તા ૨.૨.૨૦૨૫ , રવિવાર ,સંવંત ૨૦૮૧, મહા સુદ ચોથ , ઉત્તરાભાદ્રપદા નક્ષત્ર , શિવ યોગ, બવ કરણ , આજે જન્મેલાંની ચંદ્રરાશિ મીન (દ,ચ,ઝ,થ) રહેશે.
મેષ (અ,લ,ઈ) : ગુસ્સા અને આવેશ પર સંયમ રાખવો પડે,ન ગમતી ઘટનાઓમાંથી પસાર થવું પડે,દિવસ માધ્યમ રહે.
વૃષભ (બ,વ,ઉ) : આજના દિવસે કેટલીક બાબતમાં પ્રતીક્ષા કરવાની આવશે,સફળતા માટે થોડી રાહ જોવી પડે પણ યાદ રાખો સફળતા મળશે જ.
મિથુન (ક,છ,ઘ) : નોકરિયાત વર્ગને સારી કામગીરી મળે, વેપારી મિત્રોને ખરીદ વેચાણમાં લાભ થાય,દિવસ સારો રહે.
કર્ક (ડ,હ) : ઘણી ઘટનાઓનું ઊંડાણ પૂર્વક પૃથ્થકરણ કરી શકો, મનોમંથન કરી શકો,આંતરિક શક્તિમાં વૃદ્ધિ થાય.
સિંહ (મ,ટ) : લાગણીના સંબંધોમાં ઠેસ પહોંચતી જોવા મળે, મનમાં બેચેની રહ્યા કરે,ધાર્યા કામ પાર ના પડે.
કન્યા (પ,ઠ,ણ) : વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે છે,ભાગીદારીમાં લાભ થાય, પ્રગતિકારક દિવસ રહે.
તુલા (ર,ત) : લોન વિગેરે બાબતનું ટેન્શન રહેતું જોવા મળે, જીવનમાં નિયમિતતા જરૂરી છે,પૂજા પાઠથી બળ મળી રહેશે.
વૃશ્ચિક (ન,ય) : વિદ્યાર્થીવર્ગે વધુ મહેનત કરવી પડે, સંતાન અંગે ચિંતા જણાય,જો કે ધીમે ધીમે પરિસ્થિતિ સુધરે.
ધન (ધ,ભ,ફ,ઢ) : મનમાં નવા તાજા વિચારો અને હકારત્મક્તા થી લાભ થાય,લેખન વાંચન અને મનન કરી શકો જેની ખુબ જરુરુ છે.
મકર (ખ,જ) : જીવનમાં પરિવર્તનનો પવન ફૂંકાઈ રહ્યો છે, પરિસ્થિતિમાં ફેરફાર આવી રહ્યો છે,સમજી ને ચાલવું.
કુંભ (ગ,સ,શ ) : નિરાશા કે બેચેની જેવું જણાય, મનમાં બેચેની રહ્યા કરે,કોઈ પ્રવૃત્તિમાં મનના લાગે.
મીન (દ,ચ,ઝ,થ) : તમારી જાતને અંદર થી ઓળખી શકો,આત્મસંવાદ કરી શકો જેથી તમારી જાતને સારી રીતે તપાસી શકો.
–ગ્રહણ અને છ ગ્રહોની યુતિમાં સૂર્યની મહત્વની ભૂમિકા છે
અગાઉ અત્રે લખ્યા મુજબ ષડ્ગ્રહોની યુતિ અને ગ્રહણ આવી રહ્યા છે ત્યારે અનેક અકસ્માત અને આગજનીના સમાચાર સામે આવી રહ્યા છે તો અમેરિકામાં પ્રવાસી વિમાન આર્મી હેલીકૉપટર સાથે ટકરાયું છે જેમાં ૬૭ મૃત્યુ થયા છે હાલમાં જયારે ૨૯ માર્ચના છ ગ્રહોની યુતિ અને ખંડગ્રાસ સૂર્યગ્રહણ આવી રહ્યું છે ત્યારે સૂર્ય પર વૈજ્ઞાનિકોએ સૂર્ય પર મસમોટો કોરોનલ હોલ સર્જાયો છે જે સૌર તોફાન પ્રેરે છે જેની પ્રાયોગિક અસરો પણ નોંધનીય હશે અને સૂર્ય પરનું આ તોફાન આગામી ગ્રહોની ચાલ પણ સમજાવે છે કેમ કે ગ્રહણ અને છ ગ્રહોની યુતિમાં સૂર્યની મહત્વની ભૂમિકા છે જે અનેક ઘટનાક્રમને જન્મ આપનારી છે અને આપણા સંદેશાવ્યવહારથી લઈને નેટ સુધીની બાબતોને પણ અસર કરનાર બને છે જેના પરિણામો આર્ટીફીસીયલ ઇન્ટેલિજન્સ સ્વરૂપે આપણે જોઈ રહ્યા છીએ અને બહુ ઝડપથી સર્ચ એન્જીન અને નેટની કાર્યપઘ્ધતિઓ ઝડપથી બદલાતી જોવા મળશે તથા આ ક્ષેત્રે હજુ ખુબ ઝડપથી સંશોધન આગળ વધશે અને આ ક્ષેત્રમાં ગળાકાપ હરીફાઈ પણ જોવા મળશે વળી જે રીતે બે દેશ વચ્ચે હથિયારોની દોડ જોવા મળે છે એ જ રીતે આર્ટીફીસીયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રે હરણફાળ ભરવા ઘણા દેશ કમર કસશે અને ભારતવર્ષ બુદ્ધિ પ્રતિભામાં અવલ છે એટલે ભારતવર્ષ પણ આ ક્ષેત્રમાં પાછળ નહિ રહે.
—જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
૭૯૯૦૫૦૦૨૮૨