ગર્ભવતી માતાઓ અને નવજાત શિશુને રસીકરણનું સુરક્ષાકવચ પૂરું પાડી જીવલેણ રોગો માંથી અપાતી મુક્તિ
આજ તા.10 નવેમ્બરના રોજ વિશ્વ રોગ રસીકરણ દિવસ છે.ભારત સરકાર દ્વારા વૈશ્વિક રોગ પ્રતિકારક ઝુંબેશ અંતર્ગત દેશભરમાં બારથી વધુ રોગો સામે સુરક્ષા કવચ આપતી રસી વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી રહી છે.
વૈશ્વિક આરોગ્ય વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં વસ્તીનું આરોગ્ય દર્શાવે છે અને તે વ્યક્તિગત દેશોના પરિપ્રેક્ષ્ય કે ચિંતાની મર્યાદાથી પર છે.1 દેશની સીમાઓથી બહારની તેમજ વૈશ્વિક રાજકિય અને આર્થિક અસરો ધરાવતી આરોગ્ય સમસ્યાઓ પર ઘણીવાર ભાર મૂકવામાં આવે છે.2 તેની વ્યાખ્યામાં ‘વિશ્વના તમામ લોકો માટે આરોગ્યમાં સુધારો કરવા અને આરોગ્યમાં સમાનતા હાંસલ કરવાની પ્રાથમિકતા આપતા ક્ષેત્રના અભ્યાસ, સંશોધન અને કાર્યપદ્ધતિનો સમાવેશ થાય છે.’3 તેથી, વૈશ્વિક આરોગ્ય એટલે રાષ્ટ્રીય સીમાને ધ્યાનમાં રાખ્યા વગર વિશ્વભરમાં આરોગ્યમાં સુધારો, અસમાનતામાં ઘટાડો અને વૈશ્વિક જોખમો સામે સુરક્ષા છે.
4 માનસિક આરોગ્યના ક્ષેત્રને આ સિદ્ધાંતો લાગુ કરવામાં આવે ત્યારે તે વૈશ્વિક માનસિક આરોગ્ય તરીકે ઓળખાય છે.5 આરોગ્ય માટેની અગ્રણી આંતરરાષ્ટ્રીય એજન્સી વિશ્વ આરોગ્ય સંસ્થા ડબ્લ્યુએચઓ (ઠઇંઘ) છે. વૈશ્વિક આરોગ્ય સંબંધિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી બીજી મહત્ત્વની એજન્સીઓમાં યુનિસેફ (ઞગઈંઈઊઋ), વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ (ડબ્લ્યુએફપી (ઠઋઙ)) અને વિશ્વ બેંકનો સમાવેશ થાય છે. વૈશ્વિક આરોગ્યમાં સુધારા માટેની મહત્વની પહેલ સંયુક્ત રાષ્ટ્રસંઘના મિલેનિયમ ઘોષણપત્ર છે અને વૈશ્વિક સ્તરે માન્યતાપ્રાપ્ત મિલેનિયમ વિકાસ ઉદ્દેશો છે.
દર વર્ષે 10 નવેમ્બરના રોજ વિશ્વ રસીકરણ દિવસ મનાવવામાં આવે છે.આ દિવસે રસી દ્વારા નિવારી શકાય તેવા રોગો અને સમયસર રસીકરણના મહત્વ અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.રસીકરણ એક પ્રક્રિયા છે,જેના દ્વારા વ્યક્તિઓને પ્રતિરક્ષિત કરવામાં આવે છે અથવા ખાસ કરીને રસીકરણ દ્વારા ચેપી રોગો સામે રક્ષણ મેળવવા માટે પ્રતિરોધક ક્ષમતા વિકસાવવામાં આવે છે.રસીકરણ બાળકોના જીવન બચાવવા માટે મદદરૂપ થાય છે.તે રોગના પ્રસારણને ઘટાડવા માટે પણ મદદરૂપ થાય છે.રસીકરણ એ ચેપ અથવા બિમારીની સામે લડવા માટે મનુષ્યના શરીરમાં રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે.કેટલાક બાળકો કુદરતી રીતે પ્રતિરોધ સાથે જન્મતા હોય છે જે તેની માતાના સ્તનપાન દ્વારા પ્રાપ્ત થાય છે.
આ પ્રતિરોધની ક્ષમતા ધીરે ધીરે ઓછી થતી હોય છે,કારણ કે બાળકોમા તેમની રોગપ્રતિકારક શક્તિનો વિકાસ થવાની શરૂઆત થઈ જાય છે. રસીકરણ એ સ્વાસ્થ્ય રોકાણોના સૌથી ઓછા ખર્ચાઓના અસરકારક પગલાંઓમાનું એક છે.રસીકરણ માટે જીવનશૈલીના મોટા ફેરફારોની આવશ્યકતા રહેતી નથી.ડબલ્યુંએચઓના જણાવ્યાં, રસીકરણ એ રોગો સામે રક્ષણ મેળવવા માટે પ્રમાણિત ઉપાય છે.તેના દ્વારા જીવનના ગંભીર ચેપી રોગોનો નાશ કરવા માટે અને દર વર્ષે બે કે ત્રણ લાખ આસપાસ થતા મૃત્યુને ટાળવાનું અનુમાન છે,પરંતુ અન્ય એક અનુમાન પ્રમાણે વિશ્વમાં 8.7 લાખ શિશુ હજુ પણ રસીકરણ મેળવી શક્યા નથી. ભારતની પાસે વિશ્વભરમાં પ્રસારિત રસીકરણ કાર્યક્રમોમાંથી સાર્વભૌમિક રસીકરણ કાર્યક્રમ (યુઆઈપી) છે,જેમાં રસીની માત્રા દ્વારા લાભાર્થીઓની સંખ્યાને આવરી લેવામાં આવે છે તેમજ ભાગોલિક પ્રસારણ તથા મનુષ્ય સંસાધનોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
યુઆઈપીના ત્રીસ વર્ષો સુધી સંચાલન કર્યા પછી પણ,રસીકરણ પ્રથમ વર્ષમાં ફક્ત પાસ ટકા બાળકોના જીવન સુધી જ સક્ષમ રીતે પહોંચ્યુ છે.તેના વિસ્તારમાં વૃદ્ધિ અટકાઈ ગઈ છે.ભારત સરકારે સંપૂર્ણરસીકરણ વિસ્તારને આવરી લેવા માટે ડિસેમ્બર,2014માં મિશન ઇન્દ્રધનુષનો આરંભ કર્યો છે.આ કાર્યક્રમનો મુખ્ય ઉદેશ્ય બે વર્ષ સુધીના બધા જ બાળકો અને ગર્ભવતી સ્ત્રીઓને દરેક પ્રકારની રસીઓ આપીને સંપૂર્ણ રસીકરણ કરવાનો ધ્યેય છે.આ કાર્યક્રમ હેઠળ બધી જ રસીઓ નિશુલ્ક ઉપલબ્ધ છે.