મહિલાઓ વેપાર વિશ્ર્વમાં આગળ આવે તે સમાજ અને અર્થતંત્ર બન્ને માટે સારું
ભારતને ઝડપથી વિકસતું અર્થતંત્ર ગણાવ્યું
અહીં ત્રિદિવસીય ગ્લોબલ એન્ટ્રેપ્રેન્યોરશિપ સમીટ (જીઇએસ) ૨૦૧૭ દરમિયાન અમેરીકન ડેલીગેશનના પ્રમુખ અને નં.૧ બિઝનેશ લેડી ઇવાન્કા ટ્રમ્પે પ્રસંગોચિત ઉદબોધન દરમિયાન વિશ્ર્વભરની મહિલાઓને એમ્પાવર થવા અઢળક તકો હોવાનું કહ્યું હતું. તેમણે ઉદબોધનની શરુઆત કરી કે હેલ્લો – એવરીવન, થેન્ક યૂ ફોર વોર્મ વેલ કમ થેંક યૂ ઇન્ડિયા, થેંક યૂ હૈદરાબાદ, થેંક યૂ મી. નરેન્દ્ર મોદી, તેમણે ઇન્ડિયનને એકસ્ટ્રા ઓર્ડીનરી ઇન્ડિયા કહ્યું હતું.
ઇવાન્કા ટ્રમ્પે શરુઆતમાં જ વિકાસશીલ દેશ ભારતની પ્રગતિને બિરદાવી હતી. તેમણે ભારતના ટ્રાન્સફોર્મેનૂનલ ચેન્જ એટલે કે ધરમૂળથી ફેરફાર માટે અભિનંદન આપ્યા હતા. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો દાખલો ટાંકીને જે રીતે બાળપણમાં ચા વેચવાથી લઇ અત્યારે દેશના વડાપ્રધાન સુધીની સફરને પણ બિરદાવી હતી. આમ કરીને તેમણે પરોક્ષ રીતે ભારતના ટ્રાન્સફોર્મેશનલ ચેન્જ માટે મોદીને મોડલ ગણાવ્યા હતા.
અહીં ખાસ ઉલ્લેખનીય છે કે ઇવાન્કાએ કોઇએ લખેલી સ્ક્રિપ્ટ વાંચી ન હતી. બલ્કે સ્ક્રિપ્ટ વિના જ લેકચર આપ્યું હતું. શ્રોતાઓએ પણ તેમની સ્પીચ દરમિયાન અવાન નવાર તાળીઓના ગડગડાટથી તેમની વધાવી લીધા હતા.
તેમણે સ્પીચમાં કહ્યું કે – વિશ્ર્વભરની મહિલાઓને એમ્પાવર થવા માટે અઢળક તકો છે. સમાન તકો છે. પછી તે ગમે તે ક્ષેત્રમાં હોય. કેમ કે અમેરિકામાં મહિલાઓને પ્રગતિ સાધવા સમાન અને અઢળક તકો મળે છે. સ્ટાર્ટ અપ માટે સરકાર ભરપુર મદદ કરે છે.
કહ્યું કે – ગ્લોબલ ઇકોનોમીમાં મહીલાઓ વર્ષેદહાડે ટ્રિલિયનો ડોલર એટલે કે ખર્વો ડોલરની રેવન્યુ જનરેટ કરે છે. એટલું જ નહીં હવે તો મહીલાઓ જોબ ક્રિએટર એટલે કે રોજગાર આપનારી બની છે. આજની મહીલા કેર એન્ડ ડેવલપમેન્ટમાં માને છે. મહીલાઓ બિઝનેશ ક્ષેત્રે આગળ આવે તે સમાજ અને અર્થતંત્ર બન્ને માટે સારું છે.
અમેરીકા જેવો વિકસીત દેશ અને ભારત જેવા વિકાસશીલ દેશના જી.ડી.પી. માં પણ મહીલા ઉઘોગપતિઓનો ફાળો નાનો સૂનો નથી.
ઇવાન્કાએ પોતાનો જ દાખલો આપતા જણાવ્યું હતું કે – મહીલાઓ હાર્ડ વર્કિગ છે. મેં માત્ર ૧૦ વર્ષની વયથી જ મારી જાતને સંભાળી આમ કહીને તેમણે અમેરીકામાં સામાન્ય મહીલાઓ અને બિઝનેશ વુમનની પ્રગતિને વર્ણવી હતી.
આગળ કહ્યું કે અત્યારે કોર્પોરેટ જગતમાં મર્દોની સાથો સાથ મહીલાઓ પણ સી.ઇ.ઓ. છે. અમેરીકાનું તંત્ર મહીલાઓને પાંખો આપે છે ઊડવા માટે અમેરીકાએ માત્ર ઘર આંગણે જ નહીં બલ્કે છેલ્લા એક દશકામાં અફઘાન, નાઇજીરીયા, કેન્યા, કોંગો જેવા દેશમાં પણ મહીલાઓને પગભર કરવા ઘણા બધા પ્રોગ્રામો હાથ ધર્યા છે.