તા ૩૦.૧.૨૦૨૫ , ગુરુવાર ,સંવંત ૨૦૮૧, મહા સુદ એકમ, ધનિષ્ઠા નક્ષત્ર ,વ્યતિપાત યોગ, બાલવ કરણ , આજે સાંજે ૬.૩૪ સુધી જન્મેલાંની ચંદ્રરાશિ મકર (ખ,જ) ત્યારબાદ કુંભ (ગ ,સ,શ) રહેશે.
મેષ (અ,લ,ઈ) : આંતરિક શક્તિ વધે, દિવ્ય ચેતનાનો વિકાસ થાય, લાભ આપતો દિવસ,પ્રગતિ થાય.
વૃષભ (બ,વ,ઉ) : ભાગ્યની દેવી રીઝતી જણાય,નવીન તક હાથ માં આવે,ધાર્યા કામ પાર પાડી શકો .
મિથુન (ક,છ,ઘ) : મનમાં ચીડિયાપણું રહે ,માનસિક વ્યગ્રતા રહે,મન નું ધાર્યું ના થાય,મધ્યમ દિવસ.
કર્ક (ડ,હ) : ભાગીદારીમાં કામ કરતા મિત્રો ને સારું રહે, દામ્પત્યજીવનમાં સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો.
સિંહ (મ,ટ) : તબિયતની કાળજી લેવી, ખાણી પીણી બાબત ધ્યાન રાખવા સલાહ છે, જીવનપદ્ધતિમાં ફેરફાર કરવા પડે.
કન્યા (પ ,ઠ ,ણ ) : પ્રણયમાર્ગે આગળ વધી શકો,મનની વાત વ્યક્ત કરી શકો. દિવસ ખુશનુમા વીતે.
તુલા (ર,ત) : તમારા પોતાના શોખ માટે સમય ફાળવી શકો, પરિવાર સાથે સમય વિતાવી શકો ,દિવસ આનંદ માં પસાર કરી શકો.
વૃશ્ચિક (ન ,ય ) : નવી પ્રતિભા કેળવી શકો, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
ધન (ધ ,ભ ,ફ ,ઢ ) : તમારા સૌમ્ય વાણી-વર્તનથી લાભ થાય,નોકરિયાતવર્ગને સારું રહે, પ્રગતિકારક દિવસ રહે.
મકર (ખ ,જ ) : તમારા ક્ષેત્રમાં આગળ વધી શકો,વેપારીવર્ગને સારું રહે, સ્તિરવર્ગને મધ્યમ રહે,કામકાજમાં સફળતા મળે.
કુંભ (ગ ,સ,શ ) : ખર્ચ પર અંકુશ રાખવો પડે,આવક જાવક નો મેળ કરવો જરૂરી. વધુ વિશ્વાસે ના ચાલવું.
મીન (દ ,ચ ,ઝ ,થ): નસીબ સાથ આપતું જણાય , આકસ્મિત લાભ થાય,ગમતી વ્યક્તિ સાથે સમય વિતાવી શકો.
અત્રે લખ્યા મુજબ દરિયા માં ખલબલી વધી છે
અગાઉ અત્રે લખ્યા મુજબ આર્ટીફીસીયલ ઇન્ટેલિજન્સ અને તેની સ્પર્ધાના પરિણામો આવવાના શરુ થઇ ગયા છે અને ચીને સસ્તું એઆઈ સર્ચ એન્જીન મૂક્યું છે જેની દુનિયાભરમાં અસર થનાર છે અને ઘણી મોનોપોલી પણ તૂટશે તો બીજી તરફ જળતત્વમાં ગ્રહોના જમાવડા સાથે અત્રે લખ્યા મુજબ દરિયા માં ખલબલી વધી છે અને શ્રીલંકાની નૌસેનાએ ભારતીય માછીમારો પર ફાયરિંગ કર્યું છે જેની ગંભીર નોંધ લેવામાં આવી છે. આગામી દિવસોમાં દરિયામાં અલગ અલગ દેશ પોતાનું શક્તિ પ્રદર્શન કરતા જોવા મળશે અને કેટલાક દેશની શેહમાં ચાંચિયાગીરી પણ સામે આવશે આ ઉપરાંત આતંકીઓ પણ તેની મેલી મુરાદ સાથે બહાર આવતા જોવા મળશે તો કેટલાક દેશ તેની આર્મીને વધુને વધુ સતર્ક કરતા જોવા મળશે કેમ કે ધીમે ધીમે ગ્રહો મીન રાશિ તરફ આગળ વધી રહ્યા છે અને માર્ચના અંતમાં ગ્રહણ પણ આવી રહ્યું છે જેની પૂર્વ તૈયારી થઇ રહી હોય તેમ હથિયારોની દોડ પણ ખુબ આગળ વધી રહી છે તો શેરબજાર પણ વધુ ગિરાવટ તરફ જઈ શકે છે આ બધા વચ્ચે શુક્ર મહારાજ રાહુ સાથે મહિલાઓને પ્રાધાન્ય આપી રહ્યા છે અને તેમને સુરખીઓમાં લાવી રહ્યા છે જે અગાઉ લખ્યા મુજબ આ સમયમાં કલા અને કલાકારો પણ પોતાના ક્ષેત્રમાં પ્રગતિ કરતા જોવા મળશે શુક્ર અને રાહુ સાથે મળીને અલગ જ પરિણામ આપવા માટે જાણીતા છે જે અગાઉના ભ્રમણ પરથી પણ જોઈ શકાય છે. શુક્ર અને રાહુ જયારે વ્યક્તિગત જન્મકુંડળીમાં જોવા મળે ત્યારે ગતજન્મના સ્ત્રી સંબંધી ઋણ દર્શાવનાર બને છે.!
—જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી