શાળા દ્વારા સામાજીક જાગૃતતા પર શોર્ટ-ફિલ્મ રજુ કરવામાં આવશે: નવા સત્રથી ધો.૧૧-૧ર વિજ્ઞાન પ્રવાહનો પ્રારંભ: નવા થોરાળા અને રણછોડનગર શાખાના વાર્ષિક સાંસ્કૃતિક પર્વોત્સવની ર૮મીએ ઉજવણી
સૌરાષ્ટ્ર શિક્ષણ અને સેવા સમાજ દ્વારા સંચાલીત સરસ્વતી વિદ્યામંદીર સંકુલ રાજકોટ દ્વારા આજરોજ મારુતીનગર અને બુધવારના રોજ રણછોડનગર તેમજ નવા થોરાળા સ્થિત સંકુલોના વાર્ષિકોત્સવની ઉજવણી હેમુગઢવી હોલ અને અટલ બીહારી બાજપાઇ ઓડીટોરીયમ ખાતે કરવામાં આવશે. આ બન્ને પ્રસંગે સામાજીક અને શૈક્ષણિક જગતના પ્રતિષ્ઠિત આગેવાનો ઉ૫સ્થિત રહેશે. આ પ્રસંગ અનુરુપ માહીતી આપવા માટે સરસ્વતી શિશુમંદીરના ટ્રસ્ટી અપૂર્વભાઇ મણીયાર, અક્ષયભાઇ જાદવ, કેતનભાઇ ઠકકર તેમજ પ્રીન્સીપાલ હરીકૃષ્ણભાઇ પંડયા, હર્ષદ પરમાર, હિનાબેન તલાટીયા અને દર્શના દોમડીયાએ ‘અબતક’મીડીયા હાઉસની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
આ તકે શાળાના ટ્રસ્ટી અપૂર્વભાઇ મણીઆરે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે આ વર્ષ નવા શૈક્ષણિક સત્રથી સરસ્વતી શિશુમંદીર મારુતીનગર ખાતે ધો. ૧૧-૧ર માં વિજ્ઞાન પ્રવાહનો શુભારંભ થશે. આ ઉ૫રાંત શાળા દ્વારા વાર્ષિકોત્સવ દરમીયાન વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ સિવાય સ્વચ્છતા વિષયક સામાજીક જાગૃતતા ફેલાવતી શોર્ટ ફિલ્મ પણ રજુ કરવામાં આવશે. અને સમગ્ર વાર્ષિકોત્સવ દરમીયાન બધી જ ઇવેન્ટ વસુધૈવ કુટુંબકમ અને માતા-પિતાના મૂલ્ય આધારીત રહેશે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે સરસ્વતી શિશુ મંદીરના વિઘાર્થીઓના સર્વાગી વિકાસ માટે પ્રયત્નશીલ છે અને આવનારા સમયમાં વધુને વધુ શ્રેષ્ઠ અને ઊમદા મુલ્ય નિષ્ઠ શિક્ષણ આપવા સંસ્થા કટીબઘ્ધ છે. એમ જણાવ્યું હતું. સરસ્વતી વિઘા મંદીરના ટ્રસ્ટી બળવંતભાઇ જાની, પલ્લવીબેન દોશી, કેતનભાઇ ઠકકર, રમેશભાઇ ઠાકર, અનીલભાઇ કીંગર, કીર્તિદાબેન જાદવ, અક્ષયભાઇ જાદવ અને રણછોડભાઇ ચાવડા સહીતના સંકુલના તમામ પ્રાધાન્યચાર્ય અને આચાર્ય વાર્ષિકોત્સવને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે.