આંતર-રાજય માલ પરિવહન માટે ગુજરાત, આંધ્રપ્રદેશ, કેરળ, તેલંગાણા અને ઉત્તરપ્રદેશમાં ઇ-વે બીલ સીસ્ટમનો પ્રારંભ
આંતરરાજ માલ પરિવહન માટે આજથી ઇ-વે બીલ સીસ્ટમનો પ્રારંભ થઇ ગયોછે આ સીસ્ટમનો પ્રારંભીક તબકકામાં આંધ્રપ્રદેશ, ગુજરાત, કેરળ, તેલંગાણા, અને ઉત્તરપ્રદેશની સમાવેશ કરાયો છે. એટલે કે ગુજરાત સહિત આ ચારેય રાજયોમાં આંતરીક પરીવહન માટે ઇ-વે બીલની પ્રણાલી અપનાવવી પડશે. ધી સેન્ટલ બોર્ડ ઓફ ઇનડાયરેકટ ટેકસ્ટીસ એન્ડ એન્ડ સ્ટમ્સ (સીબીઆઇસી) એ કહ્યું કે, કે નિર્ધારિત સમય પર આ સંપૂર્ણ પ્રક્રિયા કામ કરશે.
ઇ-વે બીલ નહિ મેળવ્યું હોય તેવા વેપારીઓ સામે માલ સામાનના ડીટેઇન સહીત જપ્તી સુધીના કડક પગલાં લેવાશે.
શું છે ઇ-વે બીલ
ઇ-વે બીલ એટલે ઇલેકટ્રોનીક વે બીલ રૂ ૫૦ હજારથી વધુના માલ સામનની હેરફેર માટે આ બીલ જરુરી છે. ગુડસ એન્ડ સર્વિસ ટેકસ અંતગત રજીસ્ટર્ડ અને નોન-રજીસ્ટર્ડ કારોબારો માટે એક રાજયથી બીજા રાજયમાં માલ સામાનની હેરફેર કરવા ઇ-વે બીલ આવશ્યક છે. જીએસટી એકટના ૬૮માં સેકશન અંતર્ગત આ બીલ સરકાર દ્વારા લાગુ કરાયું છે.
ઇ-વે બીલને મેળવવાની પ્રક્રિયા જીએસટી હેઠળ રજીસ્ટર્ડ જે કારોબાર છે તેના માલ સામાનની હેરફેર માટે ઇ-વે બીલ મેળવવા તેની વેબસાઇડ ewaybillgst.gov.inપર જવું પડશે વેબસાઇડના પાર્ટ-A નુંEWB-01
ફોર્મ ભરવાનું રહેશે અને સામાનની હેરફેર પહેલા આ બીલ પ્રાપ્ત કરવાનું રહેશે.
આજ રીતે જો માલ સામાન પ્રાપ્ત કરનારનો કારોબાર પણ જીએસટી હેઠળ નોંધાયેલ છે. તો તેને પણ પાર્ટ-AનુંEWB-01
ફોર્મ ભરવાનું રહેશે. અને જો માલ સામાન દેનાર અને લેનાર એમ બંન્ને જીએસટી હેઠળ નોંધાયેલી નથી તો પછી આ માલ સામાનના ટ્રાન્સપોર્ટરે આ ફોર્મ ભરવું પડશે અને ફરજીયાત પણે ઇ-વે બીલ પ્રાપ્ત કર્યા પછી જ માલ પરિવહન કરવાનું રહેશે.