મેષ રાશીફળ – આજના દિવસ દરમિયાન તમારી આશા એક સુગંધીદાર ફૂલની સુગંધ જેવી હશે. જો રોકાણ કરવા આ રાશિના જાતકો કોઈ પણ ક્ષેત્રમાં હાશિયારીથી રોકાણ કરવું નહિતર નુકસાન થઈ શકે છે. આજે પરિવારિક સમસ્યા તથા બાળકોની સમસ્યાનું સમાધાન લાવવા પૂરતો સમય કાઢવો. આ રાશિના વ્યવસાયિક લોકો માટે આજનો દિવસ સારો છે, આ રાશિના જાતકોને પોતાના ગ્રાહકમાં અને માંગમાં વધારો થશે. આજે કોઈ પણ મુશ્કેલીથી ભાગવાની કોશિશ ન કરવી, તે તમારો પીછો નહીં છોડે તેથી હિમમતભેર તમામ મુશ્કેલીનો સામનો કરવો. આજનો દિવસ જીવનસાથી સાથે જિંદગીના ખાસ દિવસોમાંનો એક રહી શકે છે.

વૃષભ રાશીફળ – આ રાશિના જાતકોએ પોતાના સારા સ્વાસ્થય માટે આજે શારીરિક આરામ કરવો જરૂર છે. આજે માનસિક આનંદ માટે મનોરંજન તમને રાહત આપશે. તમારા ઘર માટે તથા ભવિષ્યની રોકાણ માટે કરેલું રોકાણ ફાયદાકારક રહેશે. ઘરે કોઈ મહેમાન આવે તો તેની સાથે કોઈ પણ સંજોગોમાં ખરાબ વર્તન ન કરવું નહિતર સબંધ બગડી શકે છે. આજના દિવસ દરમિયાન તમારા જીવનસાથી પર કરવામાં આવેલી શંકા વૈવાહિક જીવનને અત્યંત ખરાબ અસર કરી શકે છે.

મિથુન રાશીફળ – આ રાશિના લોકોને આર્થિક સમસ્યા તણાવનું કારણ બની શકે છે. હોશિયારીથી રોકાણ કરવું કારણ કે કોઈ જૂની દુશ્મનાવટ તમને નુકશાન પહોંચાડી શકે છે. કોઈ મજબુત તાકાત તમારા વિરુદ્ધ કામ કરી રહી છે. આજે તમે કોઈ હિસાબનું કામ કરતા હોવ તો, ઈમાનદારીથી કરવું તમારો ઈમાનદારી ભર્યો સ્વભાવ તમને પ્રગતિ અપાવશે. જીવનસાથી સાથે વાતચીત કરતા ઉગ્ર ન થવું નહિતર પાછળથી પછતાવવાનો વારો આવી શકે છે. આ રાશિના જાતકોનો કાર્યસ્થળ પર આજનો દિવસ અત્યંત મુશ્કેલ ભર્યો રહેશે.

કર્ક રાશીફળ – આજના દિવસ દરમિયાન તમારો ઉદાર સ્વભાવ ખુશીની પળ લઈને આવશે. જે તમારી પાસે છે તેનો ઉપયોગ કરો કોઈ નવી વસ્તુઓ ખરીદવા માટે કોઈ ખર્ચા ન કરો. આજે મજાકીયો સ્વભાવ રાખવો જેનાથી બધા જ કર્યો સરખા થઈ જશે. મહત્વના લોકો સાથે વાત-ચીત કરતા દરમિયાન આંખ-કાન ખુલ્લા રાખો, કોઈક શ્રેષ્ઠ વિચાર તમરા હાથ લાગી શકે છે. તમારી જિંદગીનું કોઈ ગુપ્ત રહસ્ય તમારા જીવનસાથીને ઉદાસ કરી શકે છે તથા વાદ-વિવાદ પણ થઈ શકે છે.

સિંહ રાશીફળ – આ રાશિના જાતકો માટે આજનો દિવસ ફાયદાકારક સાબિત થશે અને તથા તમામ જુની બીમારીમાં રાહત મળી રહેશે. આજે ઘરના તથા બહારના કામોમાં ખર્ચા વધારો થશે, પરંતુ આવકમાં વધારો રહેતા સંતુલન જળવાઈ રહેશે. તમારા પરિવારના લોકો આજે નાની વાતેન મોટું સ્વરૂપ આપી શકે છે. જો તમે વ્યવસાયમાં ભાગીદારને જોડવા માંગો છો, તો તેને સાથે કોઈ પણ કરાર કરતા પહેલા તમામ તથ્યોની તપાસ કરી લેવી. જીવનસાથીનું બગડતું સ્વાસ્થ્ય આજે તમારી ચિંતાનું કારણ બની શકે છે.

કન્યા રાશીફળ – આજના દિવસ દરમિયાન કોઈ આધ્યાત્મિક વ્યક્તિનો આશિર્વાદ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે, જે તમારા મનને શાંતી આપશે. આજના દિવસ દરમિયાન જો બીજાની વાત સાંભળી રોકાણ કરશો તો, નુકશાન થવાની પુરરૂપથી સંભાવના છે. પરિવારના દરેક સભ્યની માંગ પુરી કરવાની કોશિશ કરશો તો નિષ્ફળતા મળશે. કાર્ય સ્થળ પર કોઈને મળવામાં સમજણ અને ધૈર્યથી સાવધાની રાખવી. આ રાશિના જાતકોએ આજે તેમની ખાસીયત અને ભવિષ્યની યોજનાઓ પર ફરીથી વિચારવાનો સમય છે.

તુલા રાશીફળ – આ રાશિના જાતકોને તણાવને કારણે દિવસ દરમિયાન માનસીક શાંતી હણાઈ શકે છે. આજે તમે સરળતાથી પૈસા ભેગા કરી શકો છો. જુના ઉધાર આપેલા પૈસા પાછા મળી શકે છે અથવા નવી યોજના પર લગાવેલું ધન ભેગુ કરી શકો છો. જ્યારે રોકાણ કરવાનો પ્રશ્ન તમારી સામે આવે ત્યારે સ્વતંત્ર બનવું અને જાતે જ નિર્ણય લેવો અવશ્ય સફળતા પ્રાપ્ત કરશો. કાર્યસ્થળ પર તમારા વરિષ્ઠ તમને સમજી શકશે નહીં, પરંતુ ધૈર્ય રાખવું, ટુંક સમયમાં તમારી વાત બધાના ગળે ઉતરી જાશે.

વૃશ્ચિક રાશીફળ – આ રાશિના જાતકોનો આજનો દિવસ મોજ-મસ્તી અને મનપસંદ કામ કરવામાં પસાર થશે. વધારાના ધનને રિયલ એસ્ટટમાં રોકાણ કરવામાં આવી શકે છે. તમારે ઘરમાં સકારાત્મક માહોલ પેદા કરવાની જરૂર છે. જીવનના સૌથી પડકારજનક સમયમાં જીવનસાથીનો પૂરો સહયોગ તમને પ્રાપ્ત થઈ શકશે. આજે તમે ખાલી સમયનો સારી રીતે ઉપયોગ કરી શકશો.

ધન રાશીફળ – આજે ઓફિસમાંથી વહેલા નીકળવાની કોશિશ કરો, અને જે પસંદ હોય તે કાર્ય કરો. કોઈની વાતોમાં આવીને કોઈ પણ આર્થિક યોજનામાં રોકાણ કરવું નહીં ભારે નુકસાન થઈ શકે છે. પરિવાર સાથે સામાજિક ગતિવિધિ તમામ લોકોને ખુશ રાખશે. આજે તમારું કોઈ પણ દુખ આત્મવિશ્વાસથી જ પીગળી જશે. સહકર્મી મદદ માટે હાથ લંબાવી શકે છે અને તેમની મદદ ફાયદાકારક પણ સાબિત થશે. આજા દિવસમાં કરવામાં આવેલી યાત્રા અત્યંત ફળદાયી નીવડશે.

મકર રાશીફળ – આજના દિવસ દરમિયાન તમે ખાલી સમયનો તમે આનંદ લઈ શકશો. આજે સરળતાથી પૈસા ભેગા કરી શકશો. આ રાશિના લોકોએ ઉધાર આપેલા પૈસા પાછા મેળવી શકશો છે. આ સિવાય પરિવાર માટે પણ ધન ભેગુ કરી શકશો અને મહત્વના કામ કરી શકશો. ઘરેલુ કામ માનસિક તણાવ આપી શકે છે. આજે જે પણ બોલો સમજી-વિચારીને બોલવું, કડવા શબ્દો જીવનસાથી સાથે સંબંધ અને શાંતી નષ્ટ કરી શકે છે. કાર્યસ્થળ પર કામકાજટમાં કોઈ ભૂલ થઈ શકે છે.

કુંભ રાશીફળ – આજે તમે શાંતીથી વિશ્રામ કરી શકશો. આજે તમે સારા પૈસા બનાવી શકો છો. બસ શરત એ છે કે, પારંપરિક રીતે રોકાણ કરવું. જીવન અને કામકાજમાં બીજા લોકો માટે આદર્શ બનો તે રીતે કામ કરવું. બીજા લોકોની મદદ તમને સારી ઓલખ અપાવી શકે છે. આજે તમારા બોસનો મિજાજ કાર્ય સ્થળ પર સારો માહોલ બનાવી દેશે. જીવનસાથી સાથે બેસી ભવિષ્યની જિંદગી માટે કોઈ યોજના બનાવી શકો છો.

મીન રાશીફળ – આ રાશિના આંખોના દર્દીઓએ પ્રદૂષિત જગ્યા પર જવાથી બચવું, નહીં તો આંખોને ભારે નુકશાન પહોંચી શકે છે. મનોરંજન અને સૌન્દર્ય પાછળ વધારે ખર્ચ ન કરવો નહીં અને અગત્યના ખર્ચા પર ધ્યાન આપવું . આજે ગાડી ચલાવતા સમયે સાવધાની રાખવું નહિતર ભયંકર અકસ્માત થઈ શકે છે. જીવનસાથી સાથે વ્યક્તિગત સંબંધોમાં વાદ-વિવાદના કારણે દરાર પડી શકે છે. તમારા વરિષ્ઠ અને સહકર્મી આજે તમને ગમે તેટલા ઉકસાવે, પરંતુ યોગીની જેમ શાંત મન રાખવું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.