તા ૨૧.૨.૨૦૨૫ , શુક્રવાર ,સંવંત ૨૦૮૧, મહા વદ આઠમ, અનુરાધા નક્ષત્ર , વ્યાઘાત યોગ, તૈતિલ કરણ , આજે સુધી જન્મેલાંની ચંદ્રરાશિ વૃશ્ચિક (ન,ય) રહેશે.
મેષ (અ,લ,ઈ) : અંગત જીવનમાં સારું રહે,મનોમંથન કરી શકો.વિચારોમાં પરિવર્તન જણાય ,શુભ દિન.
વૃષભ (બ,વ,ઉ) : વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે, વિવાહિતને દામ્પત્યજીવનમાં સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો.
મિથુન (ક,છ,ઘ) : ભાગીદારીમાં સારું રહે, જાહેરજીવનમાં આગળ વધી શકો અને તમારું પ્રભુત્વ દર્શાવી શકો ,દિવસ શુભ રહે.
કર્ક (ડ,હ) :વિદ્યાર્થીવર્ગને અભ્યાસમાં સારું રહે, વિદેશ જવા ઇચ્છતા મિત્રો માટે સારું, સંતાન અંગે સારું રહે,યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લઇ શકો.
સિંહ (મ,ટ) : નવી વસ્તુની ખરીદી થાય,સુખ સગવડ પ્રાપ્ત થાય, અન્ય મિત્રોને મદદરૂપ બની શકો , દિવસ સંતોષજનક રહે.
કન્યા (પ ,ઠ,ણ) : ગણતરી પૂર્વક આગળ વધશો તો લાભ થશે, સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય,રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.
તુલા (ર,ત) : આર્થિક બાબતો માં મધ્યમ રહે,આવક જાવક સમજીને કરવા, મનમાં સંતોષ અને રાજીપો રહે, શુભ દિન.
વૃશ્ચિક (ન,ય) : તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય,નવી પ્રતિભા કેળવી શકો, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો.
ધન (ધ,ભ,ફ,ઢ): કોઈ બાબતમાં વધુ દલીલ થી દૂર રહેવું, વાદ-વિવાદ થી દૂર રહેવું,અંગત મિત્રો સાથે મતભેદ નિવારવા પડે.
મકર (ખ,જ) : આકસ્મિત લાભ થાય,મુશ્કેલી માં આશાનું કિરણ દેખાય, મુસાફરીના યોગ બની રહ્યા છે, દોડધામ રહે.
કુંભ (ગ ,સ,શ) :વેપારીવર્ગને લાભ થાય, સ્ત્રીવર્ગને મધ્યમ રહે, નોકરિયાતવર્ગને સારું રહે,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
મીન (દ,ચ,ઝ,થ): નસીબ સાથ આપતું જણાય,નવીન તક હાથ માં આવે પરંતુ તેને કાર્યમાં રૂપાંતરિત કરવા મહેનત કરવી જરૂરી બને છે.
—જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
–પાંચમી રાશિ સિંહ રાજવી રાશિ છે જે સત્તા અને સિંહાસન દર્શાવે છે,
પાંચમી રાશિ સિંહ રાજવી રાશિ છે જે સત્તા અને સિંહાસન દર્શાવે છે, રાજવી ઠાઠ બતાવે છે, સ્વાભિમાન બતાવે છે. સિંહ રાશિ જ્યાં બેસે છે ત્યાં સ્વમાન ઈચ્છે છે અને સ્વમાનના ભોગે કઈ પણ કરવાની ના પાડે છે. સિંહ રાશિને પોતાની એક અલગ ખુરશી જોઈએ અને પોતાનું આગવું સ્થાન જોઈએ વળી સિંહ રાશિ શિક્ષણ બતાવે છે પ્રણય બતાવે છે અને સંતાન વિષે પણ પ્રકાશ પાડે છે. શરીરમાં પેટ અને વાસાનો ભાગ તેનામાં આવે છે વળી જે ભોજન આપણે લઈએ છીએ તેની સીધી અસર સિંહ રાશિ પર પડે છે માટે ભોજનનો આપણા ગ્રહો સાથે સીધો સબંધ છે. સિંહ રાશિ યશ અપયશ પ્રતિષ્ઠા નક્કી કરે છે અને સિંહ રાશિમાં શુભ ગ્રહો હોય તો વ્યક્તિની સારી નામના થાય છે અને સમાજે તેની નોંધ લે છે. સિંહ રાશિ અચાનક લાભ, શેરબજાર કે કોઈપણ પ્રકારની સટ્ટાબાજી દર્શાવી શકે અહીં પેપ ગ્રહો એ બાબતોમાં ભૂલ ખવડાવે છે જયારે શુભ ગ્રહો લાભ આપતા જોવા મળે છે. સિંહ રાશિ બગડતી હોય ત્યારે ભોજન પદ્ધતિમાં કાળજી લેવી જોઈએ જેનાથી સિંહ રાશિને સુધારી શકાય છે વળી નિયમિત સૂર્ય આરાધના અને વહેલી સવારે ખુલ્લામાં ભ્રમણ કરવાથી અને સૂર્ય નમસ્કારથી સૂર્યને સુધારી શકાય છે. સરકારી નોકરી માટે અને સારા પદ પ્રતિષ્ઠા માટે સૂર્ય આરાધના જરૂરી બને છે કેમ કે ઉચ્ચ અધિકારીપદ પ્રાપ્ત કરવા સૂર્ય કૃપા જરૂરી બને છે જેનું આધિપત્ય સિંહ રાશિ પર છે.
—જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી