સંવત્સરી પ્રતિક્રમણ બાદ સર્વ જીવોની ક્ષમા યાચના કરાશે
શ્રાવકોએ માસખમણ સોળ ભથ્થુ, અઠ્ઠાઇ, નવાઇ, એકાસણા કર્યા હોય તેવા તપસ્વીઓના કાલે પારણા
સમગ્ર સૌરાષ્ટ્રમાં પર્યુષણના મહાપર્વની જપ, તપ અને આરાધના સાથે ઉજવણી થતી રહી છે. આજે સંવત્સરી નિમિતે ક્ષમાનું આદાન પ્રદાન કરી સ્થાનકવાસી જૈન સંઘોમાં શ્રાવકો સર્વજીવોની ક્ષમાયાચના કરશે.
રાજકોટમાં દર વર્ષે પર્યુષણનું ભકિતપર્વ શ્રઘ્ધાભેર ઉજવાતું રહ્યું છે. છેલ્લા આઠ દિવસથી અહીના તમામ જિનાલયોમાં ભગવાન મહાવીર સ્વામી સહિત અન્ય તિર્થકરોની આંગીના દિવ્ય દર્શનનો હજારો ભાવિકોએ લાભ લીધો હતો.
સંવત્સરીના આરાધકો લગભગ ત્રણ કલાકનું સંવત્સરીક પ્રતિક્રમણ કરે છે. સંવત્સરી પ્રતિક્રમણમાં સર્વ જીવોની ક્ષમાયાચના કરવામાં આવે છે. જે શ્રાવકોએ માસક્ષમણ, સોળ ભથ્થુ, અઠ્ઠાઇ, નવાઇ, અઠ્ઠમ અને એકાસણા કર્યા હોય તેવા તપસ્વીઓના કાલે પારણા થશે સ્થાનકવાસી જૈન સંધોમાં તથા તેરાપંથ જૈન સમાજના આજે સંવત્સરી પર્વની ઉજવણી કરાશે.
આ સાથે ઠેર ઠેર વ્યાખ્યાન, પ્રભુજીની આંગી, સ્વામી વાત્સલ્ય જમણના કાર્યક્રમો ગુરુ ભગવંતોની નિશ્રામાં બારસા સુત્રનું વાંચન થશે.
આત્મ શુઘ્ધિ અને આરાધનાના સાત દિવસનો સરવાળો આજની ક્ષમા યાચનામાં છે. ક્ષમા એ વીરોનું આભૂષણ છે. પર્યુષણએ આત્માની નજીક જવાનું આત્માને શોધવાનું પર્વ છે. ક્ષમા પનાએ સર્વ શ્રેષ્ઠ મુળ મંત્ર છે. આજે સ્થાનવાસી જૈન સંઘ દ્વારા મિચ્છામી દુકકડમ કરી ક્ષમાયાચના પાઠવવામાં આવશે.
જાણે અજાણે જે પાપ યા હોય તે પાપને યાદ કરી તેનું પ્રાયશ્ર્ચિત કરવામાં આવે છે. આ સાથે ઉપાશ્રયોમાં આજે સો ૨૪ ર્તિકર દેવોની વંદના કરવામાં આવશે અને પ્રતિક્રમણ દરમિયાન પાપમાંથી પાછા ફરી અને પ્રાયશ્ચિત કરાશે.
વર્ષ દરમિયાન નાના એવા જીવ માત્રને જાણે અજાણે યેલી હિંસાને યાદ કરી પ્રાયશ્ચિત કરાશે. કણ કણમાં જેમ જીવ રહેલો છે તેમ વિશ્વબંધત્વની ભાવના સો દુશ્મનને પણ જો હાની પહોંચાડાઈ હોય તો તેની પણ ક્ષમા યાચના કરી બધા પાપમાંી મુક્તિ મેળવાશે.
રાજકોટના સનકવાસી જૈન ઉપાશ્રયો રોયલ પાર્ક, કોઠારીયા નાકા, વિરાણી પૌષદ શાળા, શ્રમજીવી ઉપાશ્રય, સરદારનગર, વિતરાગી ઉપાશ્રયમાં આજે સવારે વ્યાખ્યાન, બપોરે આલોચના તા સાંજે પ્રતિક્રમણના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રતિક્રમણમાં ખૂબજ મોટી સંખ્યામાં સનકવાસી જૈન સમુદાય જોડાશે અને મિચ્છામી દુક્કડમ કરી ક્ષમા યાચના કરશે.
સંવત્સર એટલે વર્ષમાં એક જ વાર આવતો હોવાી આજનો મહાન દિવસ સંવત્સરી પર્વ તરીકે ઓળખાય છે. જીવનમાં ચાર પ્રકારના મિત્રો હોય છે.થાળી મિત્ર, તાળી મિત્ર, પ્યાલી મિત્ર અને કલ્યાણ મિત્ર. જયાં સુધી બીજાને જમાડતા રહો અને તે ખુશ રહે તે થાળી મિત્ર, જયાં સુધી બીજાના ખીસ્સા ભરતા રહો અને ત્યારે તાળી પાડે તે તાળી મિત્ર, જે વ્યસની બનાવી દે તે પ્યાલી મિત્ર પરંતુ એક એવો કલ્યાણ મિત્ર રાખો કે તમારી ભુલ થાય ત્યારે તમને કહી શકે. પાછા વાળી શકે તે જ સાચો મિત્ર કહે છે.
આજના દિવસે હજ્જારો જૈન સાધુ-સાધ્વીજીઓ ચૌવિહાર ઉપવાસ કરશે. દરેક સાધુ સાધ્વીજી કેશલુંચન કરેલા જોવા મળશે. હજ્જરો ઉપાસકો નાના મોટા વ્રત સ્વીકારી વ્રતધારી બનશે. ક્રોધ અને અભિમાની કે, આવેશમાં કોઈપણ વ્યક્તિની સો ચાહે તે માતા-પિતા હોય કે પત્ની, પુત્ર કે નોકર ચાકર સો વેર વિરોધ અને કલેશ કંકાસ થઈ ગયા હોય તો સાચા અંત:કરણી નમ્રભાવે શમા માંગવાની છે. કદાચ એવું બને કે, ભુલ સામેવાળાની હોય અને તમે મોટા હોવ તો પણ ક્ષમા માંગનાર આરાધક બને છે. અપરાધીના અપરાધને ભુલીને પ્રેમ અને મૈત્રીનો હા લંબાવવાનો છે.
આપણું જીવન આપણને પ્રકૃતિનો મહાન ઉપહાર મળ્યો છે. જો જીવન સારી રીતે જીવતા આવડી જાય તો જેમ વાંસમાંથી વાંસળી બની શકે છે. માટીમાંથી મંગળ કલશ બની શકે છે. તે જ રીતે જીવનમાં પ્રવેશી ગયેલ દુષપ્રવૃત્તિઓને સરખી કરી પવિત્ર જીવનના માલિક બનો.
જીવનને સર્વોત્તમ રીતે જીવવાની કળા શીખવનારા ૧૦ લક્ષણ વ્યવહારમાં ઉતારવાનું પર્વ એટલે પર્યુષણ
ઉત્તમ ક્ષમા: ક્રોધ, વેર છોડીને તમામ પાસે ક્ષમા માંગવી અને ક્ષમા આપવી એ ઉત્તમ છે.
ઉત્તમ માર્દવ: બધુ હું છું એવું વિચારવું અહંકાર છે તેને છોડીને નર્મ થવું માર્દવ ધર્મ છે.
ઉત્તમ આર્જવ:મનની વાત સાંભળવી એટલે કે, મન, વચન અને કાર્યી એક થઈ જવું આર્જવ ધર્મ છે.
ઉત્તમ શૌચ:શુચિતાને શૌચ કહે છે, મનને નિર્મળ બનાવવાનો પ્રયાસ જ ઉત્તમ શૌચ છે.
ઉત્તમ સત્ય:જે સત્ય પર અટલ છે તે સાધક છે. ઈશ્વરને અંતિમ સત્ય માનવું ઉત્તમ સત્ય છે.
ઉત્તમ સંયમ: સ્વસ્, વ્યવસ્થિત, સંતુલીત વિચાર માટે નિયંત્રીત જીવન જીવવું ઉત્તમ સંયમ છે.
ઉત્તમ તપ: જીવનનો ક્ષાર તપ છે, ભીતરની અપાર સંભાવનાઓને ઓળખવી ઉત્તમ તપ છે.
ઉત્તમ ત્યાગ:અડધી આવક પરિવાર, ચોથા ભાગની આપત્તી માટે અને એટલું જ દાન કરવું ઉત્તમ ત્યાગ છે.
ઉત્તમ આર્કિચન્ય: કશું જ મારૂ નથી આવો વ્યવહારભાવ રાખવો ઉત્તમ આર્કિચન્ય છે.
ઉત્તમ બ્રહ્મચર્ય:બ્રહ્મનો ર્અ છે આત્મા અને આત્માને જાણવાનો પ્રયાસ બ્રહ્મચર્ય છે.