ગુજરાત વિધાનસભાની રાજકીય પક્ષો દ્વારા તૈયારીઓ મહિનાઓ પહેલા આરંભી દેવાઈ હતી. પરંતુ ગુજરાત વિધાનસભાની તારીખ ચૂંટણી પંચ જાહેર કરતું ન હતું. ચૂંટણી જાહેર ન કરવા પાછળના કારણોમાં પાટણ-બનાસકાંઠાની પૂરરાહત કામગીરી અને ગુજરાતીઓની દિવાળી ઉજવણી જેવા આપ્યા હતા. તે દરમિયાન આજે કેન્દ્રીય ચૂંટણી પંચ સવારે સત્તાવાર રીતે વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરી શકે છે. સંભવતઃ જાહેરાત બપોરે 1 વાગ્યે થઈ શકે છે.
ગુજરાતી વડાપ્રધાન ભારતની ધૂરા સંભાળી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં લોકોનો વિવિધ મુદ્દે આક્રોશ અને આંદોલનના કારણે ભાજપ શાસિત સરકાર ભીંસમાં છે. ગુજરાતનો ગઢ બચાવવા માટે સરકાર દ્વારા છેલ્લા પંદરેક દિવસથી એક બાદ એક નવી જાહેરાત કરીને લોકોને રીઝવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ વખતે ગુજરાતની ગાદી બચાવવી એ ભાજપ માટે પ્રતિષ્ઠાનો સવાલ બની ગયો છે.