બંધના એલાનને વિવિધ વેપારી સંગઠનનો ટેક
ખેડૂતોને જણસીના મળતા અપુરતા ભાવો અને પાકવિમાના પ્રશ્ર્ને છેલ્લા દશેક દિવસમાં ખેડુતોનું રાષ્ટ્રવ્યાપી આંદોલન ચાલી રહ્યું છે. આજે કોંગ્રેસ દ્વારા પણ રાજયવ્યાપી ધરણા સહિત કાર્યક્રમો આપ્યા છે ત્યારે ખેડૂત હિત રક્ષક સમિતિ દ્વારા અપાયેલા કેશોદ બંધના એલાનને પ્રચંડ સમર્થન મળ્યું હતું. કેશોદ સજ્જડ બંધ રહ્યું હતું.
કેશોદ ખેડુત હિત રક્ષક સમિતિ દ્વારા સરકાર દ્વારા ખેડુતોને થતા અન્યાય અને ખેડુતોને દુધ શાકભાજી તેમજ અન્ય ખેત ઉત્પાદનના પુરતા પ્રમાણમાં ભાવ મળતા આજે આ મુદાઓની લઈ કેશોદ ખેડુત હિતરક્ષક સમિતિ દ્વારા કેશોદ બંધનું એલાન આપ્યું છે અને આ બંધના એલાનને વિવિધ વેપારીઓના સંગઠને ટેકો આપ્યો છે અને આ બંધના એલાનને પગલે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે.
તો બીજી તરફ ખેડુત હિતરક્ષક સમિતિ દ્વારા સરકારની ખેડુત વિરોધી નીતિઓની સ્મશાનયાત્રા કાઢવામાં આવશે. આમ આજના બંધના એલાનને કેશોદ માર્કેટીંગ યાર્ડ વેપારીઓએ ટેકો આપ્યો છે ત્યારે બંધને કેટલી સફળતા મળે છે તે જોવાનું રહ્યું છે.