વિરાટ કોહલી અફઘાનિસ્તાન સામેની ટેસ્ટ રમનાર ન હોવાને કારણે શ્રેયસ ઐયરને તક મળે તેવી સંભાવના.
વિરાટ કોહલી ઈંગ્લિશ કાઉન્ટી ચેમ્પિયનશિપમાં ભાગ લેવા માટે ઈંગ્લેન્ડ જનાર હોવાથી શ્રેયસ ઐયર માટે અફઘાનિસ્તાન સામે રમાનાર એકમાત્ર ટેસ્ટ ક્રિકેટ ટેસ્ટ મેચ માટે રાષ્ટ્રની ટીમમાં પહેલી વાર પ્રવેશ કરવાના દરવાજા ખુલ્લા થશે.૧૪મી જૂનથી રમાનારી ટેસ્ટ માટે અને અન્ય ટીમોની પસંદગી કરવા એમ. એસ. કે. પ્રસાદની આગેવાનીમાં રાષ્ટ્રીય સિલેક્ટરોની બેઠક અહીં મંગળવારે યોજાનાર છે.
કોહલી જૂન મહિના દરમિયાન સરે કાઉન્ટી વતી રમનાર છે જેથી તે આયર્લેન્ડ વિરુદ્ધ ડુબલિનમાં મહિનાના અંતમાં રમાનારી બે વન-ડે ઈન્ટરનેશનલ મેચમાં પણ ભાગ લઈ શકશે નહીં.અજિંક્ય રહાણે ભારતની ટેસ્ટ ટીમનું સુકાન સંભાળવા નિશ્ર્ચિત જણાય છે અને રોહિત શર્મા આયર્લેન્ડ સામેની મેચોમાં સુકાનીની કામગીરી બજાવશે તથા કોહલી જુલાઈની શરૂઆતથી ટીમનું નેતૃત્વ કરશે, એમ બી. સી. સી. આઈ. (બોર્ડ ઑફ ક્ધટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા)ના એક સત્તાધીશે કહ્યું હતું.
એમ જાણવા મળે છે કે કોહલી સિવાય, ટેસ્ટ ટીમના અન્ય લગભગ બધા ખેલાડી અફઘાનિસ્તાન સામેની ટેસ્ટની ટીમમાં પસંદગી પામશે.કાઉન્ટી ક્રિકેટમાં રમવા ગયેલ ચેતેશ્વર પૂજારા અને ઈશાંત શર્મા ર્યોર્કશાયર અને સસેક્સમાંથી સ્વદેશ પાછા ફરશે.
પસંદગી સમિતિના એક સભ્યે કહ્યું હતું કે દરેક ખેલાડી માટે બદલીનો ખેલાડી તૈયાર રાખવામાં આવ્યો છે જેમ કે કોહલી માટે ઐયર, રવીન્દ્ર જાડેજા માટે અક્ષર પટેલ અને હાર્દિક પંડ્યા માટે વિજય શંકર.જો કે મુરલી વિજય, શિખર ધવન, કે. એલ. રાહુલ, પૂજારા અને રહાણે ટીમમાં નિશ્ર્ચિત હોવાથી ઐયરે ટીમમાં સ્થાન પ્રાપ્ત કરવા રોહિત જોડે હરીફાઈ કરવી પડશે, કે જેનો ટેસ્ટ ક્રિકેટમાં દેખાવ અત્યાર સુધી સામાન્ય રહ્યો છે.
સિલેક્ટરો દ્વારા બ્રિટનના પ્રવાસની મર્યાદિત ઓવરોની મેચો તથા ઈંગ્લેન્ડના પ્રવાસે રમવા જનાર ભારત-એ ટીમની પણ પસંદગી કરાશે. એ-ટીમના પ્રવાસમાં રાષ્ટ્રની ટેસ્ટ ટીમના થોડા ખેલાડીઓનો સમાવેશ હશે.બે મેચની ટી-૨૦ શ્રેણી માટે નિદાહાસ ટ્રોફી માટેની ટીમમાંથી ઘણાખરાની ફરી પસંદગી થશે અને અંબાતી રાયડુના વર્તમાન આઈ. પી. એલ. (ઈન્ડિયન પ્રીમિયર લીગ) સ્પર્ધામાં સારા ફોર્મ બાબતે પણ ચર્ચા થશે.પૃથ્વી શો, શુબમાન ગિલ અને શિવામ માવી જેવા યુવા ખેલાડી માટે રાહુલ દ્રવિડની તાલીમ હેઠળની ઈન્ડિયા-એ ટીમમાં સ્થાન મેળવવાની આશા કરાય છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,