રાજકોટ સહિત દેશભરમાં બકરી ઇદની ઉજવણી: મસ્જીદોમાં વિશેષ નમાઝ બાદ મુસ્લિમ બિરાદરોએ એકબીજાને ઇદની મુબારક બાદી પાઠવી
આઝાદી કાળથી કલમ ૩૭૦ના બંધનમાં બંધ જમ્મુ-કાશ્મીર રાજયને તાજેતરમાં મોદી સરકારે મુકત કર્યું છે જેથી, આ કલમના ઓઠા નીચે કાશ્મીરમાં અલગાવવાદ પ્રબળ બનાવીને આતંકી પ્રવૃત્તિઓ ચલાવીને પોતાના રાજકીય રોટલા શેકતા તત્વોના પેટમાં તેલ રેડાયું છે. હંમેશા ભારત સાથે દ્વિપક્ષીય ચર્ચાઓમાં કાશ્મીર મુદા હેઠળ દબાવવાનો પ્રયાસ કરતુ પાકિસ્તાન પણ ઘુંઘવાયું છે જેથી કલમ ૩૭૦ હટયા બાદ કાશ્મીરમાં પ્રથમ વખત થનારી ઈદની ઉજવણીને રકતરંજીત કરવા આતંકી સંગઠ્ઠન જૈસ મહંમદની સાત આત્મઘાતી ટુકડીઓએ તજવીજ હાથ ધરી હોવાના ગુપ્તચર એજન્સીઓને બાતમી મળી છે. જેથી, કેન્દ્ર સરકાર દ્વારા કાશ્મીરમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે તૈનાત સુરક્ષા દળોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.
નાપાક ગુપ્તચર સંસ્થા આઈએસઆઈએ પ્રતિબંધીત આતંકી જુથ અને વિશ્ર્વમા જેની ઉપર પ્રતિબંધ મૂકાયા છે. તથા મસુદ અજહર દ્વારા જમ્મુ-કાશ્મીરમાં આત્મઘાતી હુમલાઓની તૈયારીઓ અને ઈદ જેવા તહેવારો દરમિયાન ભારતને બદનામ કરવા મસ્જીદો પર હુમલા કરવાનું કાવતરૂ ઘડયું હોવાનું બહાર આવ્યું છે.
જમ્મુ-કાશ્મીરને કેન્દ્ર શાસીત ઘોષિત કર્યાના છઠ્ઠા દિવસે રવિવારે પાક વડાપ્રધાન ઈમરાન ખાન ભારત અને ભાજપ સરકારના નાજી સાથે સરખાવીને મુસ્લિમોને નિશાન બનાવવાની પેરવીનો આક્ષેપ કયો હતો. જે બાદ ગુપ્તચર વિભાગને જેસના ૭ આતંકવાદીઓ બનિહાલ અને પીરપંજલ પહાડી વિસ્તારમાંથી ભારતમાં ઘૂસ્યા હોવાની બાતમી મળી હતી આ આતંકીઓ રાજોરી અને પૂંચ જિલ્લામાંથી ભારતમાં પ્રવેશ્યા હોવાની ગુપ્તચર વિભાગે જાણકારી આપી હતી.
કાશ્મીરમાં હિંસાનું મોટુ ષડયંત્ર મસુદ અઝહરના ભાઈ અબ્દુલ રઉફે કર્યું હોવાનું બહાર આવ્યું છે. રઉફ ૧૯૯૯માં મસુદની મુકિત માટે વિમાનનું અપહરણ કર્યું હતુ રઉફ તાજેતરમાં જ રાવલપીંડીમાં આઈએસઆઈના અધિકારીઓ સાથે મસલત કરીને કાશ્મીરમાં આતંકવાદીઓ મોકલવાની પેરવી કરી હતી દક્ષીણ કાશ્મીર પોલીસે જણાવ્યું હતુકે અમને ત્રાસવાદીઓની હિલચાલના અણસાર મળતા રાજયભરમાં હાઈવે ચેકીંગ અને શંકાસ્પદોને રાઉન્ડઅપ કરવાનું શરૂ કયુર્ંં છે. અનંતનાગ જીલ્લામાં વ્યાપક પ્રમાણમાં તપાસ શરૂ કરી દીધી છે. સુરક્ષા વિભાગ દ્વારા જણાવાયું છે કે કાશ્મીર મુદે પાકિસ્તાનની કાગારોળ અમેરિકા, ચીન અને મુસ્લિમ રાષ્ટ્રોએ કાન ધરી નથી ત્યારે કાશ્મીર મુદે ફરીથી દુનિયાનું ધ્યાન ભારત તરફ ખેંચવા માટે પાકિસ્તાન પાસે હવે હિંસા સિવાય કોઈ રસ્તો બચ્યો નથી.
જમ્મુ કાશ્મીરની સ્વાયત્તતા ખતમ થઈ જતા જમ્મુ કાશ્મીરનાં વિકાસના દરવાજા ખૂલ્યા છે. ત્યારે કાશ્મીરના અલગતાવાદીઓ અને આતંકીઓને દેશ વિરોધી પ્રવૃત્તિઓ માટે જીવંત રાખવા માટે પાકિસ્તાન આતંકવાદ આશરે ભટકી રહ્યું છે. જમ્મુ કાશ્મીરમાં ઈદ અને સ્વતંત્રપર્વ નિમિતે આતંકવાદી હુમલા માટે જૈસના સાત આત્મઘાતી ઘુસ્યા હોવાના પગલે તંત્ર એલર્ટ બન્યું છે.
કાશ્મીરના ખૂણે ખૂણે લશ્કરી અને અર્ધ લશ્કરી દળોના ૯૦ હજાર કરતા વધારે તૈનાત જવાનોને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા કડક સુચના અપાઈ છે. ઈદની ઉજવણી દરમ્યાન કોઈપણ અનઈચ્છનીયબનાવ ન બને તે માટે આ સુરક્ષા જવાનો ખડેપગે ફરજ બજાવી રહ્યા છે.
આજે તારીખ ૧ર ઓગષ્ટે મુસ્લિમ બિરાદરોનો ખુશીનો તહેવાર બકરી ઇદ છે આજે મુસ્લિમ બિરાદરો વિશેષ નમાઝ પઢી એકબીજાને ઇદ મુબારક પાઠવી અને ભેટ આપી પર્વ મનાવશે, ઇલ-ઉલ અઝા (બકરી ઇદ) કુરબાનીનો તહેવાર, સૌરાષ્ટ્રભરમાં પરંપરાગત ધર્મોત્સાહ અને ઉલ્લાસભેર ઉજવાશે આજે બકરી ઇદ કુરબાનીનો સંદેશો આપે છે ઉર્દુમાં બકરી ઇદ કહેવામાં આવે છે.
કારણ કે આ દિવસે બકરાંની કુરબાની આપવામાં આવે છે. બકરી ઇદ વિશેષ મહિમા ધરાવે છે. કારણ કે આ પર્વ પોતાની જાત સહીત સર્વસ્વ ધન, વૈભવ, સિઘ્ધાંત, ન્યાય અને સત્ય માટે ન્યોછાવર કરવાનું આહવાન આપે છે. મુસ્લિમ બિરાદરોના મતે જીવનમાં એક વખત પણ હજયાત્રાએ ગયેલી અથવા ન ગયેલી વ્યકિત આ દિને પશુબલિ ધરવાનું પોતાનું કર્તવ્ય સમજે છે.
એક પ્રચલિત વાર્તા પ્રમાણે પયંગમ્બર હજરતને અલ્લાહે હુકમ કર્યો કે આપની સૌથી પ્રિય વસ્તુ મને કુરબાન કરી દો પયગમ્બ હઝરતને પોતાનો એકનો એક દિકરો ઇસ્માઇલ ખુબ વ્હાલો હતો. જેથી ખુદાના હુકમ પ્રમાણે પયગમ્બરે પોતાના વ્હાલા પુત્ર ઇસ્માઇલને કુરબાન થવા મનાવ્યો, આથી ઇસ્માઇલ પણ ખુશ હતો કે તે અલ્લાહની રાહ પર કુરબાન થશે.
બકરી ઇદના દિવસે જયારે કુર્બાનીનો સમય આવ્યો ત્યારે ઇસ્માઇલની જગ્યાએ એક હુમ્બા કુરબાન થઇ ગયો અને અલ્લાહે ઇસ્માઇલને બચાવી લીધો અને પયગમ્બ સાહેબની કુર્બાની કબુલ કરી લીધી. ત્યારથી દર વર્ષે પયગમ્બર સાહેબની કુરબાનીની યાદમાં ઉલ્લાસભેર બકરી ઇદ મનાવવામાં આવે છે. બકરી ઇદના દિવસે બકરી, ઘેટું અથવા ચારપગ વાળુ પશુ અલ્લાહને કુર્બાન કરવામાં આવે છે આ અલ્લાહ અને તેના હુકમ પ્રત્યે શ્રઘ્ધાનું પ્રતિક છે ઇદની નમાઝ બાદ કુરબાનીનુ ગોશ્ત વહેંચવામાં આવે છે અને સાથે બેસીને ખાવામાં આવે છે.