અવકાશ ક્ષેત્રે અન્ય દેશોની સરખામણીમાં ભારત ધીમે ધીમે આગળ વધી રહ્યું છે ત્યારે ચંદ્રયાન-૨ પ્રોજેકટ પૂર્ણ તાંની સો જ એટલે કે ચંદ્ર પર લેન્ડ થતાંની સાથે જ ભારત દેશ અનેક સિદ્ધિઓ હાંસલ કરશે અને વિશ્ર્વ ફલક પર ભારતનું નામ પણ પ્રસપિત કરશે. ચંદ્રયાન-૨ ચંદ્રની પાંચમી પરિક્રમા પુરી કરી ચંદ્રની સૌથી નજીકની કક્ષામાં પ્રવેશી ગયું છે ત્યારે લાગે છે કે, દુલ્હન જાણે સાસરે જઈ રહી હોય. હાલ ચંદ્રયાન ચંદ્રી માત્ર ૧૧૯ કિલોમીટર દૂર છે. આગામી એક વર્ષ શોધી ઓરબીટર આજ કક્ષામાં ચંદ્રના ચક્કર લગાવતું રહેશે. ત્યારે સોમવારે બપોરના ૧:૩૦ વાગ્યા સુધીમાં ચંદ્રયાન-૨ બે ભાગમાં વહેંચાઈ જશે જેી તેનું વિક્રમ લેન્ડર ચંદ્રયાન-૨ ઓર્બીટરી અલગ પડશે.

ઈસરોના ચેરમેન કે. શિવને જણાવ્યું હતું કે, ચંદ્રયાન-૨ બે ભાગમાં જ્યારે જુદા પડશે ત્યારબાદ સતત બે દિવસ લેન્ડર પોતાની કક્ષાને નાની કરતું જશે અને ૩૬ કિ.મી.ના અંતરની કક્ષામાં પહોંચી ચકકર લગાવશે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, તેઓ આ પ્રક્રિયા અટકાવી ત્રણ સેક્ધડ માટે વિપરીત દિશામાં ચલાવી ચકાસણી કરશે અને પછી ફરી તેને કક્ષામાં આગળ મોકલવામાં આવશે. ઈસરો દ્વારા આ ટેસ્ટી એ વાતની ખબર પડશે કે લેન્ડર બરાબર કામ કરી રહ્યું છે કે કેમ, ૪ સપ્ટેમ્બર લેન્ડરની કક્ષામાં અંતિમ ફેરફાર શે અને બીજા ત્રણ દિવસ તેના તમામ ઉપકરણની તપાસ કરવામાં આવશે.

૬ થી ૭ સપ્ટેમ્બરની મધ્ય રાત્રે લેન્ડર ચંદ્ર પર ઉતરવાનું શરૂ થશે અને ૧૫ મીનીટમાં વિક્રમ લેન્ડર ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરશે. લેન્ડીંગ થયા બાદ લેન્ડરી રેમ્પ બહાર નીકળશે અને રોવરના સોલાર પેનલ પણ ખુલશે.

ઈસરોના ચેરમેન કે.શિવને જણાવ્યું હતું કે, સોમવારે નારૂ લેન્ડર સેપ્રેશન ખુબજ ઝડપી હશે. આ એટલી ઝડપે હશે કે કોઈ સેટેલાઈટ લોન્ચ વ્હીકલી અલગ થતું હોય. ઈન્ટીગ્રેટેડ સ્પેસ ક્રાફટને અલગ અલગ કરવા માટે જરૂરી કક્ષાએ સોમવારે સ્થીર કર્યા બાદ ઈસરો દ્વારા કમાન્ડ અપાવવામાં આવશે અને આ કાર્યમાં ૪થી સપ્ટેમ્બરના રોજ છેલ્લા ફેરફારો કરાશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.