હિપેટાઇટીસ ‘બી’ વાઇરસની શોધ કરનાર નોબલ પારિતોષિત વિજેતા બ્લુમબર્ગના જન્મ દિવસે ૨૮મી જુલાઇના રોજ વિશ્ર્વભરમાં મનાવવામાં આવે છે.

લીવર આપણા શરીરના સૌથી જટીલ અંગોમાનું એક અંગ છે. કારણ કે તે અનેકવિધ કાર્યો કરે છે કે જે શરીરના બીજા કોઇ અવયવ કરવા માટે સક્ષમ નથ. લીવરનું કામ ખોરાકમાંથી શકિતનો સંગ્રહ કરવો, બીમારી અથવા ઉ૫વાસ દરમ્યાન જ‚ર મુજબ છૂટી કરીને શરીરને પાછી પૂરી પાડવી, ચેપ સામે લડવાના મહત્વના તત્વોનું નિર્માણ કરવું, ‚ધિર ગંઠાવાના તેમજ તેને પાતળુ રાખવાના વિવિધ તત્વોનું નિર્માણ કરવું, શરીરના કોષો માટે મહત્વપૂર્ણ એવા આલ્બ્યુમીન નામના પ્રોટીનનું નિર્માણ કરવું, વગેરે…

લીવરના દ્વારા કરવામાં આવતા કાર્યો એટલા જટીલ છે કે હ્રદય, ફેફસા અને કિડની જેવા અંગો માટે ઉપલબ્ધ અનુક્રમે પેસમેકર, વેન્ટીલેટર તથા ડાયાલીસીસ જેવા મશીન આ અંગે ફેઇલ થયા હોય ત્યારે કામ આપી શકે છે, જયારે કે લીવર ફેઇલ થાય ત્યારે તેનું તમામ કાર્ય કરી શકે તેવું એકપણ મશીન શકય નથી. આથી જ લીવરની બીમારી માટે (સાવચેતીએ ઇલાજ કરતા વધુ યોગ્ય છે) એ સાવ સાચું ઠરે તેવી કહેવત છે.

લીવરની બીમારી થતાં પહેલા જ ઓળખવી કે થતી અટકાવવી એ સૌથી યોગ્ય વિકલ્પ છે લીવરને સુરક્ષીત રાખવાનો જેમ કે (સ્વચ્છ આરોગ્ય) ખોરાક તથા પ્રવાહી (ખાણીપીણી)માં સ્વચ્છતા જાળવવાથી  ઘણાં ચેપી વાઇરસ (હિપેટાઇટીસ ‘એ’ અને ‘ઇ’) થી તેમજ બેકટેરીયા (ટાઇફોઇડ ઇ.કોલાઇ વગેરે) વડે થતાં ગંભીર ચેપ અટકાવી શકાય છે. આ પ્રકારના વાઇરસનો ચેપ કયારેય સમગ્ર લીવર ફેઇલ પણ કરી શકે છે.

હિપેટાઇટીસ ‘એ’ અને ‘બી’ થી હવે આપણે સંપૂર્ણપણે બચી શકીએ છીએ. આ બન્ને વાઇરસમાં રસીકરણ ઉ૫લબ્ધ છે. (હિપેટાઇટીસ-‘એ’ માટે રસીના ‘બી’ ડોઝ તથા બી માટે રસીના ત્રણ ડોઝ મુકાવી શકાય છે) વળી, જે દર્દી હિપેટાઇટીસ-બી થી પીડાતા હોય તેના નજીકના સગા (ભાઇ,બહેન, સંતાન, માતા-પિતા તથા પતિ-પત્ની) આ જોખમી વાઇરસથી રસી પડે બચી શકે છે જેથી તેઓ તેમના દર્દીની સુરક્ષીતતાથી સારસંભાર લઇ શકે. આ ઉપરાંત ટાઇફોઇડની રસી પણ ઉબલબ્ધ છે.

દેશમાં વિવિધ પ્રકારની દવાઓનું જાતે સેવન કરવાથી લીવરની ઇજા ઘણાં લોકોમાં થતી જોવા મળે છે. આ પ્રકારની દવાઓમાં સ્ટીરોઇડ, દેશી દવા, દર્દ નિવારક દવાઓ (પેઇન કીલર) તેમજ અમુકવાર એન્ટીબાયોટીક દવાઓનો સમાવેશ થાય છ. આ ઉપરાંત તાવ માટે વપરાતી પેરાસીટામોલ તેમજ ટી.બી. (ક્ષયરોગ) ની સારવાર માટે અપાતી દવાઓ (એન્ટી ટયુબરકયુલર થેરાપી) કયારેક લીવરને ગંભીર નુકશાન કરી શકે છે. ડોકટરની સલાહ- પ્રિસ્ક્રીપ્શન વગર આ પ્રકારની દવાઓનો ઉપયોગ ન કરવું હિતાવહ છે.

આ સિવાય અમુક દર્દીઓ કે જે ડાયાબીટીસથી પીડાતા હોય, ડાયાલીસીસ પર હોય અથવા આલ્કોહોલ જેવા હાનિકારક તત્વોનું સેવન કરતા હોય તેઓએ લીવરના સ્પેશ્યાલીસ્ટની સલાહ પ્રમાણે વખતોવખત અમુક લીવરના રીપોર્ટ કરાવવા જોઇએ જેથી કરીને લીવરની બીમારીનું શરુઆતના તબકકામાં જ નિદાન કરી યોગ્ય સારવાર વડે વધુ લીવરની ઇજા અટકાવી શકાતી હોય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.