પાણી બચાવવા માટે પ્રેરણા આપવા અને મહત્વ સમજાવવા દર વર્ષે ૨૨ માર્ચે થાય છે વિશ્વજળ દિવસની ઉજવણી
સમગ્ર વિશ્વમાં દર વર્ષે ૨૨ માર્ચને વિશ્વ જળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ લોકોને પાણી બચાવવા માટે પ્રેરણા આપવાનો અને પાણીનું મહત્વ સમજાવવાનો છે. ચાલુ વર્ષે પાણીની કટોકટી વધુ હોવાના કારણે આજે આ દિવસ અંગે લોકોમાં જાગૃતિ આવે તે જરૂરી છે.
કહેવાય છે કે, ત્રીજુ વિશ્વ યુદ્ધ પાણીના કારણે છેડાશે ત્યારે વિશ્વ જળ દિવસ સહિતના કુદરતી સંપતિને બચાવવા માટે ઉજવાતા દિવસોમાં લોકજાગૃતિનું પ્રમાણ વધતુ જાય તે સુનિશ્ચિત કરવું જોઈએ.
૨૧મી સદીમાં પાણીના પડકારોનો સામનો કરવા માટે કુદરત આધારિત ઉકેલ લાવવાના ધ્યેય સો પાણીનો વધુ પડતો બગાડ અટકાવવો તેમજ હાલના જળ સંશાધનોનો ઉચિત ઉપયોગ કરવા અંગે આજે વિશ્વ જળ દિવસની ઉજવણીમાં સામૂહિક ચિંતન અને મનન થશે. આ સો ગાંધીનગરમાં સિવિલ હોસ્પિટલના ઓડિટોરીયમાં પાણી પુરવઠા રાજય મંત્રી પરબતભાઈ પટેલ ઉજવણીમાં જોડાયા છે. આ અવસરે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં જળ સંરક્ષણ માટે જન અભિયાન તેમજ પાણીના કરકસરયુકત ઉપયોગ માટે ડયુઅલ ફલ્સ સીસ્ટમ લોન્ચીંગ થયું છે.
હાલ વૈશ્વિકસ્તરે પાણીની કટોકટી ભયંકર સ્વરૂપ ધારણ કરતી જાય છે. સાઉથ આફ્રિકાના કેપ્ટાઉન શહેરમાં પાણીની તંગી ખૂબજ છે. જેના પગલે હવે ભારતનું બેંગ્લુરુ પણ ચાલી રહ્યું છે. આકડાનુસાર વ્યવસપનના અભાવે બેંગ્લોરમાં ૨૦૩૧ સુધીમાં જળતંગી ખૂબજ ઘેરી બની જશે. પાણી માટે લોકો વલખા મારશે, હાલ બેંગ્લુરુમાં સાડા ચાર લાખ કુવા છે. ૩૦ વર્ષ પહેલા આ કુવાની સંખ્યા માત્ર ૫ હજાર હતી. આવી જ રીતે દેશના અન્ય શહેરો પણ પાણીની તંગીનું વરવુ સ્વરૂપ જોઈ રહ્યાં છે. વર્ષ ૧૯૯૩માં યુનાઈટેડ નેશન્સ દ્વારા પ્રથમ વખત વિશ્વ જળ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. હાલ જળ સંચય બાબતે વિશ્વમાં ચિંતા વ્યકત થઈ રહી છે. પર્યાવરણને મોટુ નુકશાન પહોંચ્યું છે. ભારતમાં ૨૦ લાખી વધુ લોકોને સ્વચ્છતો નહીં પરંતુ સુરક્ષીત પીવાનું પાણી પણ મળતું નથી.
પાણીની કિંમત લોહી કરતા ઓછી આંકી શકાય નહિ: મેયર
આજે વિશ્વ જળ દિવસ અનુસંધાને મેયર ડો.જૈમન ઉપાધ્યાયે શહેરીજનોને અપીલ સો પોતાના વિચારો પ્રગટ કરતા કહ્યું હતું કે, પૃથ્વીનું અસ્તિત્વ જળ, વાયુ અને વન્યસૃષ્ટિ પર નિર્ભર છે. પાણીની કિંમત લોહી કરતા ઓછી આંકી શકાય નહિ જેી લોકો પાણીનું મુલ્ય સમજે અને બીજાને પણ તેનાી માહિતગાર કરાવે તેવા મહાત્મય સોના આજના દિવસે આપણે સૌ એવો સંકલ્પ કરીએ કે પાણીને સાવ પાણીની જેમ વેડફી ન નાખીએ તેનો નાણાની જેમ આયોજનપૂર્વક અને કરકસરયુક્ત ઉપયોગ કરીએ. રાજકોટ અને રાજકોટવાસીઓની જ વાત કરીએ. આપણે પાણી માટે કપરો ભૂતકાળ જોયો છે. પાણીની કટોકટી વખતે લોકોની આંખોમાંી પાણી વહેતા હતા. ટેન્કર મારફત પાણી ભરતી વખતે પાડોશીઓ સો સબંધો પણ બગડતા, ઝગડાઓ થતા ત્યારે મહાપાલિકાએ ૧૯૮૫-૮૬માં રાજયના ૨૩ ડેમો, કુવાઓમાંથી જળ એકત્ર કરી ટ્રેન મારફતે રાજકોટને પાણી પહોચાડ્યું હતું. આજે પરિસ્થિતિ સાવ જુદી છે. અત્યારે નર્મદા યોજના સાકાર થયો છે અને ગત વર્ષે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સૌની યોજના હેઠળ આજીડેમને નર્મદાની લીંક સો જોડી દીધેલ છે ત્યારે હવે પાણી પ્રશ્ને ચિંતાની કોઈ સ્િિત ની. કહેવાનું તાત્પર્ય એટલું છે કે, પાણીનું મુલ્ય રાજકોટવાસીઓી વિશેષ તો કોણ જાણતું હોય? આમ છતાં સૌ નગરજનો સમગ્ર સમાજની ચિંતા કરી પાણીનો કરકસરયુક્ત ઉપયોગ કરે તે અત્યંત જરૂરી છે. પ્રત્યેક જીવ માટે પાણી કેટલું જરૂરી છે તે તો આપણે સમજીએ જ છીએ, પરતું ઘણા લોકોને ખબર નહિ હોય કે, માનવ શરીરમાં ૭૦ ટકા પાણી હોય છે. મતલબ કે માનવીના શરીરનું અસ્તિત્વ ટકાવી રાખવામાં પણ પાણી નિર્ણાયક પરિબળ સાબિત થયું છે.
પાણી વગર વિશ્વની કલ્પના પણ અસંભવ મ્યુનિ. કમિશનર બંછાનીધી પાની
મહાનગરપાલિકા કમિશન્ર બંછાનીધી પાનીએ કહ્યું હતું કે જળ વગર જીવન અશકય છે આખા વિશ્વમાં લગભગ ૭૦ થી ૭૫ ટકા જે જળ છે એ જળનો ઉપયોગ કરી શકતા નથી. ઓછામાં ઓછું જળ છે એ મીઠા જળ આપણા વિશ્વમાં છે. જળની ઉપયોગીતા કરવી જોઇએ.
જે વિશ્વયુઘ્ધ થશે એ જળ પર થશે એટલે આ તમામ બાબતો જોવા આપણને લાગે કે જળ ના સિવાય આ સુષ્ટિ એટલે આા પુરેપુરો વિશ્વની કલ્પના અસંભવ છે. પહેલા જમાનામાં જોયા હતા બાલરીમાં પાણી મળતું હતું અત્યારે એ બોટલમાં મળ્વા લાગ્યું છે. અને આગામી દિવસોમાં કેવા પડકારો સામે આવશે એ કહેવું મુશ્કેલ છે. અને પાણીનો લોકો વ્યવસ્થીત ઉપયોગ કરી એ માટે લોકોને કહેવામાં આવ્યું છે. બધાને વિનંતી કરતા કહેવામાં આવે કે જળ એ જ જીવન છે. જળ વિના સૃષ્ટિ અસંભવ છે. એટલે બધા એક સાથે પ્રતિજ્ઞા લઇ એ કે જળ એ જ ભગવાન છે. અને એમનું જે છે એ ખુબ વિચારીને સમજીને એ કહી શકાય કે જળએ પારસ છે અને એ પારસનું અમૃત તરીકે ઉપયોગ કરવામાં આવે એ ખાસ તમામને વિનંતી છે.
પાણી પણ સમય જેટલું જ કિંમતી જીલ્લા પંચાયત પ્રમુખ નીલેશ વિરાણી
જળ એજ જીવન છે. માનવ શરીરની અંદર પણ ૭૦ ટકા જેટલું જળ છે. દુનિયાની અંદર એટલે કહી શકાય કે પૃથ્વીની અંદર ૭૦ ટકા જેટલું જળ હોવાથી જળનું મહત્વ ખુબજ વધુ છે. જો અન વગર આખુ શરીર નથી ટકી શકતુ તો એવી જ રીતે જળ વગર આપણું જીવન અશકય છે.
જીલ્લા પંચાયતનાં પ્રમુખ તરીકે એજ સંદેશે આપું છુ જીવનની અંદર જેમ સમય કિંમતી છે. એમ જ જળ પણ એટલું જ કિમંતી છે. અને જળ નો જેટલો બને એટલો દુરવઇ ઓછો થાય અને સદઉપયોગ કરી તેની બચત કરો, અને પાણીનો વ્યાપ વધારો એવી જ અપીલ કરું છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,