- મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ રીવરફ્રન્ટ પર કર્યા યોગા: 10 હજાર નાગરિકો જોડાયા
- આંતરરાષ્ટીય યોગ દિન નિમિતે પીએમ મોદીએ 15 હજાર લોકો સાથે યોગાભ્યાસ કર્યો
- રાજકુમાર કોલેજ ખાતે 1 હજાર યુવાનોએ યોગ કર્યા, અનેક મહાનુભાવો જોડાયા
- રાજ્યના 75 જેટલા આઇકોનિક સ્થળો પર લાખો લોકોએ યોગા કરી યોગ દિવસની ઉજવણી કરી
ભારત સહિત સમગ્ર વિશ્વમાં આજે 8મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. વડાપ્રધાન મોદી યોગ દિવસની ઉજવણી કરવા કર્ણાટકના મૈસૂર પેલેસ ગ્રાઉન્ડ લગભગ 15,000 લોકો સાથે યોગ કર્યો હતો. પીએમ મોદીએ તાડાસન, ત્રિકોણાસન, ભદ્રાસન જેવા આસનોથી યોગની શરૂઆત કરી હતી.
આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે, આજે યોગ ફક્ત ધાર્મિકતા નહિ પરંતુ વિશ્વને ધબકતું કરી દીધું છે.યોગ હવે વૈશ્વિક તહેવાર બની ગયો છે. એ ફક્ત જીવનનો એક ભાગ નથી, જીવનનો એક માર્ગ બની ગયો છે. આ પ્રસંગે મોદીએ કહ્યું હતું- ’આજે યોગ માનવજાતને સ્વસ્થ જીવનનો વિશ્વાસ આપી રહ્યો છે.
આજે સવારથી આપણે જોઈ રહ્યા છીએ કે થોડાં વર્ષો પહેલાં આધ્યાત્મિક કેન્દ્રોમાં યોગની જે તસવીરો જોવા મળતી હતી એ હવે દુનિયાના ખૂણે ખૂણે દેખાઈ રહી છે. આ સામાન્ય માનવતાનાં ચિત્રો છે. એ વૈશ્વિક તહેવાર બની ગયો છે. એ માત્ર એક વ્યક્તિ માટે જ નહીં, પરંતુ સમગ્ર માનવતા માટે છે, તેથી આ વખતે થીમ છે યોગ ફોર હ્યુમેનિટી.
‘યોગને વિશ્વમાં લઈ જવા માટે હું સંયુક્ત રાષ્ટ્રનો આભાર માનું છું. મિત્રો, આપણા ઋષિ-મુનિઓએ યોગ માટે કહ્યું છે – યોગ આપણને શાંતિ આપે છે. એ આપણા દેશ અને વિશ્વમાં શાંતિ લાવે છે. આ આખું વિશ્વ આપણા શરીરમાં છે. એ બધું જીવંત બનાવે છે. યોગ આપણને સજાગ, સ્પર્ધાત્મક બનાવે છે. એ લોકો અને દેશોને જોડે છે. આ આપણા બધા માટે સમસ્યાનું સમાધાન બની શકે છે. ‘દેશ આઝાદીની 75મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યો છે. આવી સ્થિતિમાં દેશનાં 75 ઐતિહાસિક કેન્દ્રો પર એકસાથે યોગ કરવામાં આવી રહ્યો છે. એ ભારતના ભૂતકાળને ભારતની વિવિધતા સાથે જોડવા જેવું છે. વિશ્વના વિવિધ દેશોમાં લોકો સૂર્યોદય સાથે યોગ કરી રહ્યા છે. જેમ જેમ સૂર્ય આગળ વધી રહ્યો છે એમ એમ એના પ્રથમ કિરણ સાથે વિવિધ દેશોના લોકો એકસાથે જોડાઈ રહ્યા છે. આ યોગની ગાર્ડિયન રિંગ છે.
‘મિત્રો, વિશ્વના લોકો માટે યોગ માત્ર ’જીવનનો ભાગ’ નથી, પરંતુ હવે એતે ’જીવનનો માર્ગ’ બની રહ્યો છે. આપણે જોયું છે કે આપણા ઘરના વડીલો, આપણા યોગસાધકો દિવસના જુદા જુદા સમયે પ્રાણાયામ કરે છે, પછી ફરી કામ કરવાનું શરૂ કરે છે. આપણે ગમે તેટલા તણાવમાં હોઈએ, યોગની થોડી મિનિટો આપણી સકારાત્મકતા અને ઉત્પાદકતામાં વધારો કરે છે. આપણે પણ યોગ પ્રાપ્ત કરવાનો છે.
ITBPના જવાનોએ બરફની વચ્ચે યોગ કર્યા
યોગ દિવસની શરૂઆત થતાં જ લદાખથી લઈને છત્તીસગઢ અને આસામના ગુવાહાટીથી લઈને સિક્કિમ સુધી ઈંઝઇઙના જવાનોએ યોગ કર્યા હતા. સૈનિકોએ સૂર્યનમસ્કાર કરીને યોગ દિવસની ઉજવણી કરી હતી. ITBP જવાને આ અવસર માટે એક ગીત પણ કમ્પોઝ કર્યું છે.
યોગ કરો અને ‘ટનાટન’ રહો: પૂર્વ મુખ્યમંત્રી રૂપાણી
પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ જણાવ્યું હતુંકે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિશ્વ યોગ દિવસ આંતરરાષ્ટ્રીય બનાવી ને સમગ્ર દુનિયાને આપણી ભારતીય સંસ્કૃતિ પ્રાચીન પદ્ધતિ ,ઋષી મુનિઓએ આપેલ જ્ઞાન આજે દુનિયા સમક્ષ લોકો સ્વીકારી રહ્યા છે.
દરરોજ દેશમાં 1 કરોડ લોકો યોગ કરે તો પણ તેનાથી પ્રેરાયને તમામ લોકો યોગ કરી નિરોગી રહે.આપણે સ્વસ્થ રહીએ,પરિવાર ને સ્વસ્થ રાખીએ.120 થી વધુ દેશના લોકો યોગ સાથે જોડાયા છે.શારીરિક માનસિક ,આધ્યાત્મિક, પદ્ધતિનો યોગ દ્વારા સમન્વય થાય છે.તમામ નિરોગી રહે સ્વસ્થ રહે.
યોગ જ દિવસો સારા પસાર કરાવી શકે: સાંસદ રામભાઈ મોકરિયા
સાંસદ રામભાઈ મોકરિયાએ જણાવ્યું હતું કે યોગ દ્વારા તન અને મન ની શાંતિ રહે છે .યુવાનો યોગમાં જોડાઈ તે માટે અમારા વધુ ને વધુ પ્રયત્ન રહે છે. સવારના યોગા કરવાથી દિવસ સારો પસાર થાય છે.તંદુરસ્ત રહીએ ,યોગ કરીએ અને રોગ થી દુર રહીએ.
યોગ એટલે સદ્ભાવનાનો સમન્વય: ડો. વલ્લભ કથીરિયા
પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો.વલ્લભ કથીરિયા ભારતીય સંસ્કૃતિમાં સમગ્ર જીવનની ઉન્નતિ માટે ,જીવનમાં ઉર્જા ભરવા માટે યોગ જરૂરી છે.યોગ દ્વારા સામાજીક સ્વાસ્થ્ય સારું રહે છે.વિશ્વમા શાંતિ અને સદભાવના ફેલાવવા યોગ ખૂબ જ જરૂરી છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે આજે યોગ ખૂબ જ જરૂરી બન્યો છે, યોગ થકી જ આપણે સમાજને જોડી શકીશું
પરિવારમાં શાંતિ જોઈતી હોય તો યોગ કરો: અરૂણ મહેશ બાબુ
રાજકોટ જીલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુ એ અબતક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે યુવાનો આજે સામેથી યોગ માટે આગળ આવ્યા છે.યોગ દિવસની ઉજવણીમાં જોડાયા છે.રાજકોટ શહેર અને જીલ્લામાં કુલ 600 થી વધુ જગ્યાએ આજે લોકોએ યોગા કર્યા.પ્રધાનમંત્રીશ્રીના આહવાન બાદ આજે સમગ્ર વિશ્વ યોગ તરફ વળ્યું છે ત્યારે દરરોજ યોગ કરી નિરોગી રહેવા લોકોને અપીલ કરું છું.કોરોના દરમ્યાન યોગ દ્વારા અનેકગણા ફાયદા થયા છે.