અસ્થમા એ શ્ર્વસનતંત્રને લગતો એક એલર્જીક રોગ છે જેમાં શ્ર્વાસ-નળીઓ સંકોચાઈ જવાથી શ્ર્વાસ લેવામાં તકલીફ થાય છે. ગ્લોબલ ઈનિશીએટિવ ફોર અસ્થમાં (જીના) નામની સંસ્થા દ્વારા લોકોમાં અસ્થમા અને તેની સારવાર અંગે જાગૃતિ લાવવા માટે આખા વિશ્ર્વમાં દર વર્ષે મે મહિનાનાં પ્રથમ મંગળવારે વિશ્ર્વ અસ્થમા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જીનાએ આ વર્ષે વર્લ્ડ અસ્થમા ડે તા.૭ મે, મંગળવારના રોજ સ્ટોપ ફોર અસ્થમા થીમથી ઉજવી રહી છે.
વર્લ્ડ અસ્થમા ડે દર વર્ષે મે મહિનાના પહેલા મંગળવારે ગ્લોબલ ઈનીસીએટીવ ફોર અસ્થમા (જીના) દ્વારા આરોગ્ય કાર્યકરો અને અસ્થમા એડયુકેટરના સહયોગથી ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ સમાજમાં અસ્થમાં (દમ) વિશે જાગૃતિ લાવવાનો અને અસ્થમા પ્રત્યેની લોકોની ગેરસમજણને દુર કરવાનો છે. દમનો રોગ મટાડી શકાતો નથી પરંતુ જો તેની બરાબર સારવાર કરવામાં આવે તો દમના દર્દી પણ સામાન્ય માણસની જેમ સક્રિય અને તંદુરસ્ત જીવન જીવી શકે છે. દર વર્ષે થીમ આધારીત અસ્થમા ડે ઉજવવામાં આવે છે. આ વર્ષની થીમ છે સ્ટોપ.
વર્ષે આશરે અઢી લાખ જેટલા લોકો અસ્થમાને લીધે મૃત્યુ પામે છે: ડો.અભય જાવિયા (શ્ર્વાસ હોસ્પિટલ)
આ અભિયાનના ભાગ‚પે સૌરાષ્ટ્રની જનતાને અસ્થમા વિશે જાગૃત કરવા માટે રાજકોટની જાણીતી શ્ર્વાસ હોસ્પિટલના છાતી અને ફેફસાના રોગનાં નિષ્ણાંત (ચેસ્ટ ફિજીશિયન) ડો.અભય જાવિયાએ અસ્થમા વિશે અબતકને માહિતી આપતા જણાવ્યું હતું કે, હાલમાં દુનિયામાં ૩૦ કરોડથી પણ વધુ લોકો અસ્થમાથી પીડાઈ રહ્યા છે અને દર વર્ષે આશરે અઢી લાખ જેટલા લોકો અસ્થમાને લીધે મૃત્યુ પામે છે. એક અંદાજ પ્રમાણે ભારતમાં પણ અસ્થમા પીડિત લોકોની સંખ્યા અઢીથી સાડા ત્રણ કરોડ જેટલી છે. અસ્થમામાં ફેફસામાં રહેલી શ્ર્વાસ નળીઓ ખુબ જ સંવેદનશીલ બની જાય છે અને તેથી તેને ઉતેજિત કરતી બાબતોના પ્રતિસાદ રુપે તે સોજી જાય છે અને સંકોચાય જાય છે તથા કફનો ભરાવો થાય છે તેથી ઉધરસ આવે છે અને શ્ર્વાસ લેવામાં મુશ્કેલી થાય છે.
આપણા દેશમાં દમના દર્દીઓની સંખ્યા દોઢ થી બે કરોડની છે: ડો.મિલન ભંડેરી (વોકહાર્ટ હોસ્પિટલ)
વોકહાર્ટ હોસ્પિટલના ક્ધસલ્ટન્ટ પલ્મોનોજીસ્ટ ડો.મિલન ભંડેરીએ અબતકને જણાવેલ છે કે,વિશ્ર્વમાં દમના દર્દીઓની સંખ્યા અંદાજીત ૨૫ થી ૩૦ કરોડની છે અને વર્ષ ૨૦૧૫માં દમને લીધે ૩,૫૦,૦૦૦ લોકોએ જીવ ગુમાવ્યો હતો. ભારતમાં દમના દર્દીઓની સંખ્યા ૧.૫ થી ૨ કરોડ જેટલી છે. પશ્ર્ચિમી દેશો (યુરોપ, અમેરીકા, કેનેડા)માં દમના દર્દીઓનું પ્રમાણ ભારત કરતા ઘણું વધારે હતુ પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી ભારતમાં પણ દમના દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે જેનું મુખ્ય કારણ શહેરીકરણ તથા હવાનું વધતુ જતુ પ્રદુષણ ગણાવી શકાય. ડો.ભંડેરીએ આ સંદર્ભમાં જણાવેલ હતું કે દમ એ શ્ર્વસનતંત્રને લગતો રોગ છે જેમાં દર્દીને વારંવાર શ્ર્વાસ, ઉધરસ, સસણી વાગવી તથા છાતીમાં ભીંસ અનુભવવી વિગેરે લક્ષણો જોવા મળે છે. દમનો હુમલો આવવાના પરીબળોમાં વધુ પડતી શારીરિક પ્રવૃતિ, ધુળ-ધુમાડો કે રાસાયણીક ધુમાડાનો સંપર્ક, ધુમ્રપાન તથા ઠંડી હવાનો સંપર્ક, ઈન્ડોર એલેર્જન જેવા કે હાઉસ ડસ્ટ માઈટસ, એનીમલ ડેન્ડર, આઉટડોર એલેર્જન જેવા કે પરાગરજ, ફુગના સ્પોરનો સંપર્ક, વધુ પડતો ભાવનાત્મક તનાવ (ઈમોશ્નલ સ્ટ્રેસ), શ્ર્વસનતંત્રના ચેપી રોગ (વાયરસથી થતી શરદી), ચોકકસ પ્રકારની દવાઓ (એસ્પીરીન/ એનએસએઆઈડીએસ અને સમાવેશ થાય છે.