રાજકોટ સત્સંગ સાથેના સંસ્મરણો અને ઐતિહાસિક પ્રસંગોને વર્ણવતી નૃત્ય નાટિકા નિહાળી હરિભકતો અભિભુત : ગામો ગામથી સાધુ-સંતોની ઉપસ્થિતી : કલેકટર રાહુલ ગુપ્તા, મોરબીના જિલ્લા કલેકટર,બાન લેબ્સના મૌલેશ ઉકાણી સહિતના મહાનુભાવોએ આપી હાજરી:વિશ્વશાંતિ મહાયજ્ઞનો આજે દ્વિતીય દિવસ
પરમ પૂજય પ્રમુખ સ્વામી મહારાજના ૯૮માંજન્મજયંતી મહોત્સવ અંતર્ગત શહેરની ભાગોળે માધાપર ચોકડી નજીક છેલ્લા સાત દિવસથીચાલી રહેલા મહોત્સવમાં ગકાલે રાજકોટ સત્સંગ સાથેના સંસ્મરણો અને ઐતિહાસીક પ્રસંગોને વર્ણવતી નૃત્ય નાટીકા પ્રસ્તુત થઈ હતી જે આશરે ૧૫૦૦૦ હરિભકતોએ નિહાળી અભિભૂત થયા હતા.
આ ઉપરાંત રાજકોટ જિલ્લા કલેકટર રાહુલ ગુપ્તા મોરબી જિલ્લા કલકેટર તેમજ બાન લેબ્સના મૌલેશભાઈ ઉકાણીએ હાજરી આપી હતી.સ્વામી નારાયણમાં આજે સાતમા દિવસે સવારે પ્રાંત: પૂજા, દર્શન અને આર્શી વચન,બાદ ત્રિદિવસીય મહાયજ્ઞના બીજાદિવસે સવારે ૮ થી બપોરે ૧૨.૩૦ કલાક સુધી આહુતિ તથા સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.
સાયંકાળે પ્રમુખ સ્વામી મંડપમાં વચના મૃત દિશતાબ્દિ ઉદઘોષ સમારોહ તેમજ મહા રકતદાન કેમ્પ યોજાશે. દરરોજ હજારો સત્સંગીઓ સ્વામી નારાયણ નગરના દિવ્ય દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે.
આજે સાંજે ૭.૩૦ વાગ્યે વચના મૃત દ્વિશતાબ્દી મહોત્સવ ઉદઘોષ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. વચનામૃત એ સ્વામિ નારાયણ સંપ્રદાયનો ઉદઘોષક ગ્રંથ છે. પર બ્રહ્મ પુરુષોતમ ભગવાન સ્વામિ નારાયણે સ્વયં તેની રચના કરી છે. તે સમયે પણ આ ગ્રંથ એટલો જ ઉપયોગી હતો અને સાંપ્રત સમયમાંપણ આ ગ્રંથ એટલો જ ઉપયોગી છે.
આ ગ્રંથમાં મનુષ્યને જીવન પર્યન્ત ઉદભવતા વિવિધ પ્રશ્નો નો સચોટ ઉકેલ સ્વામિનારાયણ ભગવાન દ્વારા દર્શાવવામાં આવ્યો છે. તેગૃહસ્થ સત્સંગી હોય, સાધુ હોય કે નાના બાળકો હોય દરેક મનુષ્યને મુંજવતા પ્રશ્નોનો ઉકેલ વચનામૃતમાં દર્શાવાયો છે.
વજનામૃત એ સ્વામિનારાયણ ભગવાનની ઉપસ્થિતિમાં સંપાદીત થયેલો ધર્મગ્રંથ છે. આ ગ્રંથ નિશ્ચોત તિથી અને વર્ષની નોંધસાથે લખવામાં આવ્યો છે. જે ઐતિહાસીક દસ્તાવેજ સમાન છે. વચનામૃતમાં દૈનિક સમસ્યાઓનું સમાધાન છે.
મધ્યકલીન ગદ્ય સાહિત્યનો બેનમુન ગ્રંથ છે. મહત્વનું છે કે ભગવાન સ્વામિ નારાયણે જયાં જયાં વિચરણ કર્યું ત્યાં ત્યાં આ વચનામૃત લખવામાં આવ્યું છે.જેમાં ગઢડા, સારંગપુર, કરિયાણી,પંચાળા, લોયા, અમદાવાદ, જેતલપૂર અને વડતાલનો સમાવેશ થાય છે.
પરમ પૂજય પ્રમુખ સ્વામી મહારાજના ૯૮માં જન્મ જયંતિ નિમિત્તે રચવામાં આવેલ સ્વામિ નારાયણ નગરમાં ૧૨૦ ફૂટ પહોળીને ૪૦ ફૂટ ઉચીસ્ક્રીનનાં માધ્યમથી વ્હાઈટ સ્ક્રીન પ્રોજેકટર, લાઈટ, સાઉન્ડ અને બાળકોનાં નૃત્યથી દરેક વ્યંકિતના માનસમાં સહજ રીતે ઉતરી જાય, સમજાય જાય એવો પ્રયાસ લાઈટ એન્ડ સાઉન્ડ શોદ્વારા કરવામાં આવ્યો છે.
આ લાઈટ એન્ડ સાઉન્ડ શોના આયોજનમાં સંસ્થાના ૧૦ સંતો જોડાયા હતા. જેમના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ સમગ્ર શો તૈયારકરવામાં આવ્યો છે. સંતો, હરિભકતો, બાળકો, યુવાનો, આ પ્રકારનાં કાર્ય કરતા તજજ્ઞોના અથાક પરિશ્રમ, શ્રધ્ધા, સેવા અને સમર્પણથી નિર્માણ પામયો છે.
જેના પાછળ આશ્ચર્ય પમાડે એવું આયોજન, પરિશ્રમ, શ્રધ્ધા અને ધીરજ રહેલી છે. ૧૦૦ કરતા વધારે લાઈટોનું કલર વેરીએશન અને મુવમેન્ટસાથે સંચાલન, અત્યાધુનિક ૨૦૦૦૦ લ્યુમીન્સના કુલ ચાર વ્હાઈટ સ્ક્રીન પ્રોજેકટર અને અત્યાધુનિક સાઉન્ડ સીસ્ટમના સમન્વય સાથે આ શો રજૂ કરવામાં આવે છે.
કુલ ૩૩ મીનીટનો શો એક સાથે ૩૫૦૦૦ જેટલાપ્રેક્ષકો નિહાળી શકે તે માટે ચાર અન્ય સ્ક્રીન પણ મૂક્વામાં આવી છે. સાંજના ૭વાગ્યા પછી ૧૦ વાગ્યા સુધી કુલ ૩ શો દરરોજ રજૂ કરવામાં આવે છે.