ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીનું 6 જૂને મેડમ તુસાદ મ્યુઝિયમમાં સ્ટેચ્યુ મુકવામાં આવશે. દિલ્હી-એનસીઆરમાં તમને વિરાટ કોહલીના સ્ટેચ્યુ સાથે તસવીર ખેચાવવાની તક મળશે. વિરાટ કોહલીનું મીણના પુતળાનું દિલ્હીના મેડમ તુસાદ મ્યુઝિયમમાં અનાવરણ કરવામાં આવશે.
વિરાટ કોહલી પહેલા આ મ્યુઝિયમમાં ભારતને પ્રથમ વર્લ્ડકપ જીતાડનારા કપિલ દેવ, માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસ્સી અને મિલ્કા સિંહ જેવી રમત જગતની મોટી હસ્તીઓના સ્ટેચ્યુ લાગેલા છે.