રાજકોટન્યૂઝ : બ્રહ્માંડમાં આજે વધુ એક ખગોળીય ઘટના સર્જાઈ રહી છે, અને આજે 20મી માર્ચ એટલે કે પૃથ્વી પર સમગ્ર વર્ષનો મિડલ દિવસ છે. આજે દિવસ અને રાત બન્ને એક સરખા જ થાય છે. જેમાં અડધો દિવસ સૂર્યપ્રકાશ રહે છે, જ્યારે અડધો દિવસ ચંદ્રની રોશની રહે છે. આ દિવસ પછી પ્રતિદિન દિવસ લાંબો અને રાત ટુંકી થતી જાય છે.
આ દિવસ થી સૂર્ય વિષુવવૃતને છેદવાનું શરુ કરે છે. પૃથ્વી સૂર્ય ની આસપાસ સીધી નહીં પણ 23.5 અંશ નમેલી રહીને સૂર્ય ફરતે પ્રદક્ષિણા કરતી હોવાથી આપણો દેશ અને અન્ય રાષ્ટ્રો ઉત્તર ગોળાધઁ માં આવેલા છે, અને તેથી સૂર્ય ના કિરણો ત્યાં સીધા પડવાથી હવે પછીના દિવસોથી ગરમીમાં પણ વધારો થશે.
20 માર્ચ ના રોજ મહા સમપૃકાશીય દિવસ હોય પૃથ્વીના બન્ને ગોંળાઘઁ માં સૂર્ય પ્રકાશ સમાન પડશે, અને દિવસ તેમજ રાત સરખા હશે. આ દિવસે સૂર્ય પૂર્વ ક્ષિતિજ ઉપર ઉગે છે. તેને વસંત ના અંત ની મોસમ કહેવાય છે. 21 મી માર્ચ થી સૌર ચૈત્ર નો આરંભ થતો હોય પયાઁવરણ પૂરક એવા વૈશ્વિક દિન તરીકે ઉજવવા માં આવે છે.