જોડિયામા પોણા બે ઇંચ: જામનગર અને લાલપુર મા દોઢ – દોઢ ઇંચ વરસાદ નોંધાયો
અબતક જામનગર – સાગર સંઘાની
જામનગર જિલ્લા મા છેલ્લા ત્રણ દિવસ થી અવિરત મેઘ મહેર ચાલુ રહેવા પામી છે.આજે પણ ઝાપટા થી પોણા બે ઇંચ વરસાદ થયો છે. જેમાં જોડિયા માં પોણા બે, જ્યારે જામનગર અને લાલપુર મા દોઢ – દોઢ ઈંચ વરસાદ થયો છે, હજુ મેઘાવી માહોલ જળવાયેલો છે.
જામનગર પંથકમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદ વરસી રહ્યો છે. આજે સાંજે ૬ વાગ્યે પૂરા થતા ૨૪ કલાક મા જોડિયા મા ૪૨ મી. મી, લાલપુર મા ૩૮ મી.મી., જામનગર મા ૩૮ મી.મી. કાલાવડ મા ૧૪ મી.મી.અને જામજોધપુર મા ૮ મી.મી. જ્યારે ધ્રોલ મા આજે મેઘરાજા એ વિરામ રાખ્યો હતો.
આજે સવારે જામનગરમાં દોઢ ઈંચ (૩૮ મી.મી.) વરસાદ વરસી જતા અનેક વિસ્તારમા પાણી ભરાયા હતાં, જ્યારે લાલપુરમાં માં પણ ૩૮ મી.મી. વરસાદ થયો હોવા થી પાણી ભરાયાં હતાં
ગઈકાલે જામનગર જિલ્લાના અમુક ગામડામાં હળવા વરસાદી ઝાપટા વરસ્યા હતાં. જેમાં વસઈમાં ૮ મી.મી., હડિયાણામાં ૧પ મી.મી., જાળિયા દેવાણીમાં ૩ મી.મી., જામવાડીમાં પાંચ મી.મી., વાંસજાળિયામાં ૮ મી.મી., ધુનડામાં ચાર મી.મી., પડાણામાં રપ મી.મી., ભણગોરમાં ૩ મી.મી., મોટા ખડબામાં પાંચ મી.મી., મોડપરમાં ૧પ મી.મી. અને હરિપરમાં ૬ મી.મી. વરસાદ થયો હતો.
જો કે હજુ વરસાદી માહોલ જળવાયો છે. જામનગર જિલ્લાના રપ માંથી ૧૬ જળાશયો છલકાઈ ચૂક્યા છે. અન્ય ડેમમાં પણ પાણીની સારી આવક થવા પામી છે, જો કે ભારે વરસાદથી ખેડૂતોના વાડી-ખેતરોમાં પાણી ભરાયા હોવાથી હાલ ખેતીકામ થઈ શકે તેમ નથી, તો શહેરમાં વરસાદના કારણે અનેક સ્થળોએ પાણી ભરાયા છે, અને ગારા-કિચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે.