમએચઝેડ, 3300 એમએચઝેડ અને 26 જીએચઝેડ બેન્ડમાં ઉપલબ્ધ તમામ સ્પેક્ટ્રમ 10મી હરાજીનો ભાગ છે.

સ્પેક્ટ્રમ 20 વર્ષના સમયગાળા માટે આપવામાં આવશે અને સફળ બિડર્સને 20 સમાન વાર્ષિક હપ્તામાં ચુકવણી કરવાની સુવિધા હશે.  ટેલિકોમ વિભાગે ઓછામાં ઓછા 10 વર્ષ પછી આગામી હરાજી દ્વારા પ્રાપ્ત સ્પેક્ટ્રમ પરત કરવાનો વિકલ્પ આપ્યો છે.

રિલાયન્સ જિયોએ સ્પેક્ટ્રમની હરાજી માટે સૌથી વધુ રૂ. 3000 કરોડ જમા કરાવ્યા છે.  તેના આધારે કંપની રેડિયો ફ્રીક્વન્સી માટે સૌથી વધુ બોલી લગાવી શકે છે.

ટેલિકોમ્યુનિકેશન વિભાગના જણાવ્યા અનુસાર, ભારતી એરટેલે રૂ. 1050 કરોડ અને વોડાફોન આઇડિયા એ 300 કરોડ રૂપિયા જમા કરાવ્યા છે.  દેવાથી ડૂબી ગયેલી વોડાફોન આઈડિયા લિમિટેડ તેના સ્પેક્ટ્રમ વપરાશ ચાર્જને ઘટાડવા માટે ખાસ કરીને 26 ગીગાહર્ટ્ઝ બેન્ડમાં વ્યૂહાત્મક એક્વિઝિશન પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.